લવ, ક્રાઇમ અને માયથોલૉજીની આભા હેઠળ ખોવાઈ ‘સાસ-બહૂ’!
મુંબઈ, 17 ડિસેમ્બર : નાના પડદે વર્ષ 2013 મહત્વનું રહ્યું છે. જૂની સીરિયલો એક બાજુ ચાલુ રહી, તો ઘણી બધી નવી-નવી સીરિયલોએ નાના પડદે આગમન કર્યું અને તેમાં સૌથી મહત્વની બાબત જે ઉપસીને આવી, તે એ હતી કે નવા વર્ષે સાસુ-વહુ પર આધારિત સીરિયલો અને કાર્યક્રમોનો ઘસારો થોડોક ઘટ્યો.
વર્ષ 2013નું સરવૈયુ જોઇએ, તો આ વર્ષે પ્રેમ, ગુના અને પૌરાણિકતા આધારિત સીરિયલો અને કાર્યક્રમો મોટી સંખ્યામાં શરૂ થયાં. ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા તથા સીઆઈડી જેવા ક્રાઇમ આધારિત કાર્યક્રમો વચ્ચે આ વર્ષે અનિલ કપૂરનો શો 24 શરૂ થયો, તો પૌરાણિક સીરિયલોની બાબતોમાં જોધા અકબર, મહાભારત અને બુદ્ધ જેવા નવા-નવા કાર્યક્રમો શરૂ થયાં. આ ઉપરાંત પ્રેમ તથા પરિવાર પર આધારિત પણ કેટલીક સીરિયલો શરૂ થઈ છે.
ચાલો તસવીરો સાથે જાણીએ નાના પડદે 2013માં શરૂ થયેલ મહત્વની સીરિયલો :

24
ઑક્ટોબર-2013થી કલર્સ પર શરૂ થયેલ અનિલ કપૂરના શો 24ને સારી લોકપ્રિયતા મળી છે. આ શો એક અમેરિકન શો પર આધારિત છે. અમેરિકન શોનું નામ પણ 24 જ છે. તેને લખ્યું છે રેન્સિલ ડિસિલ્વા, ભવાની ઐય્યર તથા પ્રિયા પિંટોએ. તેના દિગ્દર્શક અભિનય દેવ છે, તો નિર્માતા અનિલ કપૂર ફિલ્મ્સ છે.

બાની ઇશ્ક દા કલમા
આ સીરિયલ માર્ચ-2013માં કલર્સ પર શરૂ થઈ. અગાઉ તેનું નામ ગુરબાની રાખવામાં આવ્યુ હતું, પરંતુ કેટલીક શીખ સંસ્થાઓના વિરોધ બાદ તેનું નામ બદલી નંખાયું.

બુદ્ધ
ભગવાન બુદ્ધનું ચરિત્ર વર્ણન કરતી સીરિયલ બુદ્ધ ઝી ટીવી ઉપર શરૂ થઈ છે.

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ
ભારતીય કૉમેડીના બેતાજ બાદશાહ કપિલ શર્માનો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ કલર્સ ઉપર જૂન-2013માં શરૂ થયું હતું. આ શોના પાત્રો લોકપ્રિય થયાં છે.

દો દિલ એક જાન
દો દિલ એક જાનની શરુઆત લાઇફ ઓકે પર જૂન-2013થી થઈ. આ એક એક્શન રોમાંસ આધારિત વાર્તા છે.

એક નનદ કી ખુશિયોં કી ચાભી મેરી ભાભી
આ સીરિયલ જૂન-2013માં સ્ટાર પ્લસ ઉપર શરૂ થઈ. તેમાં એક નણંદ અને ભાભી વચ્ચેના જોડાણ તથા પ્રેમની વાર્તા છે. આ વાર્તા શેરગિલ પરિવાર આસપાસ ફરે છે. અગાઉ આ સીરિયલનું નામ શેર દિલ શેરગિલ હતું કે જેને પછી બદલી દેવાયું.

એક બૂંદ ઇશ્ક
લાઇફ ઓકે પર સપ્ટેમ્બર-2103થી શરૂ થયેલ એક બૂંદ ઇશ્ક સીરિયલે જુનૂન ઐસી નફરત તો કૈસા ઇશ્કનું સ્થાન લીધું. આ શોમાં વિરફ પટેલ તથા છવિ પાન્ડેની મુખ્ય ભૂમિકા છે.

ઇસ પ્યાર કો ક્યા નામ દૂં એક બાર ફિર
ઇસ પ્યાર કો ક્યા નામ દૂં એક બાર ફિર ઑગસ્ટમાં શરૂ થઈ. આ સીરિયલ ઇસ પ્યાર કો ક્યા નામ દૂંનો બીજો ભાગ છે. જોકે તેના કલાકારો યથાવત છે.

જોધા અકબર
જોધા અકબર ઝી ટીવીનો એક શો છે કે જે જૂન 2013માં શરૂ થયો હતો. એકતા કપૂર નિર્મિતા આ સીરિયલમાં રજત ટોક્સ તથા પરિધિ શર્મા મુખ્ય ભૂમિકા ભજવે છે. આ એક ઐતિહાસિક સીરિયલ છે.

મહાભારત
પૌરાણિક સીરિયલ મહાભારત સપ્ટેમ્બર-2913માં સ્ટાર પ્લસ ઉપર શરૂ થઈ કે જેમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા સૌરભ રાજ જૈન, અર્જુનની ભૂમિકા શાહિર શેખ તેમજ પૂજા શર્મા દ્રૌપદીની ભૂમિકા ભજવી રહ્યાં છે, તો અહમ શર્મા કર્ણના રોલમાં છે.

દેશ કી બેટી નંદિની
સોની ટીવી પર શરૂ થયેલ દેશ કી બેટી નંદિની સીરિયલ એક દીકરીના સંઘર્ષની વાર્તા છે કે જે રાજકારણ અને પરિવાર બંનેને સંભાળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
