Pics : ઝલકમાંથી આઉટ શ્વેતા 13મીએ કરશે લગ્ન
મુંબઈ, 9 જુલાઈ : ટેલીવિઝન જગતમાં મોટું નામ ધરાવતાં શ્વેતા તિવારી ભલે કલર્સના જાણીતા ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જામાંથી આઉટ થઈ ગયા હોય અને તેમણે શોમાં આગળ જવાની તક ગુમાવી દીધી હોય, પણ તેઓ રીયલ લાઇફમાં પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. હા જી, આપના માનીતા શ્વેતા તિવારી આ જ મહીને 13મી તારીખે પોતાના પુરુષ મિત્ર અભિનવ કોહલી સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.
શ્વેતાએ પોતાના લગ્નની જાહેરાત ઝલક દિખલા જા 6ના મંચ ઉપરથી જ કરી હતી. શોમાં તમામ સ્પર્ધકોને ફૅમિલી થીમ આપવામાં આવી હતી કે જ્યાં શ્વેતાએ પરફૉર્મ કર્યુ હતું અને પછી પોતાના પ્રથમ લગ્નથી પ્રાપ્ત 13 વરસની પુત્રી પલક તેમજ પુરુષ મિત્ર અભિનવ સામે પોતાના લગ્નના નિર્ણય અંગે દુનિયાને માહિતી આપી હતી. જોકે શ્વેતાએ ત્યારે જણાવ્યુ હતું કે તેમના દાદાજીની તબીયત સારી નથી. તેથી લગ્નની તારીખ પાકી નથી કરાઈ, પણ હવે તે તારીખ નક્કી થઈ ગઈ છે. શ્વેતા 13મી જુલાઈ, 2013 શનિવારના રોજ અભિનવ સાથે પરણી જશે.
શ્વેતાએ જાહેરાત વખતે જણાવ્યું હતું - મેં આ નિર્ણય મારી પુત્રી પલકને પૂછીને કર્યો છે. જે સમયે શ્વેતાએ આ જાહેરાત કરી, ત્યારે શોમાં તેમના પુત્રી પલક તથા અભિનેતા અભિનવ કોહલી પણ હાજર હતાં. અભિનવે જણાવ્યુ હતું - મને શ્વેતા તરફથી સૌથી પ્યારુ ગિફ્ટ લગ્ન પહેલા જ મળી ચુક્યું છે અને તે છે દીકરી પલક કે જે મને જાનથી વધુ પ્યારી છે.

13મી જુલાઈએ લગ્ન
જાણવા મળે છે કે શ્વેતા તિવારી પોતાના પ્રેમ અભિનવ કોહલી સાથે 13મી જુલાઈએ લગ્ન કરી લેશે.

ઝલકમાંથી આઉટ શ્વેતા
શ્વેતાએ ઝલક દિખલા જા 6ના મંચ ઉપરથી લગ્નની જાહેરાત કરી હતી. જોકે શ્વેતા હાલ ઝલકમાંથી આઉટ થઈ ચુક્યાં છે.

ત્રણ વરસથી ડેટિંગ
સાંભળવા મળ્યું છે કે શ્વેતા અને અભિનવ બંને છેલ્લા ત્રણ વરસથી ડેટિંગ કરી રહ્યાં છે. શ્વેતાના આ બીજા લગ્ન છે.

પ્રથમ પતિ રાજા ચૌધરી
શ્વેતાના પ્રથમ લગ્ન રાજા ચૌધરી થયા હતાં, પણ રાજાની કુટેવો અને દારૂ પીવાની આદતના કારણે શ્વેતાએ છુટાછેડા લઈ લીધા હતાં. શ્વેતા અનેક વાર રાજાની મારઝૂડનો ભોગ બન્યા હતાં.

13 વરસની પુત્રી
શ્વેતાને 13 વર્ષની પુત્રી પલક છે. શ્વેતાએ જણાવ્યું કે તેમણે પલકને પૂછીને જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
