કપિલ શર્માની લાખોની ફી, કૃષ્ણા અભિષેકનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું પૈસા તો!
કપિલ શર્માની લાખોની ફી, કૃષ્ણા અભિષેકનો ચોંકાવનારો ખુલાસો
કહેવામાં કંઈ વાંધો નથી કે એક વર્ષના ઈંતેજાર બાજ જ ભલે પણ કપિલ શર્માએ દર્શકો વચ્ચે દમદાર વાપસી કરી છે. જેનો નજારો ધી કપિલ શર્મા શોના પહેલા એપિસોડમાં જોઈ ચૂક્યા છો. દર્શકોની વચ્ચે લોકપ્રિયતાને જોતા સલમાન ખાન, સલીમ ખાન સ્પેશિયલ એપિસોડને પણ ટીઆરપી ઉછાળ મળવી નક્કી માનવામાં આી રહી છે. આ બધાની વચ્ચે ફરી એકવાર કપિલ શર્મા ચર્ચામાં આવી ગયા છે. જેનું કારણ છે કપિલ શર્માની ફી.
તાજેતરમાં જ અહેવાલ આવ્યા કે કપિલ શર્માના દરેક એપિસોડની ફી 60-80 લાખ રૂપિયા હતી. જો કે એક વર્ષના બ્રેકે કપિલની ફીના સ્તરને અડધાથી ઓછી કરી દીધઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કપિલ પોતાના નવા શો માટે દર એપિસોડ માટે 15 લાખ રૂપિયા ફી લઈ રહ્યો છે.

કપિલને મળે છે આટલી ફી
જો કે આના પર કપિલ શર્માનું હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. કપિલ શર્મા શોના સભ્ય અને સુપરહિટ કૉમેડિયન કૃષ્ણા અભિષેક આ મામલે સામે આ્યા છે. એક વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન કૃષ્ણાએ કપીલની ફીને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કૃષ્ણાએ કહ્યું કે તે માત્ર અફવા છે. અમને બધાને સારું મેનતાણું મળી રહ્યું છે. આમપણ અમારો પહેલો ઉદ્દેશ્ય કામ કરવું છે. પૈસા તો ગૌણ વસ્તુ છે. મને જણાવતાં ખુશી થઈ રહી છે કે કપિલ શર્મા શો દુનિયાનો સૌથી મોટો કોમેડી શો છે અને આનાથી કોઈ ઈનકાર ન કરી શકે. અહીં જાણો, કપિલ શર્માની આ વખતેની ટીમને કેટલી ફી આપવામાં આવી રહી છે.

કૃષ્ણા અભિષેક
કપિલ શર્મા શોની ટીમના સૌથી ખાસ સભ્ય અને સુપરસ્ટાર કૃષ્ણા અભિષેકને દરેક એપિસોડ માટે 10-15 લાખ રૂપિયા મળી રહ્યા છે.

ભારતી સિંહ
ભારતી સિંહ આ શોમાં બચ્ચા યાદવની પત્ની બની છે. આ શો માટે ભારતીને દરેક એપિસોડ માટે લગભગ 12 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.

કીકૂ શારદા
કપિલ શર્મા શોના જૂના સાથી કીકૂ શારદા આ વખતે કોઈ છોકરીના નહિ બલકે દૂધવાળા યાદવની ભૂમિકામાં છે. કીકૂને દરેક એપિસોડ માટે 6-7 લાખ રૂપિયા મળી રહ્યા છે.

ચંદન પ્રભાકર
કપિલના ખાસ દોસ્ત ચંદન પ્રભાકર આ વખતે પણ શોનો ભાગ બન્યો છે. અહેવાલો મુજબ ચંદનને દરેક એપિસોડ માટે 4-5 લાખ રૂપિયા મળી રહ્યા છે.

નવજોત સિંહ સિદ્ધુ
કપિલના શોના સૌથી ખાસ દર્શક નવજોત સિંહ સિદ્ધુને માત્ર બેસવા અને હસવા માટે દરેક શો દીઠ 10 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.

સુમોના ચક્રવર્તી
સુમોના ચક્રવર્તી આ વખતે શોમાં કપિલની પાછળ નથી ભાગી રહી. આ વખતે તે ભારતીની બહેનની ભૂમિકામાં છે. તે એક એપિસોડ માટે 5-6 લાખ રૂપિયાની ફી લઈ રહી છે.

રોશેલ રાવ
રોશેલ રાવ પણ કપિલ શર્મા શોમાં જોવા મળી રહી છે. જેના દરેક એપિસોડની ફી 2-4 લાખ રૂપિયાની વચ્ચે જણાવવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
