સોહેલ બાદ અરબાઝ ખાન બનશે કૉમેડી સર્કસમાં જજ
મુંબઈ, 19 એપ્રિલ : ફિલ્મોમાં જુદા-જુદા પ્રકારના રોલ કરી ચુકેલા અભિનેતા અરબાઝ ખાન હવે કૉમેડી સર્કસમાં જજની સીટ ઉપર નજરે પડશે. અરબાઝનું કહેવું છે કે સોની ચૅનલે મારો સમ્પર્ક કર્યો અને હું પણ છેલ્લા કેટલાક વખતથી નાના પડદે કંઇક કરવાનો વિચારતો હતો. મારી પાસે ઘણી ઑફરો આવી, પરંતુ હું કંઇક એવું ઇચ્છતો હતો કે જે મને સારૂં લાગે.

નોંધનીય છે કે વ્યસ્ત હોવાના કારણે સોહેલ ખાન કૉમેડી સર્કસથી જુદા થઈ રહ્યાં છે. અરબાઝ ખાને જણાવ્યું કે અર્ચના પૂરણ સિંહ ખૂબ સારા જજ છે. શોમાં જજ અંગે કરાતી કૉમેન્ટ્સ અંગે અરબાઝનું કહેવું છે કે આ જોક્સની મજા લેવી જોઇએ. અનેક વાર આ જોક્સ ખૂબ જ સીરિયસ હોય છે, પરંતુ આપણે ધ્યાન રાખવું જોઇએ કે તેમનો ઉદ્દેશ કોઈની લાગણી દુભવવાનો નથી હોતો.
સોહેલ ખાન અંગે પૂછતાં અરબાઝ ખાને જણાવ્યું - તેણે બે વરસ સુધી શોમાં પોતાની સેવાઓ આપી છે. આ એક લાંબો સમય હતો. સોહેલ ખાન હાલ મેંટલ ફિલ્મના નિર્માણમાં પણ વ્યસ્ત છે કે જેમાં સલમાન ખાન અને ડેઝી શાહ મુખ્ય ભૂમિકામાં છે.
અરબાઝ ખાને ફિલ્મોમાં સીરિયસ તથા કૉમિક તમામ પ્રકારના રોલ્સ કર્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
