હસવા માટે નૌટંકી કરી રહ્યાં છે નેહા ધૂપિયા
મુંબઈ, 1 ફેબ્રુઆરી : બૉલીવુડના હૉટ તેમજ બિંદાસ્ત બાળા નેહા ધુપિયાએ ફિલ્મી જગતમાં આવ્યે સારો એવો સમય થઈ ચુક્યો છે, પરંતુ હજુય નેહા મૅડમને અપેક્ષિત સફળતા મળી નથી. તેથી તેમણે હવે બોલ્ડ પાત્રો છોડી કૉમેડીમાં હાથ અજમાવવાનું વિચાર્યું છે. એટલા માટે જ નેહા ધુપિયા કલર્સ ઉપર ટુંકમાં જ શરૂ થનાર કૉમેડી શો નૌટંકી : ધ કૉમેડી થિયેટરમાં જજ તરીકે આવનાર છે. તેમનો સાથ આપશે બૉલીવુડના મહાન કલાકાર અને જમ્પિંગ બૉય તરીકે જાણીતાં જિતેન્દ્ર તેમજ તેમના પુત્ર અભિનેતા તુષાર કપૂર.

કૉમેડીને ખૂબ જ ટફ માનતાં નેહા ધુપિયાનું કહેવું છે કે લોકોને હસાવવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મુશ્કેલ કામ કરવામાં તેમને મજા પડે છે. તેથી જ તેઓ કૉમેડી શો માટે તૈયાર થયાં.
નેહા ધુપિયાએ જણાવ્યું કે આ શો બાદ તેઓ ટુંકમાં જ એક કૉમેડી ફિલ્મ પણ દેખાશે. આ ફિલ્મમાં તેઓ લીડ રોલમાં છે. જોકે આ અંગે તેમણે વધુ કોઈ ખુલાસો ન કર્યો. ટેલીવિઝનને સાંપ્રત પ્રવાહનું સશક્ત માધ્યમ ગણતાં નેહાનું કહેવું છે કે આજે મોટા અને નાના પડદામાં કંઈ ખાસ ફેર નથી. ટેલીવિઝનમાં લોકો ખૂબ વધુ પૉપ્યુલર છે. નેહાને લાગે છે કે તેમનો શો નૌટંકી : ધ કૉમેડી થિયેટર જરૂર હિટ થશે. કૉમેડી ફિલ્મ બાદ નેહા ટુંકમાં જ કરણ જૌહરની ઉંગલી ફિલ્મમાં પણ દેખાશે. નૌટંકીનું પ્રસારણ 2જી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
