ફિલ્મના પ્રમોશન માટે પાપડ તો શું, રોટલીઓ પણ વણવી પડે...
મુંબઈ, 22 જુલાઈ : સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ પોતાની આગામી ફિલ્મ કિકના પ્રમોશન માટે ઝલક દિખલા જા 7 ટેલીવિઝન શોમાં પહોંચ્યા. બૉલીવુડના આ એકલા કુંવારા હીરો સલમાને મહિલાઓ વચ્ચે રોટલી વણવાની કોશિશ કરી. ઝલક દિખલા જામાં આ અઠવાડિયે પણ કોઈ જોડીને બહારનો રસ્તો બતાવાયો નથી. આ સીઝનમાં સલમાનની એન્ટ્રી થયા બાદ ઝલકા દિખલા જાની રૅકિંગ ટોચે પહોંચી ગઈ છે. ઝલક દિખલા જા 7ના મંચે પહોંચી સલમાને પોતાની આગામી ફિલ્મ કિકના મોસ્ટ ફેમસ ગીત જુમ્મે કી રાત... ઉપર ડાન્સ કર્યો. પછી જે કંઈ મંચ પર થયું, તે જોઈ દર્શકો રોમાંચિત થઈ ઉઠ્યાં.
સલમાને જૅકલીન, માધુરી દીક્ષિત તથા રેમો ડિસૂઝા સાથે મળી સ્ટેજ પર રોટી વણવાની કોશિશ કરી કે જે જોઈને દર્શકો આશ્ચર્યચકિત રહી ગયાં. જોકે સલમાનને ફોટોગ્રાફર્સે બૅન કર્યા છે, તેથી ફૅન્સ દ્વારા ખેંચાયેલી તસવીરો જ લોકો સામે આવી શકી. ચૅનલે પણ સલમાનના આ એપિસોડની કેટલીક તસવીરો ટ્વિટર પર અપલોડ કરી છે. શો દરમિયાન સલમાનનો અક્ષત સાથે ડાન્સ પણ સૌને ગમ્યો. એટલુ જ નહીં, પલકનો ડાન્સ જોઈ તો સલમાન પોતાની હસી ન રોકી શક્યાં અને મેજ ઉપર જ માથુ મૂકી હસતા નજરે પડ્યાં.
ચાલો આપને તસવીરો સાથે બતાવીએ ઝલકના મંચ પર સલમાન-જૅકલીન :

રોટલી વણતા સલમાન-જૅક
ઝલક દિખલા જા 7ના મંચે રોટલી વણવાની કોશિશ કરતાં સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ.

પલક
ઝલકના મંચ પર પલક ખૂબ જ મસ્તીખોર અંદાજમાં દેખાયાં.

કૉબિજનો ઉપહાર
કરણ જૌહરે જૅકલીનને ઉપહાર સ્વરૂપે કૉબિજ આપી.

ટીઆરપીમાં ઉછાળો
શોમાં સલમાન-જૅકલીને રોટલી વણતા ટીઆરપીમાં ઉછાળો નોંધાયો.

જૅકલીનનો અંદાજ
રેડ સૂટમાં કિકની હીરોઇન જૅકલીન હૉટ નજરે પડ્યાં.

મનોરંજન જ મનોરંજન
સલ્લુ મિયા અને જૅકે શોમાં કિકનું પ્રમોશન કર્યું.

જુમ્મે કી રાત...
સલમાને કિકના હિટ ગીત જુમ્મે કી રાત... પર ડાન્સ કર્યો.

સલમાન-પલક
કિકુ શર્મા એટલે પલક સાથે મસ્તી કરતાં સલમાન.

અને ભાગ્યા સલમાન
પલકે સલમાનને બહુ હરેાન કર્યાં, તો સલમાન મંચ છોડીને ભાગ્યાં.

સૌએ વણી રોટલીઓ
શોના એંકર આશિષ શર્માએ રોટલી વણવાની સ્પર્ધાને ફૉલો કરી.

મનોરંજક શો
આ સીઝનનો આ એપિસોડ ખૂબ જ મનોરંજક રહ્યો.

અક્ષત પર ફિદા સલમાન
પોતાના ફૅન અક્ષત સાથે સલમાને મંચ પર ખૂબ ડાન્સ કર્યો.

પેટ પકડીને હસતાં સલમાન
પલકનું પરફૉર્મન્સ જોઈ પેટપકડીને હસતાં સલમાન.

જૅકલીન-સલમાન
કિકના બંને સ્ટારની હાજરીથી એપિસોડ ખૂબ જ હિટ થઈ ગયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
