શું 'ધ કપિલ શર્મા શો'માંથી બહાર થઈ ગઈ ભારતી સિંહ? કિકુ શારદાએ જણાવી સચ્ચાઈ
લેટેસ્ટ રિપોર્ટની માનીએ તો ચેનલે ભારતીને શોમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. જાણો કિકુ શારદાએ શું કહ્યુ.
નવી દિલ્લીઃ જાણીતી કૉમેડિયન ભારતી સિંહને હાલમાં જ કોર્ટમાંથી જામીન મળ્યા છે. ભારતી અને તેના પતિ લેખક તેમજ ટીવી એન્કર હર્ષ લિંબાચિયાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ તેમના ઘરે અને ઑફિસમાં પાડેલી રેડ બાદ ધરપકડ કરી લીધી હતી. તેમના ઘરેથી ગાંજો પણ જપ્ત થયો હતો. ત્યારબાદથી એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે હવે ભારતી સિંહ કૉમેડી શો 'ધ કપિલ શર્મા શો'માંથી બહાર થઈ જશે. લેટેસ્ટ રિપોર્ટની માનીએ તો ચેનલે ભારતીને શોમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ કથિત રીતે કપિલ શર્મા ચેનલના આ નિર્ણયના વિરોધમાં છે. જો કે ચેનલ પોતાના નિર્ણય પર અડગ છે.

કિકુ શારદાએ શું કહ્યુ?
આ વિશે જ્યારે કૉમેડિયન કિકુ શારદાને પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ કે તેમને આના વિશે ખબર નથી. કિકુ શારદાએ કહ્યુ, 'અમે તો કાલે જ શૂટિંગ કર્યુ છે અને તે શૂટિંગ પર નહોતી. પરંતુ આ ઘણી સામાન્ય વાત છે કારણકે તે દરેક એપોસોડમાં અમારી સાથે શૂટ નથી કરતી.' તેમણે આગળ કહ્યુ, 'અહીં સુધી કે મે એ વિશે કંઈ પણ સાંભળ્યુ નથી કે તે શોનો હિસ્સો નથી. તે માત્ર કાલે શૂટ પર નહોતી અને આ સિવાય કોઈ વાત નથી.'

ભારતીના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો
ભારતીના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો ઉલ્લેખનીય છે કે શનિવારે એક ડ્રગ્ઝ પેડલરની માહિતી મુજબ એનસીબીએ ભારતી સિંહની ઑફિસ અને ઘરે રેડ પાડી હતી. આ રેડમાં ભારતી સિંહના ઉપનગરીય વિસ્તાર અંધેરી સ્થિત તેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તે બાદ બંનેને પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા. પરંતુ સોશિયલ મીડિયા પર ભારતી વિશે ઘણા પ્રકારના મીમ્સ શેર કરવામાં આવ્યા. વળી, ઘમા લોકોએ તેનો વિરોધ પણ કરવો શરૂ કરી દીધો. એવુ પણ કહેવાય છે કે ભારતીએ જામીન મળ્યાના આગલા દિવસે જ કામ શરૂ કરી દીધુ હતુ. તેણે કૃષ્ણા અભિષેક સાથે સોનુ શૂટિંગ કર્યુ હતુ.

નાના પડદાનુ મોટુ નામ છે ભારતી સિંહ
તમને જણાવી દઈએ કે નાના પડદાનુ મોટુ નામ ભારતી સિંહ હાલમાં કૉમેડિયન તરીકે ઘણા જાણીતા ટીવી શોનો હિસ્સો છે. ટીવીમાં અમુક વર્ષોમાં આવેલ કૉમેડી શો જેવા કે કૉમેડી સર્કસ, કૉમેડી સર્કસ મહાસંગ્રામ, કૉમેડી સર્કસ કા જાદૂ, કહાની કૉમેડી નાઈટ્સ બચાઓ અને ધ કપિલ શર્મા શો દ્વારા ભારતી સિંહે સફળતાની નવી ઉંચાઈઓ સર કરી છે. તેણે વર્ષ 2017માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત એક શોના સેટ પર થઈ હતી. ધીમે ધીમે તેમની વચ્ચે દોસ્તી થઈ અને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્નનો નિર્ણય કર્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
