બિગ બૉસના ઘરમાં જાદુ, કરિશ્મા કોટક છૂમંતર
લોનાવાલા, 27 ડિસેમ્બર : બિગ બૉસના ઘરે બુધવારની રાત્રે એવો જાદુ થયો કે ઘરના સૌથી સ્વિટ અને સૌથી સુંદર કન્યા કરિશ્મા કોટક છૂમંતર થઈ ગયાં. કરિશ્મા બહાર થતાં ઘરના સૌ સભ્યો શૉક્ડ રહી ગયાં. કોઈને વિશ્વાસ નહોતો કે તેઓ આ વખતે આઉટ થઈ જશે. હકીકતમાં આ વખતે વગર નૉમિનેશને જ કોઈ બહાર થયું છે. એમ તો કરિશ્મા ઉપરાંત બે બીજી કન્યાઓ બાલ-બાલ બચી ગયાં. તેઓ હતાં સપના અને સના.

થયું એમ કે બિગ બૉસના ઘરમાં એક મૅજિક શોનું આયોજન કરાયું કે જેમાં જાદુગરે ત્રણ ડબ્બામાં કરિશ્મા, સના અને સપનાને મુક્યાં. બે વાર તેમને ગાયબ કરવાના પ્રયત્ન કરાયાં, પરંતુ ત્રણે ગાયબ ન થયાં. ત્રીજી વાર સપના અને સના તો પરત ફર્યાં, પરંતુ કરિશ્મા છૂમંતર થઈ ગયાં. જાદુ ખત્મ થતાં જ જાદુગરે પોતાના બોરિયા-બિસ્તર સમેટ્યાં અને ચાલતો થયો.
જાદુગર ગયા બાદ સૌ ઘરવાળા કરિશ્માને શોધવા લાગ્યાં. કોઇકે કહ્યું કે બેડ નીચે હશે, તો કોઈ બોલ્યું બાથરૂમમાં, તો કોઇકે ત્રણ વાંદરા પાસે તેમને શોધ્યાં. ત્યારે જ જાહેરાત થઈ કે ઘરથી બેઘર કરવાની પ્રક્રિયા સમ્પન્ન થઈ ગઈ. આ પ્રક્રિયાથી ઘરમાં હાજર તમામ સભ્યો ખૂબ નિરાશ થયાં. થોડીક જ વાર બાદ કરિશ્માએ ઘરમાં મુકાયેલ પીસીઓ બૂથ ઉપર ફોન કર્યો અને સૌ ઘરવાળાઓને બાય કહ્યું. તેમનો ફોન રાજીવે રિસીવ કર્યો, જ્યારે ફોન કરિશ્માના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ નિકેતન ઉપાડવા માંગતા હતાં. તેથી નિકેતન અને રાજીવ વચ્ચે થોડીક ગરમાગરમી પણ થઈ. ઘરમાંથી બહાર નિકળ્યા બાદ ટેલીવિઝન કૉમ્પેરર કરિશ્મા કોટકે જણાવ્યું કે તેમનું બહાર થવું તેમના પોતાના માટે પણ આશ્ચર્યજનક હતું. ખેર સરવાળે કરિશ્મા ખૂબ ખુશ છે અને અંતે તેમણે જણાવ્યું કે તેઓ બિગ બૉસના ઘરમાં પોતાના અનુભવો ક્યારેય નહીં ભુલી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
