બિગ બૉસ 6 : રાખી સામે સલમાન ખાનની બોલતી બંધ
મુંબઈ, 27 નવેમ્બર : સામાન્ય રીતે કહેવાય છે કે રાખી સાવંત સામે અચ્છા-અચ્છાની બોલતી બંધ થઈ જાય છે. તેમની સામે કોઈ બોલી નથી શકતું. આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ ત્યારે જોવા મળ્યું કે જ્યારે બિગ બૉસ સીઝન 6માં રાખીએ એન્ટ્રી કરી. રાખીએ આવતાં જ પોતાના લટકાં-ઝટકાંથી સૌને આશ્ચર્યમાં મુકી દીધાં, તો શોના હોસ્ટ સલમાન ખાનની બોલતી જ બંધ કરી નાંખી. શોમાં પહોંચતા જ રાખીએ સલમાનને ભેટવાનો પ્રયત્ન કર્યો અને સલમાને તેમને રોકવાનો, પરંતુ તેઓ સફળ ન નિવળ્યાં.

હજી આ આઘાતમાંથી સલમાન બહાર નિકળે તે અગાઉ જ રાખીએ તેમના પગે લાગવાનો પ્રયત્ન કર્યો. જોકે સલમાન રાખીને તેવું કરતાં રોકી શક્યાં, પરંતુ રાખીએ જણાવ્યું કે તેઓ તેમના પગે નહોતા લાગતાં, પણ તેમના જૂતામાંથી માંકડ હટાવી રહ્યા હતાં.
હવે સલમાન ખાન શું કહે, તેમનુ તો સ્ટેજ ઉપર બૅન્ડ જ વાગી ચુક્યુ હતું. કૅમેરો સામે હતો અને રાખી કૅમેરા પર. તેવામાં તેમણે મૌન રહેવામાં જ ભલાઈ સમજી. આપને જણાવી દઇએ કે રાખી સાવંત બિગ બૉસ સીઝન 1માં રહી ચુક્યાં છે અને આ વખતે ગેસ્ટ પ્રતિસ્પર્ધી બન્યાં છે.
રાખી સાવંત શોના ગ્રામ્ય ઘરમાં રહેશે. રાખીએ જણાવ્યું કે તેમને લક્ઝરી વસ્તુઓની આદત નથી. તેથી તેમને ગ્રામ્ય ઘરમાં રહેવાથી કોઈ ફરક નહિં પડે. તેઓ તો અહીં લોકોને જ રહેણી-કરણીની રીત શીખવવા આવ્યા છે. તેમને આશા છે કે તેમની ટિપ્સ બિગ બૉસના પ્રતિસ્પર્ધીઓને કામ લાગશે. એમ પણ રાખી શોના ટીઆરપી છે. એટલે જ તો તેમને વારંવાર શોમાં બોલાવાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
