યે હૈ મોહબ્બતેં દ્વારા ફરી છવાશે એકતાનો જાદૂ!
મુંબઈ, 22 નવેમ્બર : ટેલીવિઝન મહારાણી એકતા કપૂરે સ્ટાર પ્લસ સાથે પુનઃ જોડાણ કર્યું છે અને તેઓ બાલાજી ટેલીફિલ્મ્સના બૅનર હેઠળ યે હૈ મોહબ્બતેં લઈને આવી રહ્યાં છે. તેમને આશા છે કે યે હૈ મોહબ્બતેં પુનઃ તેવો જ જાદૂ પ્રસારવશે કે જેવો તેમના અગાઉના શો પ્રસરાવી ચુક્યા છે. આ સીરિયલમાં ટેલીવિઝન સ્ટાર્સ દિવ્યંકા ત્રિપાઠી તેમજ કરણ પટેલ લીડ રોલ કરી રહ્યાં છે.
એકતાએ એક નિવેદનમાં જણાવ્યું - મારૂં સ્ટાર સાથેનું પુનઃ જોડાણ દૂરગામી રહેશે. અમે બંનેએ મળી અનેક સફળતાઓ ઉજવી છે. મને આશા છે કે મારી જૂની સીરિયલના પાત્રોની જેમ યે હૈ મોહબ્બતેંના પાત્રો ઇશિતા તેમજ રમન પણ લોકપ્રિય થશે. એકતા કપૂર સ્ટાર પ્લસ ઉપર ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી અને કહાની ઘર ઘર કી જેવી સફળ શ્રેણીઓ રજૂ કરી ચુક્યાં છે.

યે હૈ મોહબ્બતેં એક દિલ્હીના બે પાડોશીઓ અય્યર્સ તેમજ ભલ્લાસની શહેરી વાર્તા છે. બંને પરિવારો વચ્ચે સંઘર્ષમય પરિસ્થિતિઓ હોય છે અને તે જ દરમિયાન અય્યર્સની ડેંટિસ્ટ પુત્રી ઇશિતા તેમજ ભલ્લાસના બિઝનેસમૅન પુત્ર રમન એક-બીજા પ્ર્યે આકર્ષાય છે. આ શો 3જી ડિસેમ્બરથી શરૂ થાય છે. સીરિયલમાં નીના કુલકર્ણી, અભય ભાર્ગવ, કૌશલ કપૂર, શહેનાઝ રિઝવાન તથા રુહાનિકા ધવન પણ છે.
સ્ટાર પ્લસના જનરલ મૅનેજર ગૌરવ બૅનર્જીએ જણાવ્યું - અમે એકતા સાથે પુનઃ ભાગીદારી કરી ખુશ છીએ. તેઓ જે સ્ટોરી લઈને આવ્યા છે, તે શહેરી અને સામયિક છે. આ લવ-સ્ટોરી લગ્ન બાદ શરૂ થાય છે. તે જીવનમાં પ્રેમની બીજી તકને દર્શાવે છે. શોમાં એક આધુનિક યુગલ દ્વારા રોજ-રોજ ફેસ કરાતી સમસ્યાઓ પર આધારિત છે. અમને આશા છે કે અમારા શહેરી દર્શકો ઇશિતા અને રમન સાથે જોડાશે અને તેમની લવ-સ્ટોરીને ફૉલો કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
