ડિવૉર્સી પત્ની સામે સનાને દલડું દઈ બેઠાં રાજીવ
મુંબઈ, 31 ડિસેમ્બર : કલર્સ ઉપર આવતો બિગ બૉસ શો હવે અંતિમ તબક્કે છે. આ તબક્કામાં નવા ગુલ ખિલતા નજરે પડે છે. અત્યાર સુધી ડેલનાઝને ડેલુ-ડેલુ કહી બોલાવનાર તેમના પૂર્વ પતિ રાજીવ પૉલ તેમની જ સામે સના ખાનને પોતાનું દલડુ દઈ બેઠા છે. રાજીવની હરકતો બતાવી રહે છે કે હવે તેમને સના સાથે પ્રેમ થઈ ગયો છે. તેમના હાવભાવ બિલ્કુલ એવાં જ છે કે જેવા કોઈ ટીનેજરના હોય છે કે જ્યારે તેને પ્રેમ થઈ જાય છે.

રાજીવની રાતની ઊંઘ ઉડી ગઈ છે. સના ખાનને જોઈ તેમની નજરો બહેકવા લાગી છે. તેઓ કાયમ સનાને પોતાની સામે જોવા માંગે છે. એટલું જ નહીં બિગ બૉસના ઘરમાં જ્યારે કોઈ પણ સનાને ઉંધુ-ચત્તું કહે, તો રાજીવને ખૂબ ખોટું લાગે છે. વાત કાલની જ લ્યો. બિગ બૉસમાં સામાન્ય માણસ તરીકે એન્ટ્રી કરનાર કાશિફ કુરૈશી થોડાક ક્ષણ વિતાવવા માટે ફરીથી બિગ બૉસના ઘરે આવી ગયાં. કાશિફની એન્ટ્રી કંઇક એવી રીતે થઈ - હાથોમાં ફૂલોનો ગુલદસ્તો લઈ દરવાજે ઊભા જોર-શોરથી સના સના સના કહેતાં ધસી આવ્યાં. અંદર ઘુસતાં જ કાશિફ સીધા સના પાસે ગયાં. સના પણ તેમને જોઈ ભેંટી પડ્યાં તથા ખુશીથી ઝૂમી ઉઠ્યાં. એવુ લાગતુ હતું કે કાશિફ જ સનાના બૉયફ્રેન્ડ-કમ-લવર હોય. જોકે થોડીક વાર બાદ કાશિફ બહાર જતા રહ્યાં. પછી જે થયું તે જોવા જેવુ હતું. રાજીવની આંખોમાંથી આંસુ સરી પડ્યાં અને તેઓ પોતાની જાતને રોકી ન શક્યાં. તેઓ સનાને સમજાવવા લાગ્યાં કે તેણે એવો વ્યવહાર ન કરવો જોઇએ. તેણે મર્યાદામાં રહેવું જોઇએ. વગેરે વગેરે. છેલ્લે છેલ્લે તો તેઓ સનાનો હાથ પકડી બેસી રહ્યાં અને પોતાના દિલનો હાલ બયાન કરતા રહ્યાં.
ખેર સના પણ સારી રીતે જાણે છે કે જ્યારે રાજીવ ડેલનાઝના ન થયા, તો તેમના ક્યાંથી થશે. મજાની વાત એ છે કે આ બધુ રાજીવના પૂર્વ પત્ની ડેલનાઝ સામે થયું. ડેલનાઝને તો તેનાથી કોઈ ફરક નથી પડતું, પરંતુ હા ગુસ્સો જરૂર આવ્યો કે તેમણે જેને ચાહ્યાં, તેઓ આજે અહીં-તહીં છોકરીઓ પાછળ ભાગી રહ્યાં છે. ડેલનાઝની સામે જ આ અગાઉ પણ જ્યારે સનાએ રાજીવ સાથે ડેટ પર જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે રાજીવ રોષે ભરાયા હતાં. સરવાળે જોઇએ તો રાજીવ હાલ ખ્વાબોની દુનિયામાં ખોવાયેલાં છે અને સના તેમના સપનાની રાણી છે. એક વાત પાકી છે કે બિગ બૉસ ખતમ થતાં જ તેમનું સપનું પણ તુટી જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
