બિગ બોસ 10 ગોસિપ: માં-દિકારાનું મિલન કે મેરિડ હોવાનો વિવાદ
'યે રિશ્તા ક્યા કહેલાતા હે' ફેમ એક્ટ્રેસ હિના ખાન આવશે બિગ બોસ 10ના ઘરમાં? શું વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટ સાહિલ આનંદ ખરેખર મેરિડ છે?
કલર્સનો મોસ્ટ કેન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ અને તેના પ્રતિસ્પર્ધીઓ તેમના દર્શકો અને ફેન્સને અચરજ પમાડવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી. હાલ આ શોની 10મી સિઝન ટેલિકાસ્ટ થઇ રહી છે અને બિગ બોસ 10 નો ડ્રામા વધુને વધુ રસપ્રદ થતો જાય છે. મોનાલિસા અને મનુ પંજાબીની ક્લોઝ ફ્રેન્ડશિપ, ઓમ સ્વામીના નખરા, મોનાના બોયફ્રેન્ડનું શોકિંગ રિવિલેશન વગેરે ગોસિપમાં બે નવી ગોસિપ ઉમેરાઇ છે.
બિગ બોસ 10 ના વિકએન્ડ એપિસોડમાં બે સુંદર એક્ટ્રેસ હિના ખાન અને કરિશ્મા તન્ના જોવા મળે એવી આશા સેવાઇ રહી છે. તો બીજી બાજુ વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ સાહિલ આનંદના મેરિડ હોવાની ખબરો ચારેબાજુ ફેલાઇ ગઇ છે. સાચી વાત શું છે એ જાણવા માટે આગળ વાંચતા રહો..

હિના ખાનની બિગ બોસ 10માં એન્ટ્રી
છેલ્લા 7 વર્ષથી 'યે રિશ્તા ક્યા કહેલાતા હે'માં અક્ષરાનો રોલ ભજવતી એક્ટ્રેસ હિના ખાને થોડા સમય પહેલા જ આ શોમાંથી એક્ઝિટ લીધી છે. હિનાએ આ શો છોડ્યો ત્યારે એવી અટકળો લગાવવામાં આવી હતી કે, તે બિગ બોસ 10માં દેખાશે. પરંતુ હિનાએ આ વાતને અફવા ગણાવી નકારી કાઢી હતી. હવે એક વાર ફરીથી એ જ ખબરો સપાટી પર આવી રહી છે. કહેવાઇ રહ્યું છે કે હિના ખાન તેના ઓન-સ્ક્રિન પુત્ર રોહન મેહરા(નક્ષ)ને સપોર્ટ કરવા બિગ બોસ 10ના ઘરે જશે. એટલું જ નહીં હિના ખાન સાથે બિગ બોસની જૂની કન્ટેસ્ટન્ટ કરિશ્મા તન્ના પણ સેટ પર દેખા દેશે.

તમને ખબર જ હશે કે, વિકએન્ડ એપિસોડમાં સલમાન ખાન કોઇને કોઇ એક્સપર્ટને સેટ પર આમંત્રણ આપે છે, જે બિગ બોસના કન્ટેસ્ટન્ટને પ્રોત્સાહિત કરે અને માર્ગદર્શન આપે. આ પહેલાં પણ મંદની કરિમિ-ગૌતમ ગુલાટી, મનુની ફિયાન્સિ પ્રિયા, માનવીરની ભાભી સુનિતા અને મોનાનો બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ રાજપૂત 'સલમાન કી સભા'માં દેખાયા હતા. તાજેતરની જાણકારી મુજબ હિના ખાન અને કરિશ્મા તન્ના જલ્દી જ બિગ બોસ 10ના સેટ પર કન્ટેસ્ટન્ટ્સ સાથે ઇ્ટરએક્ટ કરતાં જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ આ અઠવાડિયે થાય એવી શક્યતા છે.

શું સાહિલ આનંદ મેરિડ છે?
'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફેમ એક્ટર સાહિલ આનંદે થોડા દિવસ પહેલાં જ વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે બિગ બોસ 10માં એન્ટ્રી લીધી છે. પરંતુ અત્યારે તે બિલકુલ અલગ કારણોસર ન્યૂઝમાં છે. થોડા સમય પહેલાં જ સાહિલ આનંદે સ્વીકાર્યું હતું કે તે રિલેશનશિપમાં છે, પરંતુ તેણે પોતાની પ્રેમિકાનું નામ જણાવ્યું નહોતું. હવે એક અગ્રગણ્ય એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ પર સમાચાર આવ્યા છે કે એક્ટર સાહિલ આનંદ કોર્પોરેટ ફર્મમાં કામ કરતી રજનીત મોંગાને ડેટ કરી રહ્યો છે. આ કપલના એક ક્લોઝ ફ્રેન્ડે જણાવ્યું હતું કે, "સાહિલે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું એ પહેલાંથી તે રજનીતને ડેટ કરી રહ્યો છે. તે રજનીત સાથે ખૂબ અટેચ્ડ છે અને કેરિંગ પણ છે. સાહિલના ફેમિલી મેમ્બર્સ અને ક્લોઝ ફ્રેન્ડ્સ તેના અને રજનીતના રિલેશનથી વાકેફ છે, પરંતુ સાહિલને જાહેરમાં પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાતો કરવી પસંદ નથી."

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
