'અલ્લૂ અર્જુનની ધરપકડ હતી પબ્લિસિટી સ્ટંટ' ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ કર્યો મોટો દાવો
ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ'ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં બનેલી ઘટના બાદનું વાતાવરણ હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. આ ઘટના બાદ અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને થોડા કલાકો બાદ જામીન મળી ગયા હતા.
અલ્લુ અર્જુનને જામીન મળ્યા બાદ, તેના તમામ સાથીદારો, ચાહકો અને અન્ય સ્ટાર્સ તરફથી ભારે સમર્થન જોવા મળ્યું હતું. પરંતુ જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ આ પગલાને "મોટો પબ્લિસિટી સ્ટંટ" ગણાવ્યો. જેના કારણે અભિનેતાને વધુ લોકપ્રિયતા મળે છે અને પુષ્પા 2ના બીજા સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન વધે છે.
ઈરાદાપૂર્વક કાર્યવાહી ન કરાઈ
રામ ગોપાલ વર્માએ આના પર એક પોસ્ટ શેર કરી હતી ,જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, દરેક લોકો હેરાન છે કે, માનનીય મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અલ્લૂ અર્જુન સાથે આવુ કેમ કર્યું, મને લાગે છે કે તેલંગણા રાજ્ય પોતાના પ્રિય પુત્રને એક મોટો પબ્લિસિટી બૂસ્ટ આપવા માંગતા હતા, જેથી તેની ફિલ્મના કલેક્શનમાં ભારે ઉછાળો આવે.રામ ગોપાલ વર્માએ આગળ લખ્યું, "આ સમજાવે છે કે શા માટે રાજ્યે ઇરાદાપૂર્વક કાર્યવાહીને નબળી બનાવી, જેથી તે થોડા કલાકોમાં જામીન પર બહાર આવી શકે અને લાંબા સમય સુધી બોક્સ ઓફિસ પર રાજ કરી શકે."
રેવંત રેડ્ડીજીનો આભાર
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો આભાર વ્યક્ત કરતા તેમણે લખ્યું, "પુષ્પા 2 ના સુપર કલેક્શનની જેમ જ તેલંગાણા રાજ્યની પ્રતિષ્ઠાને ઉંચી રાખવા બદલ તમારો આભાર શ્રી રેવંત રેડ્ડીજી."

4 ડિસેમ્બરે બની હતી ઘટના
અલ્લુ અર્જુનની ધરપકડની ઘટનાઓ 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં બની હતી, જ્યારે તે તેની ફિલ્મના પ્રીમિયર માટે પહોંચ્યો હતો. સ્ટારને જોવા માટે થિયેટરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. જ્યારે અલ્લુ અર્જુને તેની કારના સનરૂફ પરથી ચાહકોને હાથ લહેરાવ્યો ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ હતી.
હાઈકોર્ટે આપ્યા હતા જામીન
જેના કારણે ત્યાં હાજર રેવતી નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેના પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રે જેલમાં રાખવામાં આવ્યા બાદ અલ્લુ અર્જુનને શનિવારે સવારે જામીન મળી ગયા હતા, જે તેલંગાણા હાઈકોર્ટે આપી હતી.
સમગ્ર ઘટના દુર્ઘટનાપૂર્ણ: અલ્લૂ અર્જુન
છૂટા થયા બાદ મીડિયા સાથે વાત કરતા અલ્લુ અર્જુને કહ્યું, "હું દરેકનો આભાર માનું છું જેણે મને પ્રેમ કર્યો અને સપોર્ટ કર્યો. મારા બધા ચાહકોનો આભાર. ચિંતા કરવાની જરૂર નથી, હું ઠીક છું. હું કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છું."આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી જે બન્યું તેના માટે અમે દિલગીર છીએ. અલ્લુ અર્જુન હાલમાં સુકુમાર દ્વારા નિર્દેશિત પુષ્પા 2: ધ રૂલની સફળતાનો આનંદ માણી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
