પાયલ રોહતગીએ કંગનાના શો લૉક અપને આપી બંધ કરાવવાની ધમકી, કહ્યુ - 'જો કોઈ મને અડશે તો....'
શુક્રવારના એપિસોડમાં શોની કન્ટેસ્ટન્ટ પાયલ રોહતગી, મંદાના કરીમી અને નિશા રાવલનો ઝઘડો બતાવવામાં આવ્યો છે.
મુંબઈઃ કંગના રનોત દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલ રિયાલિટી શો લૉક અપ હાલમાં ચર્ચાઓમાં છે. શોમાંથી રોજેરોજ કોઈને કોઈ પ્રકારની ગૉસિપ બહાર આવી રહી છે. આ શો ઑલ્ટ બાલાજી અને એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થાય છે. શુક્રવારના એપિસોડમાં શોની કન્ટેસ્ટન્ટ પાયલ રોહતગી, મંદાના કરીમી અને નિશા રાવલનો ઝઘડો બતાવવામાં આવ્યો છે. આ ઝઘડા દરમિયાન પાયલ રોહતગી લૉક અપ શો બંધ કરાવવાની ધમકી આપે છે. જ્યાં પાયલ અને નિશા શરુઆતથી જ શોનો હિસ્સો રહી છે ત્યાં મંદાના કરીમી આ સપ્તાહે જ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે શોમાં એન્ટર થઈ છે.

પાયલ બોલી - 'કોઈ મને અડશે તો શો બંધ કરાવી દઈશ...'
શુક્રવારના આખા એપિસોડ દરમિયાન પાયલ રોહતગીને બે વાર બૂમો પાડતા સાંભળી શકાય છે. પાયલે બૂમો પાડી અને કહ્યુ કે જો કોઈ તેને શોમાં અડશે તો તે બધા સામે કેસ કરશે. વળી, અન્ય એક વાર પાયલ રોહતગીએ બૂમો પાડીને કહ્યુ, 'જો કોઈ મને અડશે તો હું એ સુનિશ્ચિત કરીશ કે આ શો બંધ થઈ જાય. હું બધા લોકો સામે કેસ પણ કરીશ, કોઈ મને અડીને તો બતાવે.'

પાયલ અને મંદાના વચ્ચે થઈ તુ-તુ, મે-મે
એક ટાસ્ક હાર્યા બાદ મંદાનાએ પોતાના સાથીઓને કહ્યુ, 'પાયલે આવીને મને કહ્યુ, 'તારે ત્યાં(ઓરેન્જ) ટીમમાં જવુ જોઈએ. સમસ્યા આ છે અને કાલે પણ આવુ જ થયુ હતુ.' પાયલે વચ્ચે બચાવ કરીને કહ્યુ કે તે એને પર્ફૉર્મ નથી કરવા દેતી. મંદાનાએ જવાબ આપ્યો, 'શું પરફૉર્મ? તુ શું પરફૉર્મ કરી રહી છે? મંદાનાએ નિશાને એ પણ કહ્યુ કે તે ઑરેન્જ ટીમનો હિસ્સો બનશે પરંતુ કોઈ પણ કાર્યમાં સક્રિય રીતે ભાગ નહિ લે. પછી પાયલ રોહતગીએ કહ્યુ, 'મે એને (મંદાના) અમારી ટીમમાં શૉટ્સ બોલાવવા માટે કહ્યુ પરંતુ એનો અર્થ એ નહિ કે તે મને ટાસ્કમાંથી બહાર કરી દે. અને હવે એ મને કહી રહી છે કે અમે ટાસ્ક હારી ગયા. કાલે એ ઈચ્છતી હતી અને મને ટાસ્કમાંથી બહાર કાઢી દીધી. એ મને ટીમની મદદ નથી કરવા દેતી, એણે મારી સાથે પહેલા જે થઈ રહ્યુ હતુ, તેનાથી કોઈ ફરક કેવી રીતે પડ્યો? એ કેપ્ટન હોવાનો દાવો નથી કરી શકતી જ્યારે તે મને બિલકુલ પણ ખોલવા નથી દઈ રહી.'

'પાયલ બિલકુલ પણ કામ કરવા નથી માંગતી..'
મંદાના મુનવ્વર ફારુકીને પણ કહેતી જોવા મળી કે પાયલ બિલકુલ પણ કામ કરવા નથી માંગતી. મંદાના પાયલ તરફ વળી અને તેને કહ્યુ, 'હું તમે એ કહેવા માંગતી હતી અને મને લાગે છે કે આ બોલવાનો સાચો સમય છે. તમને એ બતાવવાનો આ યોગ્ય સમય છે કે બહાર હેશટેગ ચાલી રહ્યા હતા, 'સંગ્રામ બચાવો.' જો કે, મંદાનાને આ વાત માટે ઘણા લોકોએ ટોકી અને કહ્યુ કે આપણે અહીં વ્યક્તિગત ન થવુ જોઈએ.

પાયલ બોલી - બિચારા પતિ પર આણે લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ
પાયલે કહ્યુ - આ મહિલા(નિશા)એ પોતાના જ પતિ સામે ઘરેલુ હિંસાનો કેસ કરાવ્યો છે. બિચારો. શું તમે વિચારી શકો છો, લગ્નમાં હિંસા? આજમાએ આગળ કહ્યુ, 'એટલા માટે એણે એને છોડી દીધો હશે. જો તે આવી જ રીતે વાત કરતી હોય તો તેને બીજુ શું મળશે?' જો કે નિશાને આ વાતોનુ ઘણુ ખોટુ લાગ્યુ અને તે રોવા પણ લાગી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
