નચ બલિયેમાં રેમોએ સાબિત કરી આપ્યું એબીસીડી
મુંબઈ, 17 જાન્યુઆરી : નચ બલિયેના આ રવિવારના એપિસોડમાં રેમો ડિસૂઝા પોતાની આવનાર ફિલ્મ એબીસીડીની કાસ્ટ સાથે પહોંચ્યાં. ત્યાં જઈ રેમોએ પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું અને સાથે જ નચ બલિયેની જોડીઓ સાથે ખૂબ મોજ-મસ્તી પણ કરી. રેમોએ પોતાની કાસ્ટ સાથે નચ બલિયેના સ્ટેજ ઉપર એક બહેતરીન પરફૉર્મન્સ કર્યું અને નચ બલિયેના તમામ જજિસ આ પરફૉર્મન્સ જોઈ દંગ રહી ગયાં. જજિસ ઉપરાંત નચ બલિયેની તમામ જોડીઓ પણ રેમો અને તેમની ટીમને પોતાની વચ્ચે પામી ખૂબ ખુશ હતી. રવિવારની પરફૉર્મન્સ દરમિયાન રાહુલ મહાજન અને ડિમ્પીએ એક ખૂબ જ સીરિયસ એક્ટ કર્યું.

રાહુલે રેમોના પરફૉર્મન્સને પોતાના પિતા પ્રમોદ મહાજનને ડેડિકેટ કર્યું. ગઈ વખતે રાહુલે ડિમ્પી સાથે મળી એક ખૂબ જ મસ્તી ભર્યું એક્ટ કર્યુ હતું કે જેમાં તેમણે દબંગ 2ના હિટ ગીત ફેવીકૉલ સે... પર ડાંસ કર્યો હતો. રાહુલે સોનાક્ષી સિન્હાનું ડ્રેસ પહેરી પરફૉર્મ કર્યું, જ્યારે ડિમ્પીએ પાન્ડેજીની ડ્રેસ પહેરી પાન્ડેજીનું એક્ટ. છોકરી બનવા માટે રાહુલે પોતાની બૉડીએ વૅક્સ પણ કરાવ્યું અને સાથે જ જોરદાર મેકઅપ પણ કર્યુ હતું.
આ વખતે રાહુલ એકદમ અલગ જ લુકમાં દેખાશે. પોતાના પિતા પ્રમોદમ મહાજનને યાદ કરી રાહુલ પોતે ખબ ઇમોશનલ પણ થઈ જાય છે. આ એપિસોડમાં શેફાલી તથા પરાગ શોમાંથી હાંકી કઢાશે. તેઓ આ વખતના બીજા કૅઝ્યુલિયી હશે. રેમો ડિસૂઝા શો દરમિયાન તમામ જોડીઓ સાથે ખૂબ મસ્તી કરતાં દેખાશે. નચ બલિયેના ત્રણે જજિસ ટેરેંસ લુઈસ, શિલ્પા શેટ્ટી અને સાજિદ ખાન પણ રેમોની એનીબડી કૅન ડાંસ એટલે કે એબીસીડી ફિલ્મ અંગે વાતો કરશે અને સાથે જ રેમોને તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
