ઇન્ટિમેટ સીન કરતી વખતે ઘાયલ થયો ટીવી એક્ટર, જાણો આખી ખબર
એન્ડ ટીવી પર પ્રસારિત થયેલી સીરીયલ 'મેં ભી અર્ધનગિની'નો અભિનેતા અંકિત રાજ શૂટિંગ દરમિયાન ઇન્ટિમેટ સીન કરતી વખતે ઘાયલ થયો હતો
એન્ડ ટીવી પર પ્રસારિત થયેલી સીરીયલ 'મેં ભી અર્ધનગિની'નો અભિનેતા અંકિત રાજ શૂટિંગ દરમિયાન ઇન્ટિમેટ સીન કરતી વખતે ઘાયલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અંકિત રાજ જયપુરમાં એક રોમેન્ટિક સીનનું શૂટિંગ કરી રહ્યો હતો. બસ ત્યારે જ તેના પર એક ફોકસ લાઇટ પડી. આ પછી અંકિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના પગમાં ઘણા ટાંકા આવ્યા છે.

ફોક્સ લાઈટ અચાનક તેના પગ પર પડી
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, અધિરાજની ભૂમિકા નિભાવનાર અંકિત હિના સાથે એક રોમેન્ટિક સીનનું શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે અચાનક જ તેના પગ પર ફોકસ લાઇટ પડી, જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. મોડી રાત્રે અંકિતને જયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ન્યુઝ પેપર સાથે વાત કરતા અંકિતે કહ્યું કે, અમે રિહર્સલમાં એટલા મગ્ન થઈ ગયા હતા કે આપણે આજુબાજુની કોઈ પણ ચીજની કાળજી લીધી ન હતી.

ઘાયલ પગને પ્લાસ્ટિકથી વિટાળીને શૂટિંગ પૂરું કર્યું
તેણે કહ્યું કે, મારા એક પગ પર એક ફોકસ લાઇટ પડી. મને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બે ટાંકાઓ ઘૂંટણની નીચે આવ્યા હતા. ડોક્ટરો કહે છે કે ટાંકાને કારણે હું પાણીમાં સીન શૂટ કરી શકતો નથી. પરંતુ હું જે એપિસોડનું શૂટિંગ કરી રહ્યો હતો તે ગુરુવારે ટેલિકાસ્ટ થવાનું છે, તેથી મેં ઈજાને લઇને પ્લાસ્ટિક પગને વીંટાળ્યો અને તે સીનનું શૂટિંગ ચાલુ રાખ્યું.

આ ફેમસ સીરિયલમાં કામ કરી ચુક્યા છે
અંકિત રાજ અત્યાર સુધી ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે. જેમાં કુબુલ હૈ, ખુંખારવીર, ઇશ્કબાઝ, યે પ્યાર નહીં તો ક્યા હૈ, વિષ ય અમૃત-સીતારા જેવી સિરિયલો શામેલ છે.
આ પણ જુઓ: Video: મોની રોયની ગાડી પર મોટો પથ્થર પડ્યો, માંડ માંડ બચી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
