પતિની માતાનો રોલ ભજવવાનો કર્યો ઇનકાર, સુપરસ્ટાર શોની બહાર
પેશવા બાજીરાવ સીરિયલમાં બાજીરાવની માતાનો રોલ ભજવતી અનુજા સાઠેએ સિરિયલ છોડી દીધી છે.
એક્ટ્રેસ અનુજા સાઠેએ નાના પડદે લાંબા સમય બાદ વાપસી કરી છે. 'પેશવા બાજીરાવ' શોમાં તે બાજીરાવના માતાના રોલમાં જોવા મળી હતી, શોનો આ મહત્વપૂર્ણ રોલ છે, પરંતુ તાજા સમચાર અનુસાર અનુજાએ આ સીરિયલ છોડી દીધી છે, જેની પાછળનું કારણ છે શોમાં અનુજાના પતિની એન્ટ્રી.

પેશવા બાજીરાવ
'પેશવા બાજીરાવ' શોમાં લિપ પછીની કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું હતું, જેમાં અનુજાના પતિ સૌરભ ગોખલેની પસંદગી થઇ છે. આ શોમાં સૌરભ બાજીરાવના મોટા ભાઇ ચિમાજી અપ્પાના રોલમાં જોવા મળનાર છે. જો અનુજાએ સીરિયલ કન્ટિન્યુ કરી હોત તો તે સૌરભની ઓન સ્ક્રિન માતાના રોલમાં હોત. આ કારણે અનુજાએ સીરિયલ છોડી દીધી છે.

માંનું પાત્ર ભજવવા નથી માંગતી
અનુજાએ આ અંગે કહ્યું કે, હું હાલ કોઇ 25 વર્ષના યુવકની માતાનું પાત્ર ભજવવા નથી માંગતી, આથી મેં શો છોડવાનો નિર્ણય લીધો છે. પતિ સાથે શૂટિંગ નહીં કરવાનો મને અફસોસ રહેશે, પરંતુ હાલ હું માતાનો રોલ કરવા નથી માંગતી. જો કે, ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી એક્ટ્રેસિસ છે, જે સીરિયલમાં પોતાની ઉંમર કરતાં બમણી ઉંમરના પાત્રમાં જોવા મળે છે.

હિના ખાન
સ્ટાર પ્લસની સીરિયલ 'યે રિશ્તા ક્યા કેહલાતા'ની મુખ્ય એક્ટ્રેસ હિના ખાને આ સીરિયલમાં 20 વર્ષની યુવતીથી લઇને 45 વર્ષની મહિલા સુધીનો રોલ ભજવ્યો છે. સીરિયલ સુપરહીટ છે, જો કે, હિનાના પાત્રની ઉંમર વધતાં પહેલાં જ તેણે આ શોને અલવિદા કહી દીધું છે. પરંતુ તેની પાછળના કારણો બીજા હતા.

દિવ્યંકા ત્રિપાઠી
'યે હે મોહબ્બતેં' સીરિયલમાં ડૉ.ઇશિતાના પાત્રમાં લોકપ્રિય થયેલ દિવ્યંકા પણ હાલ શોમાં આદિ અને રૂહીની માતાના રોલમાં જોવા મળી રહી છે. શોમાં ઇશિતાના પુત્ર આદિના લગ્ન બાદ હવે તે સાસુની ભૂમિકા પણ ભજવી રહી છે.

અનિતા હંસનંદાની
આ જ શોમાં શગુનના પાત્રમાં જોવા મળતી અનિતા પણ માતા અને સાસુનો રોલ ભજવી રહી છે. રિયલ લાઇફમાં દિવ્યંકા કે ઇશિતા હજુ માતા નથી બની, પરંતુ 'યે હે મોહબ્બતેં' શોમાં તે જલ્દી જ દાદીના રોલમાં પણ જોવા મળી શકે છે.

દેવોલીના ભટ્ટાચાર્જી
'સાથ નિભાના સાથિયા'માં ગોપીના પાત્રમાં જોવા મળતી દેવોલીના રિયલ લાઇફમાં મેરિડ નથી. પરંતુ આ શોમાં તે દાદી બની ચૂકી છે. આ શો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. દેવોલિનાનું ગોપી વહુનું પાત્ર બહુ, માતા, સાસુ અને હાલ દાદીના તબક્કામાં છે.

આમ્રપાલી ગુપ્તા
આમ્રપાલી હાલ 'ઇશ્કબાઝ' શોમાં શિવાયના ભાઇ માહીની માતાના રોલમાં જોવા મળી રહી છે. શોમાં તેનું નેગેટિવ પાત્ર છે. આ પહેલાં તે 'કુબૂલ હે' સીરિયલમાં પણ માતાની ભૂમિકા ભજવી ચૂકી છે.

સ્નેહા વાઘ
સીરિયલ 'વીરા'માં સ્નેહા વાઘ માતાની ભૂમિકામાં જોવા મળી હતી. આ શોમાં તેણ નાનકડી 5-7 વર્ષની વીરાથી માંડીને 20 વર્ષની વીરાની માતાનો રોલ ભજવ્યો હતો.

પરિધિ શર્મા
'જોધા અકબર' સીરિયલમાં જોધાનું પાત્ર ભજવી લોકપ્રિય બનનાર એક્ટ્રેસ પરિધિએ આ શોમાં રાજકુમારી જોધાથી માંડીને રાજમાતા સુધીની ભૂમિકા ભજવી હતી. તે સીરિયલમાં 20 વર્ષના સલીમની માતા તરીકે જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
