Bigg Boss OTTમાં શૉકિંગ એલિમિનેશન, ફિનાલેના 2 દિવસ પહેલા શોમાંથી બહાર થઈ નેહા ભસીન

બિગ બૉસ ઓટીટીમાં બુધવાર(15 સપ્ટેમ્બર)ની રાતે શૉકિંગ મિડ વીક ઈવિક્શન થયુ જેમાં નેહા ભસીન બેઘર થઈ ગઈ છે.

મુંબઈઃ બિગ બૉસ ઓટીટીમાં બુધવાર(15 સપ્ટેમ્બર)ની રાતે શૉકિંગ મિડ વીક ઈવિક્શન થયુ જેમાં નેહા ભસીન દર્શકોના ઓછા વોટ મળવાના કારણે શોમાંથી બહાર થઈ ગઈ છે. નેહા ભસીન અને રાકેશ બાપટને સૌથી ઓછા વોટ મળ્યા હતા. ત્યારબાદ રાતોરાજ નેહા ભસીન ઘરથી બેઘર થઈ ગઈ. નેહાના એવિક્શનથી પ્રતીક સહજપાલ અને શમિતા શેટ્ટી ઘણી દુઃખી જણાયા. બિગ બૉસ ઓટીટીના ફિનાલેના 2 દિવસ પહેલા આ શૉકિંગ એવિક્શનથી ફેન્સ પણ ચોંકી ગયા છે. બિગ બૉસ ઓટીટીના 5 ફાઈનલિસ્ટ છે દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ. હવે આ પાંચમાંથી એક બિગ બૉસ ઓટીટીનો વિનર બનશે.

દિવ્યા કે પ્રતીકના એવિક્શનની થઈ રહી હતી વાત

દિવ્યા કે પ્રતીકના એવિક્શનની થઈ રહી હતી વાત

બિગ બૉસ ઓટીટીના ફિનાલે વીકમાં એ વાતનો ગણગણાટ હતો કે દિવ્યા કે પ્રતીકમાંથી કોઈ એક એવિક્ટ થવાનુ છે પરંતુ એવુ ન થયુ. બિગ બૉસે ફિનાલે વીકમાં હાલમાં જ બધા ઘરવાળાને નૉમિનેટ કરી દીધા હતા અને કહ્યુ હતુ કે હવે જનતાનુ લાઈવ વોટિંગ શરૂ થઈ રહ્યુ છે. રિપોર્ટ મુજબ નેહા ભસીને સૌથી ઓછા વોટ મળ્યા હતા.

નેહા અને પ્રતીકની આત્મીયતા પર ઉઠ્યા ઘણા સવાલ

નેહા અને પ્રતીકની આત્મીયતા પર ઉઠ્યા ઘણા સવાલ

નેહા ભસીનની ગેમ છેલ્લા ઘણા દિવસોથી આઉટ ઑફ ધ ટ્રેક જઈ રહી હતી. પ્રતીક સહજપાલ સાથે તેની આત્મીયતાને લઈને નેહા ભસીનની ઘણી ટીકા થઈ છે. નેહા ભસીન અને પ્રતીકની આત્મીયતા દર્શકોને ગમી નહિ. સોશિયલ મીડિયા પર નેહા ભસીન અને પ્રતીકની ઘણી ટીકા થઈ છે. નેહા ભસીને બિગ બૉસ કન્ટેસ્ટન્ટ શમિતા શેટ્ટીએ પણ સમજાવી હતી કે પ્રતીકથી થોડી દૂર રહે.

પ્રતીકની બહેને નેહા ભસીન વિશે કહી હતી આ વાત

પ્રતીકની બહેને નેહા ભસીન વિશે કહી હતી આ વાત

હાલમાં જ ફેમિલી ટાસ્ક દરમિયાન પ્રતીકની બહેન આવી હતી. પ્રતીકને તેની બહેને નેહા સાથે એક અંતર જાળવવાની સલાહ આપી હતી. પ્રતીકની બહેને કહ્યુ હતુ કે બહારની દુનિયામાં બધુ ઠીક નથી લાગી રહ્યુ. દોસ્તી વચ્ચે એક થીમ લાઈન હોય છે જેને બધાએ જાળવવી જોઈએ. નેહા ભસીનના એવિક્શન બાદ હવે પ્રતીક સહજપાલ માટે મોટુ ટ્વિસ્ટ આવી ગયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X