સ્મૉલ જ્યોતિ આવી શકે છે બિગ બૉસ હાઉસમાં !
મુંબઈ, 21 નવેમ્બર : એક ઉડતાં સમાચાર આવી રહ્યાં છે કે દુનિયાની સૌથી નાની મહિલા જ્યોતિ આમ્ગેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા ઇમામના સ્થાને બિગ બૉસ હાઉસમાં પ્રવેશ અપાશે. મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે રહેતાં જ્યોતિને આ જ સપ્તાહે એન્ટ્રી મળી જશે.
વિકીપીડિયાની માનીએ તો 16મી ડિસેમ્બર, 1996ના રોજ જન્મેલ જ્યોતિને દુનિયાની સૌથી વામણી મહિલાના ખિતાબથી નવાજવામાં આવ્યાં છે. લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સ તેમજ ગિનીઝ બુક ઑફ રેકૉર્ડ્સમાં સૌથી નાની મહિલાના નામે અંકિત જ્યોતિ ખૂબ જ હસમુખા છે.
જ્યારે બૉલીવુડના પીઆર ગુરુ ડેલ બાગવાર સાથે આ અંગે વાત કરવામાં આવી, તો તેમણે સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો કે જો આ સમાચાર સાચા હોય, તો જ્યોતિ ટેલીવિઝનની આ સીઝનના સૌથી નાનકડા સ્ટાર હશે, પરંતુ મને ચિંતા છે કે જ્યોતિ કઈ રીતે બિગ બૉસ હાઉસમાં રહેશે. તેઓ કેવી રીતે ટૉયલેટ સીટ સુધી પહોંચી શકશે તેમજ કઈ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર જમી શકશે?
આપને જણાવી દઇએ કે બિગ બૉસ 6 લોકપ્રિય બનાવવા ગત સપ્તાહો દરમિયાન કેટલાંક પૉપ્યુલર લોકોનો સમાવેશ કરાયો છે, તો અનેકો નામ અંગે અફવાહો પણ ઉડાવાઈ છે.
આવો આપને બતાવીએ જ્યોતિ આમ્ગેની કેટલીક રૅર તસવીરો.

નાગપુરમાં રહે છે
જ્યોતિ આમ્ગેનો જન્મ 16મી ડિસેમ્બર, 1996ના રોજ થયો છે. તેઓ મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે રહે છે.

હાઇટ માત્ર 62.8 સેમી
જ્યોતિ આમ્ગેની હાઇટ માત્ર 62.8 સેન્ટીમીટર છે. તેઓ દુનિયાના સૌથી નાના (વામણા) સ્ત્રી છે.

એકોન્ડ્રોપ્લેસિયાથી પીડાય છે
એકોન્ડ્રોપ્લેસિયા (Achondroplasia) રોગના કારણે જ્યોતિની હાઇટ વધી નહિં. આ હાડકાના અવિકસિત રહેવાનો એક રોગ છે.

ફિલ્મ પણ બની ચુકી
જ્યોતિ ઉપર એક ફિલ્મ પણ બની ચુકી છે. તેનું નામ છે બૉડીશૉક: ટૂ ફુટ હાઈ ટીન (BodyShock: Two Foot High Teen).

હસમુખો સ્વભાવ
લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સ તેમજ ગિનીઝ બુકઑફ રેકૉર્ડ્સમાં સૌથી નાના કદના મહિલાના નામે નોંધાયેલાં જ્યોતિ ખૂબ જ હસમુખા છે.

પ્રતિસ્પર્ધીઓના કેવા હશે રિએક્શન
જો જ્યોતિ બિગ બૉસ હાઉસમાં પહોંચે, તો પ્રતિસ્પર્ધીઓના રિએક્શન્સ જોવા જેવા રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
