ડેલનાઝ આઉટ, વધશે સના-રાજીવ વચ્ચે નિકટતાઓ
મુંબઈ, 9 જાન્યુઆરી : બિગ બૉસ 6ની આ વર્ષની ટૅગલાઇન હતી અલગ છે. એટલે કે કંઈક અલગ થવાનુ હતું. શોની શરુઆત તો કંઈ ખાસ ન રહી, પરંતુ જેમ-જેમ શોનો અંત નજીક આવ્યો, શોમાં ઘણું બધુ એવું થયું કે જે ડિફરંટ હતું કે જે અગાઉ બિગ બૉસની કોઈ પણ સીઝનમાં નહોતુ થયું. પ્રથમ તો કરિશ્માને અચાનક જ બિગ બૉસના ઘરની બહાર મોકલી દેવાઈ અને બાકીના પ્રતિસ્પર્ધીઓ એટલા શૉક્ડ થઈ ગયાં કે તેમને કંઈ જ સમજાયું નહી. પછી હવે શોના વિજેતા ગણાતાં ડેલનાઝ ઈરાની ઉર્ફે રાજીવની ડેલૂને મંગળવારે અચાનક જ બિગ બૉસના શોમાંથી બહારનો રસ્તો બતાવી દેવાયો.

ડેલનાઝ બહાર જતા હવે ઘરમાં રાજીવ અને સના વચ્ચેનો પ્રણયફાગ વધુ ખીલશે. થયું એમ કે મંગળવાર રાત્રે બિગ બૉસે શોમાં બચેલા તમામ પ્રતિસ્પર્ધીઓને ઘરના ગાર્ડન એરિયામાં બોલાવ્યાં અને કહેવામાં આવ્યું કે તેમાંથી એક પ્રતિસ્પર્ધીને બહાર મોકલવામાં આવી રહ્યાં છે. પછી ડેલનાઝ અને તેમના પૂર્વ પતિને સ્ટૂલ ઉપર ઉભા કરી દેવાયાં અને બિગ બૉસે જણાવ્યું કે કારણ કે ડેલનાઝને સૌથી ઓછા વોટ મળ્યાં છે, તેથી તેમને ઘરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી રહ્યાં છે. ડેલનાઝને અચાનક હાંકી કઢાતાં સૌ પ્રતિસ્પર્ધી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં, કારણ કે મંગળવારે ટેલીકાસ્ટ થયેલ એપિસોડ દરમિયાન બતાવાયુ હતું કે ડેલનાઝને સૌથી વધુ વોટ મળ્યાં છે અને તેઓ પ્રથમ ક્રમે છે.
હાલ બિગ બૉસના ઘરમાં પાંચ સભ્યો બચ્યાં છે ઇમામ, ઉર્વશી, રાજીવ, સના અને નિકેતન. હવે આ પાંચેમાંથી કોઈ એક આ શનિવારે પચાસ લાખનું ઈનામ જીતશે. ડેલાઝ છેલ્લા કેટલાંક સમયથી બિગ બૉસના ઘરમાં કંઇક વધુ જ ઇમોશનલ ડ્રામા કરી રહ્યાં હતાં અને તેમને સૌથી ઓછા વોટ મળવાના આધારે કહી શકાય કે દર્શકો હવે ઇમોશનલ ડ્રામાના આધારે વોટ નથી કરતાં. બિગ બૉસ એક ગેમ છે અને તેને મગજથી રમવી જોઇએ, નહીં કે ઇમોશન્સ સાથે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
