બિગ બૉસ : આ કપલ્સ થયાં ઇંટીમેટ, મોસ્ટ કંટ્રોવર્શિયલ અફૅર્સ!
લોનાવાલા, 10 ડિસેમ્બર : બિગ બૉસનું ઘર જ કંઈક એવું છે કે અહીં દિવસ-રાત સાથે રહવાના કારણે બે એવી વ્યક્તિઓ પણ નજીક આવી જાય છે કે જેઓ ક્યારેય એક-બીજાને મળ્યા ન હોય કે પછી સાંસારિક બાબતોના કારણે જુદા પડી ગયા હોય. બિગ બૉસના ઘરમાં ફોન નથી, બહાર જવાનો રસ્તો નથી. ત્યાં માત્ર સ્પર્ધકો જ તેમના પરિવાર અને મિત્ર છે. તેમની સાથે જ ઝગડવું છે, પ્રેમ કરવો છે અને ત્રણ માસ પસાર કરવાના છે. તેવામાં સામાન્યતઃ શોના સ્પર્ધકો એક-બીજાની એટલી નજીક આવી જાય છે કે તેમની વચ્ચે અનાયાસે જ પ્રેમ થઈ જાય છે અને આ જ પ્રેમ તેમના જીવનને અનેક વખત બદલી પણ નાંખે છે.
બિગ બૉસ શોની હાલ 7મી સીઝન ચાલે છે કે જેમાં કુશાલ ટંડન અને ગૌહર ખાન અને તનીષા મુખર્જી તેમજ અરમાન કોહલી વચ્ચેની રિલેશનશિપ ચર્ચામાં છે. શોની ટીઆરપી આ બંને કપલોના કારણે જ હાઈ છે, પરંતુ અગાઉની તમામ સીઝનોમાં પણ અનેક સ્પર્ધકો આવી રીતે નજીક આવ્યા છે અને તેમની રિલેશનશિપ ચર્ચામાં રહી છે. અનેક વખત આ રિલેશનશિપ માત્ર મિત્રતા હોય છે, પણ અનેક વખત સાચો પ્રેમ પણ હોય છે.
આવો તસવીરો સાથે આપને બતાવીએ બિગ બૉસના અત્યાર સુધીના મોસ્ટ કંટ્રોવર્શિયલ અફૅર્સ :

અનુપમા-આર્યન
બિગ બૉસ 1 દરમિયાન અનુપમા વર્મા અને આર્યન વૈદ્ય એકબીજાની બહુ નજીક આવી ગયા હતાં. સ્વિમિંગ પૂલમાં પણ બંને સાથે દેખાતા હતાં. આ કપલ દર્શકોને ગમ્યુ હતું, પરંતુ ઘરમાંથી બહાર નિકળ્યા બાદ બંને જુદા થઈ ગયા હતાં.

રાખી-અમિત
બિગ બૉસ 1 દરમિયાન જ રાખી સાવંત અને અમિત સાધ પણ નજીક દેખાયાં. બંનેનું જોરદાર અફૅર ચાલ્યું, પરંતુ જ્યારે રાખીને ખબર પડી કે અમિતનું બહાર કોઇક નીતૂ બાવેજા સાથે અફૅર ચાલે છે, તે તેઓ ઘણા દુઃખી થઈ ગયાં.

રવિ-કેરોલ
બિગ બૉસ 1માં ભોજપુરી અભિનેતા રવિ કિશન અને કેરોલ પણ એક-બીજાને પસંદ કરવા લાગ્યા હતાં. અનેક વખત બંનેને ખૂબ નજીક જોવામાં આવ્યાં. રવિ-કેરોલ પછી એક સારા મિત્રો બની ગયાં.

રાહુલ-પાયલ
રાહુલ મહાજન તથા પાયલ રોહતગી બિગ બૉસ 1ના જ સ્પર્ધકો હતાં. શો દરમિયાન બંને એક-બીજાની નજીક આવ્યાં અને ટીઆરપી હાઈ થઈ ગઈ. રાહુલ-પાયલના અનેક ક્લોઝ સીન્સ પણ બિગ બૉસ દરમિયાન સામે આવ્યાં. શો બાદ પાયલે જણાવ્યું કે રાહુલ માત્ર શોમાં જળવાઈ રહેવા માટે તેમનો યૂઝ કરી રહ્યા હતાં.

રાહુલ-મોનિકા
બિગ બૉસ 1માં પાયલ બાદ રાહુલ મહાજન મોનિકા બેદીની નજીક આવ્યાં. બંને એટલા નજીક આવ્યાં કે રાહુલે શો દરમિયાન જ પાયલ સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો.

આશુતોષ-ડાયના
બિગ બૉસ 2 દરમિયાન આશુતોષ કૌશિક તથા મિસ યુનિવર્સ ડાયના હેડન વચ્ચે અફૅરની ચર્ચાઓ પણ રહી. બંને ઘણી વાર સાથે દેખાયાં. બંને રાત્રે પણ એક-બીજા સાથે લાંબી વાતો કરતા દેખાયાં.

ક્લાઉડિયા-પરવેશ
બિગ બૉસ 3ના સ્પર્ધક ક્લાઉડિયા તથા પરવેશ રાણા પણ બહુ નજીક આવી ગયા હતાં. બંને અનેક વખત એક-બીજા સાથે ખૂબ જ ક્લોઝ દેખાયાં.

અશ્મિત-સારા
બિગ બૉસ 4 દરમિયાન અશ્મિત પટેલ તથા સારા ખાન એક-બીજાની નજીક હતાં. જોકે સારા વારંવાર કહેતાં કે તે બંને માત્ર સારા મિત્રો છે. સારાએ અનેક વખત અશ્મિતને ડૅડી કહી સંબોધ્યા હતાં.

અશ્મિત-વીણા
અશ્મિત પટેલ સારા ઉપરાંત વીણા મલિક સાથે પણ બહુ કોઝી થતા હતાં. અશ્મિત-વીણા કપલ તરીકે લોકોને ખૂબ હૉટ લાગતા હતાં. બંનેના અનેક ઇંટીમેટ સીન્સ અને કિસિંગ સીન્સ પણ બિગ બૉસના ઘરમાંથી લીક થયા હતાં, પરંતુ બહાર આવ્યા બાદ બંને અલગ પડી ગયાં.

સારા-અલી
સારા ખાન એમ તો બિગ બૉસ 7ના સ્પર્ધક અશ્મિતની બહુ નજીક હતાં, પરંતુ અચાનક તેમને સરપ્રાઇઝ આપવા તેમના બૉયફ્રેન્ડ અલી મર્ચંટને પણ ઘરની અંદર મોકલાયાં અને પછી અલી-સારા બંનેએ શોમાં જ લગ્ન પણ કરી લીધાં.

મનોજ-શ્વેતા
બિગ બૉસ 4 દરમિયાન શ્વેતા તિવારી તથા મનોજ તિવારી પણ એક-બીજા સાથે હંમેશા ઊભા રહ્યાં. શ્વેતા-મનોજ એક-બીજાના સારા મિત્રો હતાં અને તેથી જ લોકોએ તેમની વચ્ચે અફૅરની ચર્ચા છેડી દીધી.

પૂજા-આકાશદીપ
બિગ બૉસ 5માં પૂજા બેદી તથા આકાશદીપ સહેગલ વચ્ચે પણ સારી મૈત્રી થઈ ગઈ. બંને એક-બીજા સાથે સમય પસાર કરતા દેખાયાં. આકાશ-પૂજાને અનેક વખત ઇંટીમેટ ક્ષણો પસાર કરતા પણ જોવાયાં.

સોનાલી-સિદ્ધાર્થ
બિગ બૉસ 5માં સિદ્ધાર્થ ભારદ્વાજ તેમજ સોનાલી નાગરાણી પણ ખૂબ ક્લોઝ થયા હતાં. સિદ્ધાર્થ સોનાલીને રડતા જોઈ તેમને ચુપ કરાવતા અને હસાવવાનો પ્રયત્ન કરતા હતાં.

અમર-સન્ની
બિગ બૉસ 5માં સન્ની લિયોને એન્ટ્રી કરી હતી. સન્ની અને ટીવી અભિનેતા અમર ઉપાધ્યાય પણ બહુ નજીક હતાં. અમરે એક સીનમાં સન્નીના હાથે કિસ પણ કરી હતી.

ઉર્વશી-નિકેતન
બિગ બૉસ 6માં ઉર્વશી ધોળકિયા તથા નિકેતન મધોક વચ્ચે સારૂ બોર્ડિંગ થઈ ગયુ હતું. બંનેની મૈત્રીએ દર્શકોને અહેાસ કરાવ્યો કે બંને એક-બીજાને પ્રેમ કરે છે.

વિશાલ-સના
બિગ બૉસ 6માં વિશાલ કારવાલ સના ખાનની નજીક દેખાયાં. સનાએ કૅપ્ટન બન્યા બાદ વિશાલને ઘરમાંથી બહાર જતા બચાવ્યા હતાં.

કરિશ્મા-નિકેતન
કરિશ્મા કોટક અને નિકેતન બિગ બૉસમાં જતા અગાઉથી જ રિલેશનશિપમાં હતાં. બિગ બૉસમાં બંને બીજી વાર મળ્યા અને એક-બીજાની નજીક આવી ગયાં.

આશ્કા-સના
બિગ બૉસના ઘરમાં સના ખાન અને આશ્કા ગોરડિયા વચ્ચે સારી મૈત્રી હતી. બંને એટલા નજીક હતાં કે બંનેની ક્લોઝનેસ લોકો વચ્ચે મજાક બની ગઈ હતી. આશ્કાને ધાબળાની અંદર સનાને કિસ કરતા જોવામાં આવ્યા હતાં.

વિશાલ-સપના
વિશાલ કારવાલ તથા સપના ભવનાણી પણ બિગ બૉસના ઘરે એક વખત ફુટ મસાજ કરતા જોવાયા હતાં. આ સીન ઘણુ ચર્ચામાં રહ્યું, પણ બંને વચ્ચે અફૅર જેવુ કઈ નહોતું.

રાજીવ-સના
બિગ બૉસના ઘરમાં સામાન્યતઃ રાજીવ પૉલને પણ સના ખાન સાથે ફ્લર્ટ કરતા જોવામાં આવ્યાં. જોકે રાજીવ પોતાના પત્ની સાથે બિગ બૉસમાં ગયા હતાં.

ગૌહર-કુશાલ
બિગ બૉસ 7માં કુશાલ ટંડન તથા ગૌહર ખાનના અફૅરની ચર્ચાઓ રહી. કુશાલ-ગૌહરની જોડી દર્શકોને ગમી રહી હતી. બંને એક-બીજાને પ્રેમ કરે છે અને બંનેએ ખુલ્લેઆમ આ બાબત સ્વીકારી પણ છે.

ગૌહરે કર્યો ઇઝહાર
કુશાલ-ગૌહરે પોતાના પ્રેમને સાચો ગણાવી આ રિયલિટી શો દરમિયાન જ પોતાના પ્રેમનો ઇઝહાર પણ કર્યો. કુશાલે ગૌહરને કહ્યું કે તેઓ તેમને ખૂબ ચાહે છે અને તેમની સાથે બાકીનું જીવન પસાર કરવા માંગે છે.

ગૌહર-એઝાઝ
કુશાલ ઘરમાંથી હાંકી કઢાયા બાદ ગૌહર બીજા સ્પર્ધક એઝાઝ ખાનની થોડા નજીક આવ્યાં. એઝાઝ ગૌહરને કુશાલથી જુદા કરવા માંગતા હતાં અને આ વાત તેમણે બિગ બૉસના ઘરમાં જતા અગાઉ પણ કહી હતી, પરંતુ કુશાલ પરત ફરતા ગૌહર ફરીથી કુશાલની નજીક આવી ગયાં.

તનીષા-અરમાન
તનીષા મુખર્જી અને અરમાન કોહલી બિગ બૉસ 7માં સૌથી વધુ ચર્ચિત કપલ બની ગયા છે. તનીષા-અરમાન બંને સામાન્યઃ બેડ પર એક-બીજાને કિસ કરતા જોવામાં આવ્યાં. સલમાન ખાને પણ અનેક વખત બંનેને સમજાવ્યાં કે ઘરમાં ચારે તરફ કૅમેરા છે. એટલે સમજી-વિચારીને કંઈ પણ કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
