શું આ કારણે હિના ખાને છોડ્યું કસૌટી જિંદગી કી-2, હાથ લાગી સુપરહિટ ફિલ્મ

શું આ કારણે હિના ખાને છોડ્યું કસૌટી જિંદગી કી-2

કસૌટી જિંગદી કી 2 પોતાના લૉન્ચની સાથે જ કોમોલિકાના કેરેક્ટરને લઈને ચર્ચામાં રહ્યું. હિના ખાનને કોમોલિકા તરીકે જોવી ફેન્સ માટે હંમેશા ટીઆરપી તોડ રહ્યું છે. એટલું જ નહિ, જ્યારે હિના ખાન કેટલાક દિવસો શોમાં ન જોવા મળે તો ફેન્સ તેમની વાપસી માટે શોના નિર્માતાઓને અપીલ કરતા હોય છે. એવામાં કોમોલિકાના કેરેક્ટરને સેટ કર્યા બાદ હવે હિના ખાન આ કેરેક્ટરને હંમેશા માટે અલવિદા કહેવા માટે તૈયાર છે.

જાણો કારણ

જાણો કારણ

હવે સવાલ એ ઉઠે છે કે આખરે આનું કારણ શું છે. આનું કારણ બીજું કોઈ નહિ બલકે બૉલીવુડ છે. જી હાં હિના ખાને આ લોકપ્રિય નિર્દેશક સાથે કામ કરવાનું મન બનાવી લીધું છે. આ કારણે જ માત્ર એક મહિનામાં હિના કસૌટી જિંદગીમાં જોવા નહિ મળે.

કિનારા કરતા પહેલા

કિનારા કરતા પહેલા

મળેલ જાણકારી મુજબ કસૌટી જિંદગી કી 2ની સાથે હિના ખાન પહેલા પોતાનું ડેબ્યૂ બૉલીવુડ ફિલ્મ સાઈન્સનું શૂટિંગ શરૂ કરી ચૂકી છે. પરંતુ જણાવી દઈએ કે તેને કસૌટી જિંદગી કી 2માં સાઈડ લાઈન કરવાના કારણે આ ફિલ્મ નથી.

વિક્રમ ભટ્ટ સાથે

વિક્રમ ભટ્ટ સાથે

એક વેબસાઈટ મુજબ હિના ખાનને બૉલીવુડના લોકપ્રિય નિર્દેશક વિક્રમ ભટ્ટની ફિલ્મનો પ્રસ્તાવ મળ્યો છે. એટલે કે ભટ્ટ કેમ્પમાં હિનાની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ અને ગુલામ જેવી હિટ ફિલ્મો બાદ વિક્રમ એક મહિલા કેન્દ્રિત ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ માટે જ વિક્રમે હિના ખાનને મુખ્ય ભૂમિકા માટે કાસ્ટ કરી છે.

2019માં શૂટિંગ શરૂ

2019માં શૂટિંગ શરૂ

મળેલી જાણકારી મુજબ હિના ખાને આ ફિલ્મને સાઈન કરી લીધી છે. ફિલ્મનું હજુ આખું કાસ્ટ ફાઈનલ નથી થયું. આ ફિલ્મની શૂટિંગ માર્ચ 2019માં શરૂ થવાની હતી. પરંતુ કાસ્ટ ફાઈનલ ન થઈ હોવાના કારણે શૂટિંગમાં વિલંબ થઈ રહ્યો છે.

હિના અને એરિકા વચ્ચે કેટ ફાઈટ

હિના અને એરિકા વચ્ચે કેટ ફાઈટ

બીજી તરફ કસૌટી જિંદગીકીના સેટથી હાલમાં જ આ અહેવાલ આવ્યા છે કે હિના અને એરિકા વચ્ચે કેટ ફાઈટ શરૂ છે. જો કે બંનેએ આનો ઈનકાર કર્યો છે. પરંતુ એક વેબસાઈટ મુજબ બંને સેટ પર એક દૂરી બનાવી રાખે છે.

લોકપ્રિયતાને કારણે

લોકપ્રિયતાને કારણે

જણાવી દઈએ કે હિના ખાનની પહેલી ફિલ્મ લાઈન્સ પણ મહિલા આધારિત ફિલ્મ છે. જ્યાં 90ના દશકાના કાશ્મીરની કહાની દેખાડવામાં આવી છે. આ કહેવામાં કંઈ વાંધો નથી કે પોતાની લોકપ્રિયતાને પગલે ડેબ્યૂથી પહેલા જ હિનાને બીજી ફિલ્મ મળી ગઈ છે.

હિનાની જગ્યાએ હશે કોમોલિકા

હિનાની જગ્યાએ હશે કોમોલિકા

શક્ય છે કે હિના ખાનની જગ્યાએ કોમોલિકા અલીશા પનવર જોવા મળે. તે અગાઉ પણ ટીવી શો ઈશ્ક મેં મરજાવાંમાં નેગેટિવ ભૂમિકા નિભાવી ચૂકી છે.

માર્ચ બાદ

માર્ચ બાદ

અહેવાલ છે કે માર્ચ બાદ હિના કસૌટી જિંદગી કી 2માં જોવા નહિ મળે. એપ્રિલથી તેણે પોતાની બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X