Excl : કેબીસીમાં અમિતાભના ગીત પર નાચ્યાં રામ કપૂર
મુંબઈ, 11 ડિસેમ્બર : જો આપ પણ બડે અચ્છે લગતે હૈં સીરિયલના રામ કપૂર તેમજ પ્રિયાના ફૅન છે. સાથે જ જો ડૉક્ટર અવિનાશ તેમજ ડૉક્ટર નિધિનો વય કરતાં વધુ પ્રેમ આપને કંઇક પોતીકું જેવું લાગે છે, તો આ વીકેન્ડ કૌન બનેગા કરોડપતિ આપના માટે કોઈ ટ્રીટથી કમ નહીં હોય. હકીકતમાં આ શનિવાર તેમજ રવિવાર કૌન બનેગા કરોડપતિના 300 એપિસોડ પૂર્ણ થતાં રામ કપૂર સાથે પ્રિયા કપૂર તેમજ ડૉક્ટર અવિનાશ સાથે ડૉક્ટર નિધિ અમિતાભ બચ્ચન સાથે હૉટ સીટે બેસી ગેમ રમશે.
એક બાજુ રામ કપૂર તેમજ પ્રિયા સાથે તેમના પુત્રી બિગ બી અમિતાભ ને બટાટાના પરાઠા ખવડાવશે તથા અમિતાભ સાથે પોતાની ઑનસ્ક્રીન જોડી સાથે જોડાયેલ કંઈક ખાટી-મીઠી વાતો શૅર કરશે, તો બીજી બાજુ ડૉક્ટર અવિનાશ તેમજ નિધિ સ્ક્રીન પર ડૉક્ટરોના પાત્રો ભજવવામાં આવતી મુશ્કેલીઓ અંગે થોડાંક સવાલ પુછશે તથા ડૉક્ટર અવિનાશ બતાવશે કે તેઓ રીયલ લાઇફમાં આટલાં ગંભીર બિલ્કુલ નથી અને આ પાત્ર ભજવવા માટે તેમને કેટલી મહેનત કરવી પડે છે.
રામ કપૂરે અમિતાભના હિટ ગીત પર ડાંસ કરીને પણ બતાવ્યું તથા જ્યારે તેમના પુત્રીને અમિતાભે ડાંસ માટે ન પુછ્યું, તો પિહુ નારાજ થઈ. પછી પિહુને ફરીથી ફ્લોર પર બોલાવી ડાંસ કરાવાયો. રામ કપૂર આ ગેમ શોમાં જીતેલા નાણાં મૅજિક બસ ફાઉન્ડેશનને આપશે તથા પ્રિયા પોતાની રકમ વી કૅર ફાઉન્ડેશનને આપશે. રામ તથા પ્રિયા મળી કુલ્લે 12 લાખ 50 હજાર રુપિયા જીતશે. બીજી બાજુ ડૉક્ટર આશુતોષ તથા ડૉક્ટર નિધિએ આ ગેમ શોમાં 6 લાખ 40 હજાર રુપિયા જીત્યાં. આશુતોષ આ રકમ સલમાન ખાનની સંસ્થા બીંગ હ્યુમન માટે દાન કરશે તથા નિધિ ઉદયપુર ખાતે આવેલ નારાયણ સેવા સંસ્થાનમાં આ રકમ આપશે.
આવો જોઇએ કેબીસીના સેટની કેટલીક એક્સક્લુસિવ તસવીરો તથા સાથે જ જાણીએ અમિતાભ સાથે પ્રિયા, રામ કપૂર, આશુતોષ તેમજ નિધિએ બીજી કઈ-કઈ વાતો કરી.

કેબીસી
રામ કપૂર અને પ્રિયાનું જ્યારે અમિતાભ બચ્ચને સ્વાગત કર્યું, તો રામ કપૂરે જણાવ્યું કે ધન્યવાદ તો અમારે કરવું જોઇએ કે આપે અમને શોમાં બોલાવ્યાં. રામ કપૂર બીજી વાર સાક્ષી સાથે આ શોનો ભાગ બનવા આવ્યાં છે, તો સાક્ષી ચોથી વાર આ શોમાં પાર્ટિસિપેટ કરવા આવ્યાં છે.

કેબીસી
રામ અને પ્રિયા સાથે બડે અચ્છે લગતે હૈં સીરિયલમાં તેમની પુત્રી બનનાર પિહુ પણ તેમની સાથે આવી. પિહુએ અમિતાભને બટાટાના પરાઠા પણ આપ્યાં.

કેબીસી
પ્રિયાએ માહિતી આપી કે રામ કપૂર તો નસકોરા લેતા જ હતા. હવે તેમની પુત્રી પિહુ પણ આવી ગઈ છે નસકોરા લેવાં. હવે મને લાગે છે કે ઘરમાંથી ઍલર્મ ક્લૉક તથા ડોરબેલ બધુ હટાવી દઉં તથા આમના નસકોરા રેકૉર્ડ કરી લગાવી લઉં.

કેબીસી
રામ કપૂરે જણાવ્યું - હું આજે આ શો માટે એટલો ઉત્સાહિત હતો કે મેં સવારે 7 વાગ્યે ઉઠી સૌપ્રથમ ટ્વિટ કર્યું કે હું આજે અમિતાભ બચ્ચને મળવાનો છું. જવાબમાં અમિતાભે જણાવ્યું - નહીં, મેં સવારે ટ્વિટ નથી ક્રયું અને જઈને પણ નથી કરવાનો.

કેબીસી
અમિતાભે પૂછતાં રામ અને પ્રિયાની ઑનસ્ક્રીન પુત્રી પિહુએ જણાવ્યું કે રામ અને પ્રિયાએ આ ગેમ શો માટે ખૂબ તૈયારીઓ કરી છે જનરલ નૉલેજની બુકમાંથી.

કેબીસી
અમિતાભે સાક્ષીના ખૂબ વખાણ કર્યાં તથા જણાવ્યું કે તેઓ કાંજીવરમ સાડીમાં ઘણાં સુંદર દેખાય છે.

કેબીસી
સોનીના શો કુછ તો લોગ કહેંગેના ડૉક્ટર આશુતોષ તથા નિધિ પણ કેબીસીના 300માં એપિસોડમાં આવ્યાં.

કેબીસી
ડૉક્ટર આશુતોષે જણાવ્યું કે તેઓ પોતાના અંગત જીવનમાં આટલા ગંભીર નથી. નિધિએ કહ્યું કે આ પાત્રો ભજવવામાં અમને બિલ્કુલ મુશ્કેલી નહીં થઈ, કારણ કે અમારા લેખક અને દિગ્દર્શકે અમારા માટે આ કાર્ય ખૂબ સરળ કરી આપ્યુ હતું.

કેબીસી
આશુતોષે અમિતાભ સાથે પોતાના અંગત જીવન અંગે જણાવ્યં કે તેઓ પોતાના પત્નીને એક શો દરમિયાન મળ્યા હતાં અને પછી તેમણએ જ પીછો કરી પોતાની પત્નીને પટાવી.

કેબીસી
નિધિએ જણાવ્યું કે તેમણે કોઈ એક્ટિંગ નથી શીખી. જે કંઈ શીખ્યું છે, તે અહીં જ શીખ્યું છે.

કેબીસી
આશુતોષે અમિતાભને જણાવ્યું કે તેમની અને અમિતાભ બચ્ચની વેડિંગ એનિવર્સરી એક જ દિવસે આવે છે એટલે કે 30મી જૂને.

કેબીસી
નિધિએ અમિતાભને બતાવતાં જણાવ્યું કે સવારે જ્યારથી હું ઉઠી છું, ત્યારથી હું એમ વિચારી નર્વસ છું કે આપને મળવાની છું.

કેબીસી
અમિતાભે પોતાના દર્શકોને જણાવ્યું કે નિધિની સૌથી મોટી પ્રૉબ્લેમ એ છે કે તેઓ પ્રૉબ્લેમ બોલી નથી શકતાં.

કેબીસી
આશુતોષ તથા નિધિને જ્યારે અમિતાભે સવાલ કર્યો કે તેઓ ડૉક્ટરી ભાષાનો પ્રયોગ કેમ કરે છે, તો તેમણે જણાવ્યું કે ગૂગલની મદદથી.

કેબીસી
અમિતાભે નિધિને સવાલ કર્યો કે રીયલ લાઇફમાં તેમના કેટલાં ઉમેદવારો છે અને તેઓ શું કોઈનો પીછો કરે છે, તો નિધિએ જણાવ્યું કે તેઓ કોઈનો પીછો નથી કરતાં અને તેમના અનેક ઉમેદવારો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
