Bigg Boss 8 : કેટલી સાચી છે ગૌતમ-ડાયેંડ્રાની Love Story?
મુંબઈ, 25 નવેમ્બર : બિગ બૉસની દરેક સીઝનમાં ઘરની અંદર અનેક લવ સ્ટોરીઝ ઊભી થાય છે, પણ સામાન્યતઃ તે પ્રેમ કહાણીઓ માત્ર ગેમ સુધી જ મર્યાદિત રહી જાય છે. જોકે કેટલીક પ્રેમ કહાણીઓ બિગ બૉસના ઘરની બહાર સુધી પણ જાય છે, પછી ભલે બહાર જઈ ખતમ થઈ જતી હોય.
બિગ બૉસ 8 શોમાં પણ એક એવી જ પ્રેમ કહાણી ચાલી રહી છે ગૌતમ અને ડાયેંડ્રા વચ્ચે. ગૌતમ અને ડાયેંટ્રાની પ્રેમ કહાણી બિગ બૉસ 8ના પહેલા દિવસથી જ શરૂ થઈ હતી. આરંભે સૌને એમ લાગ્યું કે આ પ્રેમ કહાણી બહુ આગળ સુધી જશે, પણ દરમિયાન બંને વચ્ચે કેટલીક ગેરસજમણ ઊભી થઈ અને બંને એક-બીજાની શકલ પણ જોવા તૈયાર નહોતાં. જોકે ગૌતમ હંમેશા ડાયેંડ્રાને કહેતાં કે તેઓ તેને પસંદ કરે છે, પણ ડાયેંડ્રાને લાગ્યું કે ગૌતમ બધુ ખોટુ બોલે છે.
પરંતુ જ્યારથી ગૌતમ ઘરના કૅપ્ટન બન્યાં, ત્યારથી તેમણે ડાયેંડ્રાને આ બાબતનો વિશ્વાસ અપાવી દીધો કો તેઓ સાચે જ ડાયેંડ્રાને પસંદ કરે છે. ગૌતમે અહીં સુધી કે ડાયેંડ્રાને ગળે પણ લગાડી અને ડાયેંડ્રાએ તેમને સૉરી પણ કહ્યું.
જુઓ ગૌતમ-ડાયેંડ્રા કેવી રીતે નજીક આવ્યા :

ગૌતમ ડાયેંડ્રાને પસંદ કરે છે
ગૌતમ જ્યારે ઘરના કૅપ્ટન બન્યાં, તો તેમણે ડાયેંડ્રાને બોલાવી કહ્યું કે તેઓ તેમને પસંદ કરે છે અને ગેમ બાદ પણ તેઓ તેમને મળવા માંગશે.

ગૌતમના સેલ ફોનમાં ડાયેંડ્રાનો નંબર
ગૌતમે કહ્યું કે ડાયેંડ્રા જેટલો પણ ઝગડો કરી લે, પણ ઘરમાંથી બહાર ગયા બાદ ગૌતમના ફોનમાં ડાયેંડ્રાનો નંબર ચોક્કસ હશે.

ડાયેંડ્રાએ ઉડાવી મજાક
પરંતુ ડાયેંડ્રાને ગૌતમની વાતો પર વિશ્વાસ ન થયો અને તેઓ ઘરના બાકીના સભ્યો સાથે મળી ગૌતમની મજાક ઉડાડતા રહ્યાં.

હાથોથી ખવડાવ્યુ
ગૌતમની કૅપ્ટનશી દરમિયાન ડાયેંડ્રા પોતાના હાથોથી ગૌતમને જમાડતા દેખાયાં.

સલમાને અપાવ્યો ભરોસો
સલમાન ખાને શનિવારે ડાયેંડ્રાને કહ્યું કે જ્યારે ડાયેંડ્રા ગૌતમની મજાક ઉડાવતા હતાં, ત્યારે ગૌતમ બધુ જોતા હતાં અને તેમણે કહ્યું કે અરે યાર મૈં તો સચ બોલ રહા થા.

ડાયેંડ્રાનો પણ સ્વીકાર
ડાયેંડ્રાએ સોમવારે કરિશ્મા સામે એમ સ્વીકાર્યું કે તેઓ ગૌતમને પસંદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
