આ રહ્યા 'ઝલક દિખલા જા'ના ફાઇનલ લિસ્ટ, કોણ છે આપનું પ્રિય
[ટેલીવિઝન] ઝલક દિખલા જાના જૂનમાં પોતાની દસ્તક આપવા માટે તૈયાર છે. આ શોના સાત સિઝન ખૂબ જ શાનદાર રહ્યા છે અને હવે આ શો પોતાના આઠમાં સિઝનમાં પગરણ કરી ચૂક્યું છે. અત્યાર સુધી આ શોએ ઘણી બધી સેલિબ્રિટીઝને જનતા સાથે જોડવાનું કામ કર્યું છે જે અત્યાર સુધી માત્ર પર્દા પર જ દેખાતા હતા. જ્યારે આ મંચે કેટલાંક એક્ટર્સની કિસ્મત પણ બદલી નાખી.
ગુરમીત ચૌધરી, સુશાંત સિંહ રાજપૂત, સિદ્ધાર્થ શુક્લા જેવા એક્ટર હવે બોલીવુડમાં પોતાનું નામ કરી રહ્યા છે. તેમણે ઘણી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
આવો એક નજર કરીએ ફાઇનલિસ્ટ પર...

સનાયા ઇરાની
હા, આપની ખુશી કુમારી ગુપ્તા એટલે કે છનછન. ગુંજન બનીને સૌનું દિલ તો તે જીતી ચૂકી છે, હવે તે ઝલકની ટ્રોફી જ તો છે.

ફૈસલ ખાન
આપણા નાના મહારાણા પ્રતાપે ડીઆઇડી ડાંસિંગ સ્ટારથી પોતાની ઓળખ બનાવી છે અને હવે તે સેલિબ્રિટી ડાંસિંગ શોનો પણ ભાગ બની ગયા છે. વાહ.

દીપીકા સૈમસન
બસ અમે એ વિચારી રહ્યા છીએ કે સિમર અત્રે નાચવામાં વ્યસ્ત થઇ જશે તો સાસરીનું શું થશે. જો કોઇએ સસુરાલ સિમર કા શરૂઆતથી જોયું છે તો તેની વાર્તા ડાંસથી જ શરૂ થઇ હતી.

સ્કારલેટ વિન્સન
સ્કારલેટ એક મોડલ છે અને તે એક વર્ષથી ડાંસ શીખી રહી છે. કોઇએ બીજું કંઇ સાંભળવું છે?

કવિતા કૌશિક
આપણી ચંદ્રમુખી ચૌટાલા ખૂબ જ સુંદર ડાંસર છે અને તે એક્સ બોયફ્રેંડ કરણ ગ્રોવરની સાથે નચ બલિયેમાં જલવો દેખાડી ચૂકી છે.

રાધિકા મદાન
હા, આ વખતે કલર્સની બે વધૂઓ ઝલક દિખલા જામાં ટકરાશે. આપની ફેવરિટ કોણ છે ઇશાની કે સિમર?

મોહિત મલિક
જોકે અફવાહો ડોલી મર્યાદાની વહૂની ઝલક જોઇન કરવાની હતી પરંતુ અહીં તો તેમના પુત્ર જ આવી ગયા.

આશીષ ચોધરી
આશીષ ચોધરી બોલીવુડ માટે નવું નામ નથી. બાદમાં તેમણે ટીવીમાં પણ પોતાની ઓળખ બનાવી. જોઇએ હવે તેઓ ડાંસિંગમાં શું ધમાલ મચાવે છે.

રફ્તાર
દિલિન નાયર ભારતના ખૂબ જ જાણીતા રૈપર છે. યોયો હની સિંહ ટાઇપ. હવે તેમનો રૈપ ડાંસની સાથે મેલ ખાય છે કે નહીં તે જોવાનું રહ્યું.

શમિતા શેટ્ટી
બિગ બોસ બાદ શમિતા શેટ્ટી વધુ એક રિયાલીટી શો કરી રહી છે. તેમનો શરારાનો જાદુ હજી સુધી યથાવત છે કે નહીં, તે ઝલક બતાવશે.

વિવિયન ડીસેના
આ વખતનું વિનર કોણ હશે? મધુબાલાનો આરકે? ગઇ વખતે તો દ્રષ્ટિ ધામીએ ઝંડા ગાડ્યા હતા. આ વખતે વિવિયન ડીસેના શું કમાલ કરે છે.

સુભ્રીત
તેમણે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટથી આખા દેશનું દિલ જીતી લીધું હતું. બસ હવે તે ઝલકની ટ્રોફી જીતવા જઇ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
