LinkedIn પર કોઈ જેઠાલાલ ના બનતા, ફ્રોડ થઈ જશે- બબિતા જીએ ફેન્સને ચેતવ્યા
LinkedIn પર કોઈ જેઠાલાલ ના બનતા, ફ્રોડ થઈ જશે- બબિતા જીએ ફેન્સને ચેતવ્યા
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીનો રોલ નિભાવનાર એક્ટ્રેસ મુનમુન દત્તા ફરીથી પરેશાન થઈ છે, જેનું કારણ છે ફેક અકાઉન્ટ. LinkedIn પર તેમના નામે કેટલીય ફેક પ્રોફાઈલ બની છે. જેને લઈ બબીતાજીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફેન્સને સૂચિત કર્યા છે કે, 'તે લિંક્ડઈન પર નથી.'

ફરી પરેશાન થઈ બબીતા જી
તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે જો તમે લિંક્ડઈન પર મારા નામે કોઈ સાથે વાતચીત કરી રહ્યા હોવ તો તમે 100 ટકા એક ફ્રોડ સાથે વાત કરી રહ્યા છો, આ બહુ અજીબ છે, હું સ્પષ્ટ કહી દઉં કે લિંક્ડઈનમાં મારું એકાઉન્ટ નથી.

કોણ છે મુનમુન દત્તા?
ટીવીની હૉટ એક્ટ્રેસમાંથી એક મુનમુન દત્તા પોતાના કામથી વધુ વિવાદને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બબીતા જીએ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના પર બબાલ મચી ગઈ હતી. જો કે વીડિયો જાહેર થયાના બે કલાક બાદ તેમણે તેને ડિલિટ કરી દીધો હતો.

જાતિ વિશેષ પર વાંધાજનક ટિપ્પણી
પરંતુ જાતિ વિશેષ ટિપ્પણીને લઈ તેમની સામે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને અન્ય કેટલીય જગ્યાએ એફઆઈઆર નોંધાઈ હતી, જે બાદ મુનમુન દત્તાને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી, જો કે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપે્તાં તમામ મામલાઓ પર રોક લગાવી દીધી હતી પરંતુ લોકોએ મુનમુન દત્તા પર વ્યંગ કરવો નહોતો છોડ્યો.

બાળ ગાયિકાના રૂપમાં કરિયર શરૂ કર્યું હતું
28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મુનમુન દત્તાએ બાળ ગાયિકાના રૂપમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તે આકાશવાણી અને દૂરદર્શન માટે પ્રોગ્રામ કરતી હતી. તેમણે જી ટીવીના 2004 ધારાવાહિક હમ સબ બારાતીમાં અભિનયની શરૂઆત કરી હતી. તેઓ મુંબઈ એક્સપ્રેસ અને હૉલિડે ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

બેબાકી માટે મશહૂર છે મુનમુન દત્તા
પોતાની બેબાકી માટે મશહૂર મુનમુન દત્તાએ વર્ષ 2917માં મીટૂ કેમ્પેનનો ભાગ બની કરેલા ખુલાસાઓ સૌકોઈને દંગ કરી દીધા હતા. મુનમુને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે કેવી રીતે તેમના પાડોશમાં રહેતા અંકલે તેમની સાથે ખોટું કામ કર્યું હતું, એટલું જ નહી મુનમુને એવો પણ ખુલાસો કર્યો હતો કે સ્કૂલ ટાઈમમાં તેમના ટ્યૂશન ટીચરે તેમના પ્રાઈવેટ પાર્ટ્સને અડવાની કોશિશ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
