ટૉપ 10 ટીવી શો : કપિલની ફૅમિલી નંબર વન
મુંબઈ, 21 ડિસેમ્બર : વર્ષ 2013 બસ થોડાક જ દિવસનું મહેમાન છે. આ વર્ષે જતા-જતા મનોરંજન જગતને ઘણુ બધુ આપ્યું, તો તે અનેકોને પોતાની સાથે પણ લઈને જઈ રહ્યું છે. ટેલીવિઝન કૅનવાસે આ વર્ષ એક મિશ્ર પ્રત્યાઘાત સાથે નોંધાશે. ટીવીની દુનિયામાં પણ આવર્ષે ઘણા સારા પ્રયોગો થયા કે જેમાં કેટલાંક સફળ પણ રહ્યાં, તો બીજી બાજુ અનેક વિવાદો પણ ઊભા થયાં.
વર્ષ 2013નું સરવૈયુ કાઢવા બેસીએ, તો કલર્સ ઉપર પ્રસારિત થતો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ અગ્રિમ હરોળમાં રહ્યો છે. કપિલ શર્માનો આ શો દરેકને ઘેલુ લગાડતો રહ્યો અને બહુ ઓછા સમયમાં તે તમામ ડેલી સોપ અને શો કરતા આગળ નિકળી ગયો. કપિલ શર્માની ડાયલૉગ ડિલીવરી તેમજ નવજોત સિંહ સિદ્ધૂના મસ્તીખોર અંદાજે તમામને મોહી લીધાં. જોકે શોમાં મહત્વનો ભાગ ભજવતા પાત્ર ગુત્થી ઉર્ફે સુનીલ ગ્રોવરની વિદાય થઈ. આમ છતાં તેની લોકપ્રિયતામાં ફેર ન પડ્યો.
આવો એક અંગ્રેજી ડેલીના સર્વે આધારે બતાવીએ વર્ષ 2013ના ટૉપ ટેન શો :

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ
કપિલ શર્માનો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ નંબર વન શો રહ્યો છે. બાળકોથી માંડી મોટેરાઓ સૌ આ શો જુએ છે અને પેટ પકડીને હસે છે. આ શોએ અન્ય ડેલી સોપ તથા અનેક રિયલિટી શોની ટીઆરપી ડાઉન કરી નાંખી છે.

દીયા ઔર બાતી હમ
સ્ટાર પ્લસનો શો દીયા ઔર બાતી હમ ટૉપ ટેનમાં બીજા સ્થાને છે. સંધ્યા-સૂરજની પ્રણય-કથાને લોકો બહુ વધારે એન્જૉય કરે છે.

કબૂલ હૈ...
ઝી ટીવીના કબૂલ હૈ શોએ ટીવી જગતમાં તોફાન મચાવ્યો છે. મુસ્લિમ પ્રણય-કથા દરેક વર્ગને ગમી રહી છે. તેથી તે ત્રીજા સ્થાને છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
સબ ટીવીનો આ ઐતિહાસિક શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ પોતાની સક્રિયતા અને લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહ્યો છે. એટલે જ તો ટૉપ ટેનમાં તેનું ચોથુ સ્થાન રહ્યું છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ
છેલ્લા પાંચ વરસ કરતા વધુ સમયથી આ શો લોકોના હૃદયમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. અક્ષરા અને નૈતિકની પ્રણય-કથા પાંચમા સ્થાને છે.

વીરા
વીરાને ટૉપ ટેનમાં છઠું સ્થાન મળ્યું છે. આ શોની વાર્તામાં લીપ આવ્યું છે કે જેના પછી લોકોનો રસ ઓર વધી ગયો છે.

પ્યાર કા દર્દ હૈ...
છઠા સ્થાને વીરા ઉપરાંત સ્ટાર પ્લસનો શો પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા પણ છે કે જેણે તાજેતરમાં 400 એપિસોડ પૂરા કર્યાં છે.

બાલિકા વધુ
નંબર સાત ઉપર બાલિકા વધુ છે. પાંચ વરસથી ચાલતા આ શોમાં આનંદીનો ચહેરો બદલાઈ જવા છતા ટીઆરપી ઉપર અસર નથી પડી.

પવિત્ર રિશ્તા
સાતમા સ્થાને બાલિકા વધુ સાથે પવિત્રા રિશ્તાને પણ સ્થાન મળ્યું છે. આજે પણ આ વાર્તા લોકોને ગમે છે.

બડે અચ્છે લગતે હૈં
સોનીનો હિટ શો બડે અચ્છે લગતે હૈં આ વખતે ટીઆરપી ચાર્ટમાં આઠમા સ્થાને છે.

સપને સુહાને લડકપને કે
રચના-ગુંજન જેવી બહેનોની રોચક વાર્તાએ પણ બડે અચ્છે લગતે હૈં સાથે આઠમું સ્થાન શૅર કર્યું છે. આ શો યુવાઓમાં ખૂબ લોકપ્રિય છે.

મધુબાલા એક ઇશ્ક એક ઝુનૂન
કલર્સની હિટ લવ સ્ટોરી મધુબાલા એક ઇશ્ક એક ઝુનૂન આ વખતે ટીઆરપી ચાર્ટમાં નવમા સ્થાને છે. લોકો શોની લીડ પૅર વિવાન-દૃષ્ટિના ઘેલા છે.

સરસ્વતી ચંદ્ર
સ્ટાર પ્લસના હિટ શો અને સંજય લીલા ભાનુશાળીની અનુપમ રજુઆત સરસ્વતી ચંદ્ર ટૉપ ટેન ચાર્ટમાં દસમા નંબરે છે.

કહતા હૈ દિલ જી લે જરા
પ્યાર ઉપર ઉંમરનો પહેરો નથી હોતો. આવી દાસ્તાં રજૂ કરતી અનોખી પ્રણય-કથા એટલે કહતા હૈ દિલ જી લે જરાએ પણ સરસ્વતી ચંદ્ર સાથે દસમુ સ્થાન શૅર કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
