દારૂને કારણે કપિલ શર્માની હાલત ગંભીર, ફેન્સ માટે ચોંકાવનારી ખબર
ફરી એકવાર કપિલ શર્મા ખબરોનો હિસ્સો બની ચુક્યા છે. એવી ખબર જેના પર વિશ્વાસ કરવો પણ ખુબ જ મુશ્કિલ છે.
ફરી એકવાર કપિલ શર્મા ખબરોનો હિસ્સો બની ચુક્યા છે. એવી ખબર જેના પર વિશ્વાસ કરવો પણ ખુબ જ મુશ્કિલ છે. હાલમાં જ ખબર આવી હતી કે કપિલ શર્મા પોતાની ગર્લફ્રેંડ ગિન્ની સાથે મુંબઈની બહાર ફરવા ગયા છે.
હાલમાં આ ખબર ખોટી જણાવવામાં આવી રહી છે. મળતી જાણકારી અનુસાર કપિલ આ સમયે દારૂથી દૂર જવા માટે ઘણા ઉપાય કરી રહ્યા છે. તેઓ પોતાની આદત છોડવા માટે રિહેબમાં ઉપચાર કરાવી રહ્યા છે.
આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ સુનિલ ગ્રોવર સાથે ફાઇટ અને કપિલ શર્મા શૉ બંધ થવાથી કપિલ દારૂનો શિકાર બન્યા હતા. તેઓ પોતાના ઉપચાર માટે હોસ્પિટલમાં છે. હાલમાં જ કપિલ શર્મા પોતાની ગંદી ગાળો બોલતા ઓડિયો કલીપને કારણે ચર્ચામાં આવી ગયા હતા. હાલમાં કપિલે પોતાને જુના કપિલ શર્મામાં ફેરવવું ખુબ જ જરૂરી છે.
મળતી ખબરો અનુસાર કપિલ શર્મા આઇપીએલ પછી ટીવી પર શાનદાર કમબેક કરી શકે છે પરંતુ એક નજર કરો પ્રીતિ ઘ્વારા કરવામાં આવેલા ખુલાસા પર...

ગાળો ભરેલા ટવિટ કપિલની ગર્લફ્રેન્ડ ઘ્વારા થયા
પ્રીતિ ઘ્વારા જણાવવામાં આવ્યું કે થોડા દિવસ પહેલા કપિલ જાતે મારા ઘરે આવ્યા હતા અને અમે નવા શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ અંગે ચર્ચા પણ કરી હતી. અમે આખી ટીમને ફરી સાથે લાવવા અંગે વિચાર કરી રહ્યા હતા. પરંતુ બે દિવસ પછી કપિલે જણાવ્યું કે તેમની ગર્લફ્રેન્ડ નથી ઇચ્છતી કે હું અને કપિલ સાથે કામ કરીયે. પ્રીતિને શંકા છે કે કપિલ શર્માના ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા ગાળો ભરેલા ટવિટ તેમની ગર્લફ્રેન્ડ ગિન્ની એ કર્યા હતા.

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મુસીબત
કપિલ શર્માની એક્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કપિલ અને તેમના વચ્ચે 8 વર્ષનો રિલેશન હતો. જે ગયા વર્ષે કેટલાક અંગત કારણોસર છોડવો પડ્યો. ત્યારપછી કપિલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મુસીબતોનો સામનો કરી રહ્યાં છે.

કપિલ આત્મહત્યા અંગે વાત કરતા હતા
પ્રીતિએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારા અને કપિલ વચ્ચે બ્રેકઅપ થયા પછી પણ ક્યારેક ક્યારેક વાત થઇ જતી હતી. તે દરમિયાન તેમને જણાવ્યું હતું કે તેઓ ડિપ્રેશનમાં છે અને તેઓ આત્મહત્યા કરવાની પણ વાતો કરતા હતા.

હું કપિલનું જીવન મેનેજ કરતી હતી
પ્રીતિ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી હું અને મારી બહેન નીતિ તેમની સાથે હતા ત્યાં સુધી તેમના જીવનમાં કોઈ સમસ્યા ના હતી. હું તેમનો શૉ જ નહીં પરંતુ તેમની લાઈફ પણ મેનેજ કરતી હતી. પ્રીતિને કપિલના ગુસ્સા પર કોઈ જ નારાજગી નથી. તેને કહ્યું કે મેં કપિલને પ્રેમ કર્યો છે અને તેની આવી હાલત નથી જોઈ શકતી, હું બસ ઇચ્છુ છું કે તેઓ જલ્દી ઠીક થઇ જાય.

ધ કપિલ શર્મા શૉ
આપને જણાવી દઈએ કે પ્રીતિ જયારે કપિલ શર્મા સાથે "ધ કપિલ શર્મા શૉ" માટે મેનેજર તરીકે કામ કરતી હતી. ત્યારે જ બંને વચ્ચે અફેર અંગે ખબરો આવી હતી. પરંતુ જયારે કપિલે ઘોષણા કરી કે તેઓ ગિન્ની સાથે લગ્ન કરશે ત્યારે બંને વચ્ચેના સંબંધમાં ખટાસ આવી ગયી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
