Pictures : કરણે શાહરુખ-મલાઇકને કહ્યું ‘થૅંક્સ’
મુંબઈ, 24 નવેમ્બર : આજે રાત્રે દેશના ખૂણેખૂણાથી પોતાનું ટૅલેન્ટ બતાવવા આવેલ પ્રતિસ્પર્ધીઓમાંથી બિવાશ એકેડેમીના સુમંત અને સોનાલીને ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટના વિજેતા જાહેર કરાશે. આઈજીટીના આ ફિનાલેમાં જબ તક હૈ જાનની ટીમ શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યાં છે. શોના ફિનાલે દરમિયાન કરણ જૌહર કે જે શાહરુખના નજીકના મિત્ર છે, તેઓએ શાહરુખ તથા મલાઇકા અરોરા ખાનને થૅંક્સ કહ્યું. હવે કરણે એમ કેમ કહ્યું, તે જાણવા માટે આગળ વાંચો.
થયું એમ કે શાહરુખ અને મલાઇકાએ ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટના ફિનાલેમાં દિલ સે ફિલ્મના છંઇયા છંઇયા... ગીત પર ડાંસ કર્યો હતો અને તેમનો ડાંસ જોઈ દરેકે તેમની કેમેસ્ટ્રીના વખાણ કર્યાં. શોના જજ કરણ જૌહર તથા ફરાહ ખાને શાહરુખ તેમજ મલાઇકાના વખાણ કરતાં જણાવ્યું - મારી ફિલ્મ કાલ શાહરુખ અને મલાઇના ડાંસના કારણે જ ચાલી શકી. કાલમાં જે પણ ધમાલ થઈ, તે માત્ર શાહરુખ અને મલાઇકને આભારી હતી. થૅંક્સ ટુ શાહરુખ એન્ડ મલાઇકા.
નોંધનીય છે કે શાહરુખ અને મલાઇકાએ સૌપ્રથમ દિલ સે ફિલ્મમાં એક સાથે ટ્રેન ઉપર છંઇયા છંઇયા ગીત પર ડાંસ કર્યો હતો. તેમનું આ ગીત ફિલ્મની જાન હતી. આ ગીતે ખૂબ ધૂમ મચાવી હતી. પછી કરણ જૌહરે નિર્માતા તરીકે કાલ ફિલ્મ બનાવી અને તેના ટાઇટલ સૉંગમાં શાહરુખ તેમજ મલાઇકાએ ખૂબ ધમાલ મચાવી. માત્ર આ ગીત જોઈ લોકો થિયેટરમાં કાલ જોવા ગયા હતાં. ફિલ્મ તો બૉક્સ ઑફિસે કઈં ખાસ ઉકાળી શકી નહિં, પણ આ ગીત ખૂબ જાણીતુ થયું.

મલાઇકા-કૅટ
મલાઇકા અને જબ તક હૈ જાનના હીરોઇન કૅટરીના કૈફ.

સેક્સી લુક
મલાઇકા અરોરા ખાનનો સેક્સી લુક આજે પણ તેમને કોઈ પણ ફિલ્મની જાન બનાવી શકે છે.

મુન્ની બદનામ હુઈ
દબંગના હિટ ગીત મુન્ની બદનામ હુઈ... પર કમરને લટકા-ઝટકા આપતા મલાઇકા અરોરા ખાન.

અનારકલી ડિસ્કો ચલી
હાઉસફુલ 2ના સુપરહિટ ગીત છોડાછાડ કે અપને સલીમ કી ગલી, અનારકલી ડિસ્કો ચલી... પર પણ મલાઇકાએ ડાંસ કર્યો.

છંઇયા છંઇયા છવાયું
મલાઇકાએ શાહરુખ સાથે પણ દિલ સે ફિલ્મના હિટ ગીત છંઇયા છંઇયા પર ડાંસ કર્યો. તેમની જોડી જોઈ સૌ ખુશખુશાલ થઈ ગયાં.

કરણે કહ્યું થૅંક્સ
કરણે મલાઇકા અને શાહરુખને થૅંક્સ કહ્યું. કરણે જણાવ્યું કે તેમના કારણે જ કાલ ફિલ્મના આયટમ સૉંગે ધમાલ મચાવી અને ફિલ્મ ચાલી શકી.

પ્રતિસ્પર્ધીઓ સાથે ડાંસ
આઈજીટીના પ્રતિસ્પર્ધીઓ સાથે ડાંસ કરતાં મલાઇકા અરોરા ખાન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
