Bigg Boss 13: શિલ્પા શિંદેના ગંદા આરોપો પર સિદ્ઘાર્થે આપ્યુ ચોંકાવનારુ રિએક્શન
શિલ્પા શિંદેના આરોપ પર સિદ્ધાર્થ શુક્લાનુ રિએક્શન આવ્યુ છે.
બિગ બૉસ 13નો ખિતાબ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના નામે કર્યો છે, આ શોની આખી જર્ની દરમિયાન સિદ્ધાર્થની ઈમેજ એક ગુસ્સાવાળા અને બેડ બૉયની રહી, જો કે તેની આ ઈમેજથી તેને ફાયદો જ થયો જેના દમ પર તેણે બિગ બૉસની ટ્રોફી પોતાના નામે કરી પરંતુ આ શો દરમિયાન સિદ્ધાર્થની પર્સનલ લાઈફ પર પણ બહુ વાતો કરવામાં આવી, તેને દિલફેંક, ફ્લર્ટબાજ, લડકીબાજ દેવા વિશેષણોથી પણ સંબોધિત કરવામાં આવ્યો.

શિલ્પા શિંદે અને સિદ્ધાર્થનુ હતુ અફેર
સિદ્ધાર્થના અફેર્સની પણ ઘણી ચર્ચા થઈ અને આ વાતોને બળ ત્યારે મળ્યુ જ્યારે પૂર્વ બિગ બૉસ વિનર શિલ્પા શિંદેએ એમ કહી દીધુ કે તે પણ એક સમયે સિદ્ધાર્થ શુક્લાના પ્રેમમાં પાગલ હતી પરંતુ તેના આક્રમક નેચરના કારણે તે એનાથી દૂર થઈ ગઈ.

સિદ્ધાર્થ પોતાની વસ્તુઓ માટે ઘણો પઝેસિવ
શિલ્પાએ કહ્યુ હતુ કે સિદ્ધાર્થ પોતાની વસ્તુઓ માટે ખૂબ પઝેસિવ છે એટલા માટે મરવા-મારવા પર ઉતરી આવે છે, તે જ્યારે એને ડેટ કરી રહી હતી ત્યારે સિદ્ધાર્થે તેની સાથે ઘણી વાર ગાળાગાળી અને મારપીટ કરી હતી જેના કારણે તેમનુ બ્રેકએપ થયુ હતુ.

શિલ્પા શિંદે સાથે અફેર પર પહેલી વાર બોલ્યા સિદ્ધાર્થ શુક્લા
હવે શિલ્પા શિંદેની વાત પર સિદ્ધાર્થ શુક્લાનુ રિએક્શન આવ્યુ છે, તેમણે ટાઈમ્સ ઑફ ઈન્ડિયા વેબસાઈટ સાથે વાત કરીને કહ્યુ કે, ‘હું શિલ્પાને બહુ સારી રીતે જાણુ છુ અને મને નથી લાગતુ કે તે આ પ્રકારની વ્યક્તિ છે જે આ પ્રકારની કોઈ પણ વાત કરશે, હું અત્યારે જ ઘરમાંથી બહાર આવ્યો છુ, મારે જોવુ પડશે કે તેમણે શું કહ્યુ છે, હું જાણ્યા વિના અત્યારે કંઈ કહી શકુ નહિ.'

મારપીટ પર ઉતરી આવતા હતા સિદ્ધાર્થ શુક્લા
એક ઈન્ટરવ્યુ દરમિયાન શિલ્પાએ કહ્યુ હતુ કે તે વર્ષ 2011માં સિદ્ધાર્થ સાથે રિલેશનશિપમાં હતી, સિદ્ધાર્થનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો અને ખરાબ છે. જો હું ક્યારેક તેનો ફોન ન ઉઠાવુ તો તે ગાળાગાળી કરવા લાગી જતો હતો, મારા પર અશ્લીલ કમેન્ટ કરતો હતો અને ક્યારેક હું સવાલ પૂછી લેતી તો તે મારપીટ કરવા લાગતો હતો.

મોઢા પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી સિદ્ધાર્થે
શિલ્પાએ કહ્યુ હતુ કે તે આ રિલેશનમાંથી બહાર નીકળવા ઈચ્છતી હતી પરંતુ જ્યારે મે એવી કોશિશ કરી તો સિદ્ધાર્થે મને ધમકી આપી કે મને છોડીને બતાવ, હું મોઢા પર એસિડ ફેંકી દઈશ, અહીં સુધી કે સિદ્ધાર્થે તેને ચાલતી ગાડીમાંથી ફેંકવાની ધમકી આપી હતી.

‘ચૂપ ન બેઠી શિલ્પા, પહોંચી પોલિસ સ્ટેશન'
ત્યારબાદ તે શાંત ન બેઠી અને તેણે સિદ્ધાર્થ સામે પોલિસ ફરિયાદ કરી. તેની માને આ વાત જણાવી અને કહ્યુ કે તે આ બાબતને બહુ આગળ સુધી લઈ જશે. તેણે સિદ્ધાર્થની માને પોતાના દીકરાને રોકવા માટે કહ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
