નાગિન 2માં આવશે ડબલ મજા, મોની રોયનું નવું સરપ્રાઈઝ...
ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી મોની રોય ફરી એકવાર ટીવી પરદે આવી રહી છે. ફેમસ એવી ટીવી સિરિયલ નાગિન જ્યારે બંધ થઇ હતી ત્યારે મોની રોયના ફેન્સ નિરાશ થઇ ગયા હતા. પરંતુ જેવી ખબર આવી કે નાગિન 2 ખુબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે તે ફેન્સ ખુશ પણ થયા હતા.

ફેન્સ મોની રોયને પાછી ફરેલી જોઈને ખુબ જ ખુશ છે અને મોની રોય પણ તેના ફેન્સ માટે એક ખાસ સરપ્રાઈઝ લઈને આવી રહી છે. જે નાગિન ફેન્સને ચોક્કસ ગમશે.

સરપ્રાઈઝ પણ ખુબ જ રસપ્રદ છે. આ સરપ્રાઈઝ એ છે કે નાગિન 2માં મોની રોય આપણે ડબલ રોલમાં જોવા મળશે.

આપણે જણાવી દઈએ કે નાગિનની પહેલી સીઝનમાં અર્જુન બિજલાનીએ પિતા અને પુત્રનો ડબલ રોલ કર્યો હતો. બસ તે જ રસ્તે મોની પણ ચાલી પડી છે.

નાગિનની બીજી સીઝનમાં મોની શિવન્યાની સાથે સાથે તેની જ દીકરી શિવાંગીનો રોલ પણ કરશે. આ સીઝનમાં અદા ખાન અને સુધા ચંદન પણ જોવા મળશે.

આપણે જણાવી દઈએ કે નાગિનની ટીઆરપી ખુબ જ હાઈ રહી હતી. એકતા કપૂર નાગિનની પ્રોડ્યૂસર હતી.
નાગિનની બીજી સીઝનને ખુબ જ ભવ્ય બનાવવામાં આવશે. સૂત્રો અનુસાર નાગિનનું બજેટ પણ વધારવામાં આવ્યું છે. જેના કારણે તેમાં ઉપયોગમાં લેવાયેલી સ્પેશ્યલ ઈફેક્ટ વધારે સારી દેખાઈ.

મોની રોય ની સિરિયલ નાગિન સુપર હીટ રહી હતી. આમ જોવા જઈએ કે છેલ્લા કેટલાક સમયથી મોની રોય ના કરિયરમાં ખૂબ જ સારો ઉછાળ આવ્યો છે. આ સારા કરિયર માટે તેની સિરિયલ નાગિનનો પણ મોટો હાથ છે.

જ્યાં નાગિન સિરિયલ પોતાની અલગ કહાનીને કારણે પોપ્યુલર રહી. ત્યાં જ નાગિનની મુખ્ય અભિનેત્રી મોની રોય પણ આ શો ધ્વારા ટીવીની સુપરહીટ અભિનેત્રી બની ચુકી છે. નાગિન ના અવતારમાં લોકોને મોની રોય ખુબ જ પસંદ આવી.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
