Video વાયરલ: સલમાન ખાનના ગુસ્સા બાદ રશ્મિએ કર્યુ અરહાન સાથે બ્રેકઅપ
આ વીકેન્ડ કા વારમાં સલમાન ખાને રશ્મિને સ્પષ્ટ રીતે કહી દીધુ કે અરહાન ખાન સાથે સંબંધ માટે તેણે વિચારવુ જોઈએ.
બિગ બૉસ 13માં છેલ્લા બે વીકથી જો કોઈ કન્ટેસ્ટન્ટ ચર્ચામાં હોય તો તે રશ્મિ દેસાઈ છે. હા, શોમાં રશ્મિ દેસાઈ અને અરહાન ખાનનો સંબંધ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. જો કે ગયા વીકેન્ડ કા વાર પર સલમાન ખાને અરહાનના લગ્ન અને બાળકનો રાઝ ખોલ્યો હતો. ત્યારબાદ આ વીકેન્ડ કા વારમાં સલમાન ખાને રશ્મિને સ્પષ્ટ રીતે કહી દીધુ કે અરહાન ખાન સાથે સંબંધ માટે તેણે વિચારવુ જોઈએ.

લેટેસ્ટ વીડિયો વાયરલ
આ પહેલા ઘરની અંદર રશ્મિના ભાઈ ગૌરવની પણ એન્ટ્રી થઈ હતી, તેણે રશ્મિને એ સમજાવવાની કોશિશ કરી કે અરહાન વિશે તેણે ફરીથી વિચારવુ જોઈએ. હવે એવુ લાગે છે કે રશ્મિએ પોતાનો નિર્ણય લઈ લીધો છે. હા, બિગ બૉસના ઘરનો આ લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં અરહાન સાથે રશ્મિ પોતાનો સંબંધ ખતમ કરતી દેખાઈ રહી છે.

રિલેશનને સમય આપવા ઈચ્છે છે
બિગ બૉસ 13ના આજના એપિસોડમાં રશ્મિ દેસાઈ બેસીને વિકાસ ગુપ્તા સામે અરહાન સાથે વાત કરે છે. તે અરહાનને કહે છે કે હજુ તેમણે પોતાના રિલેશનને સમય આપવો છે.

ફરીથી વિચારવાનો નિર્ણય
રશ્મિ જઈને અરહાનને સ્પષ્ટ રીતે કહે છે કે તેના કારણે તેણે અપમાનિત થવુ પડ્યુ છે. તે આ રિલેશનને આગળ વધારવા નથી ઈચ્છતી. એમ કહીને રશ્મિ અને અરહાન બંને રડવા લાગે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રશ્મિએ અરહાન સાથે પોતાના સંબંધને ફરીથી વિચારવાનો નિર્ણય કર્યો છે.

પરિવારની વાત ન માની
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશ્મિ દેસાઈની મા અને તેના ભાઈ ગૌરવે ઘણી વાર રશ્મિને અરહાનથી દૂર રહેવાની સલાહ આપી. પરંતુ રશ્મિએ છેલ્લા એક વર્ષમાં ક્યારેય પણ પોતાના પરિવારની વાત ન માની.

એકબીજા સાથે લગ્ન
સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર રશ્મિની માને અરહાન સાથે તેનો વધતા સંબંધો પસંદ નહોતા. એટલુ જ નહિ રશ્મિની માએ તેને અરહાનથી અલગ થવા માટે પણ કહ્યુ હતુ. અહીં સુધી કે ગૌરવ પણ નહોતો ઈચ્છતો કે અરહાન અને રશ્મિ એકબીજા સાથે લગ્ન કરે.

જલ્દી શોમાંથી બહાર
રિપોર્ટમાં એ પણ સામે આવ્યુ છે કે રશ્મિની મા અને બહેનને એ વાતની ખબર નહોતી કે અરહાન પરિણીત છે અને તેને દીકરો પણ છે. તમને જણાવી દઈએ કે બિગ બૉસના ઘરમાં જલ્દી રશ્મિ અને અરહાનની સગાઈ પણ થવાની હતી પરંતુ હવે આવુ નહિ થાય. શક્ય છે કે અરહાન જલ્દી શોમાંથી બહાર થઈ જાય.
Kya toot jayega @TheRashamiDesai aur #ArhaanKhan ka yeh naya rishta?
— COLORS (@ColorsTV) 16 December 2019
Jaaniye aaj raat 10:30 baje.
Anytime on @justvoot@vivo_india @AmlaDaburIndia @bharatpeindia @beingsalmankhan #BiggBoss #BiggBoss13 #BB13 #SalmanKhan pic.twitter.com/eX8nCa5nqF
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
