દીપિકા કક્કડે જીતી બિગ બોસ 12ની ટ્રોફી, શ્રીસંત રહ્યા ફર્સ્ટ રનર અપ
ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ જાણીતા રિયાલિટી શો બિગ શોની 12ની સિઝનની વિજેતા બની છે.
ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ જાણીતા રિયાલિટી શો બિગ શોની 12ની સિઝનની વિજેતા બની છે. રવિવારે રાતે બિગ બોસના વિજેતાની ઘોષણા કરવામાં આવી. વળી, પૂર્વ ક્રિકેટર શ્રીસંત આ શોના ફર્સ્ટ રનર અપ રહ્યા. દિપક ઠાકુર સેકન્ડ રનર અપ રહ્યા જ્યારે રોમિલ ચૌધરી અને કરનવીર બોહરા ચોથા અને પાંચમાં સ્થાન પર રહ્યા.

પહેલા પણ ઘણા ટીવી એક્ટર્સે જીત્યો ખિતાબ
દીપિકા કક્કડને ઈનામમાં 30 લાખ રૂપિયાની રકમ અને ટ્રોફી આપવામાં આવી. તમને જણાવી દઈએ કે દીપિકાએ બિગ બોસના ઘરમાં કુલ 105 દિવસ વીતાવ્યા. વિનરની ઘોષણા થયા બાદ દીપિકાએ સ્ટેજ પર જ પરિવાર સાથે આની ખુશી શેર કરી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બિગ બોસની ઘણી અલગ અલગ સિઝન ટીવી કલાકારોએ જીતી છે. શ્વેતા તિવારી, શિલ્પા શિંદે અને જૂહી પરમાર બાદ દીપિકા કક્કડનું પણ હવે આ સૂચિમાં જોડાઈ ગયુ છે.

બિગ બોસના ઘરમાં દીપિકા પર લાગ્યા ઘણા આરોપ
દીપિકાને કલર્સ ચેનલ પર આવનારી સીરિયલ સસુરાલ સિમર કાના ઘર ઘરમાં સિમરના રૂપમાં ઓળખ મળી. વળી, બિગ બોસમાં તેની આ જીત પણ તેની ફેમ માટે મહત્વની છે. બિગ બોસના ઘરમાં અન્ય કન્ટેસ્ટન્ટે તેના પર ફેક હોવાના ઘણા આરોપ લગાવ્યા અને કહ્યુ કે તે બિગ બોસના ઘરમાં ખરેખર સિમરની ભૂમિકા નિભાવી રહી છે અને ખોટેખોટુ પોતાને ઈમોશનલ બતાવી રહી છે.

દીપિકાએ ઓન સ્ક્રીન પતિ સાથે કર્યા લગ્ન
સીરિયલ સસુરાલ સિમરકામાં શોએબ ઈબ્રાહિમે તેના પતિની ભૂમિકા નિભાવી હતી. બંનેને સીરિયલના સેટ પર જ પ્રેમ થઈ ગયો. બે વર્ષના ડેટિંગ બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. 2015માં ફિટ ફિમેલ એક્ટરના રૂપમાં એવોર્ડ જીતી ચૂકેલી દીપિકા વર્ષ 2016માં મુખ્ય ભૂમિકા માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના રૂપે પસંદ કરવામાં આવી હતી અને તેણે ઝી ગોલ્ડ પુરસ્કાર જીત્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
