તારક મેહતાની બબીતા જી MeTooનો શિકાર, બોલ્યાં કે...
તારક મેહતાની બબીતા જી MeTooનો શિકાર, બોલ્યાં કે...
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી એટલે કે મુનમુન દત્તાએ પોતે MeTooનો શિકાર થઈ હોવાનો ખુલાસો કર્યો છે. મુનમુન દત્તા બબીતા જીની ભૂમિકામાં પોતાની એક ખાસ ઓળખ બનાવી ચૂકી છે. ઘરે ઘરે તેમને પસંદ કરવામાં આવે છે. મીટૂ પર તેમણે કહ્યું કે મારી સાથે પણ મીટૂ થયું છે.
જણાવી દઈએ કે કેટલાક વર્ષો પહેલા મીટૂને લઈ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં બબાલ મચ્યો હતો. કેટલાય મોટા નિર્માતા, એક્ટર પર કેટલીય એક્ટ્રેસે મીટૂનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મુનમુન દત્તાએ વર્ષો બાદ આ મામલે ખુલાસો કર્યો છે. મુનમુન દત્તાએ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે હું ખરાબ સમયમાંથી પસાર થઈ શકતી હતી. આજે એ સમય યાદ કરીને બહુ માયૂસ થઈ જાવ છું.

લગાવ્યો ગંભીર આરોપ
મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું કે કેવી રીતે મીટૂ બાદ પણ હિમ્મતથી આગળ વધવું જરૂરી હોય છે. ચાલો જાણીએ મુનમુન દત્તાએ આ મામલે શું કહ્યું...

તમે હિમ્મત કરો અને તેનો મુકાબલો કરો
મુનમુન દત્તાએ લખ્યું કે તમારી આસપાસના લોકો જ આવું કરે છે, જો તમારી સાથે ક્યારેય આવું થાય તો હિમ્મત ના હારો અને તેનો મુકાબલો કરો.

દોષીને આકરી સજા અપાવવામાં મદદ કરો
મુનમુન દત્તાએ આગળ કહ્યું કે તમારી મા, બહેન કે તમારી ઘરની નોકરાણી સાથે પણ આવું થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમનો સાથ આપો. અને દોષીને આકરામાં આકરી સજા અપાવવામાં મદદ કરો.

આવા પ્રકારની વાતો ઈમોશનલ કરે છે
મુનમુને આગળ કહ્યું કે આવા પ્રકારની વાતો મને ઈમોશનલ કરે છે પરંતુ આ બધું હું એટલા માટે લખી રહી છું કેમ કે હું ઈચ્છું છું કે આગળથી આવું કોઈ સાથે ના થાય.

લાખો ફોલોઅર્સ
મુનમુનના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તેમની કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે.

રિયલ લાઈફમાં પણ ઘણી હોટ
બબીતા એટલે કે મુનમુન દત્તા જેટલી બોલ્ડ ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં દેખાય છે તેટલી જ હોટ રિયલ લાઈફમાં રહેવાનું પણ પસંદ કરે છે.
ઈન્ટરનેટ પર તસવીરો વાયરલ
મુનમુન દત્તા એટલે કે બબીતા જીની આ તમામ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ છવાયેલી છે.












Click it and Unblock the Notifications
