તુમને પુકારા ઔર હમ ચલે આયે...
અમદાવાદ, 9 નવેમ્બર : ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે, દિલ હથેલી પે લે આયે રે...' ફિલ્મ રાજકુમારનું આ ગીત ચરિતાર્થ કરી રહ્યાં છે નવજ્યોત સિંહ સિદ્ધૂ. ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવતાં સિદ્ધૂ બિગ બૉસના ઘરમાંથી બહાર આવી રહ્યાં છે.

બિગ બૉસ 6ના ઘરે વગર કૅપ્ટન બન્યે કૅપ્ટન જેવું સન્માન પામી રહેલાં નવજ્યોતસિંહ સિદ્ધૂ શુક્રવારે એટલે કે આજે બિગ બૉસમાંથી બહાર આવી જશે. એવું એટલા માટે નથી થઈ રહ્યું કે બિગ બૉસના સભ્યોએ તેમને વોટ આઉટ કર્યાં છે, પરંતુ એવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ગુજરાતમાં થનાર વિધાનસભાની ચુંટણીઓમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે સિદ્ધૂ ભાજપ માટે પ્રચાર કરે. મોદીએ બોલવાતાં સિદ્ધૂને આજે જ શોમાંથી બહાર કાઢી દેવામાં આવશે.
સિદ્ધૂના પત્ની નવજ્યોત કૌરે કલર્સ ચૅનલને માહિતી અપી કે મોદીએ તેમને ફોન કરી જણાવ્યું છે કે મોદી સમક્ષ ગુજરાતમાં આગામી વિધાનસભા ચુંટણીઓ માટે સિદ્ધૂની જરૂરિયાત ઊભી થઈ છે અને તેથી સિદ્ધૂને બિગ બૉસના ઘરમાંથી બહાર આવવું પડશે.
સિદ્ધૂનાં પત્નીએ એમ પણ જણાવ્યું આ અગાઉ પણ બિગ બૉસની ચારેય સીઝન્સમાં તેમને બોલાવાયા હતાં, પરંતુ સિદ્ધૂ દરેક વખતે ઇનકાર કરી દેતા હતાં. આ વખતે જ્યારે બિગ બૉસના નિર્માતાએ તેમને વાત કરી, તો અંતે તેઓ તૈયાર થઈ ગયા. હાલ સિદ્ધૂને બિગ બૉસના ઘરના સભ્યો ખૂબ પસંદ પણ કરે છે અને તેમને ખૂબ સન્માન પણ આપે છે. સૌની સાથે સિદ્ધૂની સારી બૉડિંગ છે. જોકે આ સપ્તાહે વૃજેશ અને સપના સાથે સિદ્ધૂની ખૂબ શાબ્દિક અથડામણો થઈ, પરંતુ આમ છતાં સિદ્ધૂ કાયમની જેમ કૂલ રહ્યાં અને સૌને પોતાને પ્રેમ વહેંચતા રહ્યાં.
સિદ્ધૂ અગાઉ કરિશ્મા કોટક તથા અસીમે પણ અચાનક ઇમર્જંસીના કારણે બિગ બૉસના ઘરમાંથી બહાર થવુ પડ્યુ હતું. કહેવાય છે કે હવે બિગ બૉસમાં પોર્ન સ્ટાર પ્રિયા રાય એન્ટ્રી કરવાનાં છે. હવે જોવું એ છે કે સિદ્ધૂના ગયા બાદ બિગ બૉસના ઘરનો માહોલ કયો સ્વરૂપ લે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
