Bigg Boss 17: અંકિતા લોખંડે કે મુનવ્વર ફારુકી નહિ, આ કન્ટેસ્ટન્ટને અપાઈ રહી છે બિગ બૉસ 17માં સૌથી વધુ ફી
Bigg Boss 17 Highest Paid Contestants: બિગ બૉસ 17ના ઘરમાં મન્નારા ચોપરા, મુન્વનર ફારુકી, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, નાવીદ સોલે, અનુરાગ ડોભાલ, સના રઈસ ખાન, જિગ્ના વોરા, અંકિતા લોખંડે, વિકી જૈન, સોનિયા બંસલ, ખાનઝાદી, સની આર્ય, રિંકુ ધવન, અરુણ શેટ્ટી , અભિષેક કુમાર અને ઈશા માલવિયાએ સ્પર્ધકો તરીકે ભાગ લીધો છે.
આ બધા ટીવી, લૉ, પત્રકારત્વ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને સાઉથ ઈન્ડસ્ટ્રીના છે. આવો જાણીએ કે આ સેલિબ્રિટીમાંથી કોણ આ સિઝનમાં સૌથી વધુ ફી વસૂલ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તે તમારી ફેવરિટ અંકિતા લોખંડે કે મુન્નવર ફારુકી નથી, તમે નામ સાંભળીને ચોંકી જશો.

અંકિતા લોખંડે અને વિકી જૈન
અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સાથે સલમાન ખાનના રિયાલિટી શો બિગ બૉસ 17માં પ્રવેશ કર્યો હતો. રિપોર્ટસ અનુસાર, તેને ઘરમાં રહેવા માટે દર અઠવાડિયે 12 લાખ રૂપિયા મળે છે. જ્યાં એક તરફ અંકિતા ઘરમાં રહેવા માટે સૌથી વધુ ચાર્જ લઈ રહી છે, ત્યારે વિકી જૈન એવા સ્પર્ધકોમાંથી એક છે જે ઓછો ચાર્જ લે છે. તે દર અઠવાડિયે 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
મન્નારા ચોપડા
પ્રિયંકા ચોપડા અને પરિણીતિ ચોપડાની બહેન મન્નારા ચોપડા ઘરમાં પ્રવેશી. અભિનેત્રી બિગ બૉસના ઘરમાં રહેવા માટે દર અઠવાડિયે 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. મન્નારા એ કન્ટેસ્ટન્ટ છે જે તમામ સ્પર્ધકોમાં સૌથી વધુ ફી લે છે.
ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ
'ગુમ હૈ કિસી કે પ્યાર મે' અભિનેત્રી ઐશ્વર્યા શર્મા તેના પતિ નીલ ભટ્ટ સાથે ઘરમાં પ્રવેશી હતી. રિપોર્ટ અનુસાર અભિનેત્રી દર અઠવાડિયે 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે ઐશ્વર્યા શર્માના પતિ એક્ટર દર અઠવાડિયે 7 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
સોનિયા બંસલ
બિગ બૉસ 17 શોમાં હૉટ ભારતીય મોડલ અને અભિનેત્રીની ફી દર અઠવાડિયે 5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે પ્રખ્યાત યુટ્યુબર તહેલકા ભાઈ 3.5 લાખ રૂપિયા ફી વસુલ કરી રહ્યા છે.
મુનવ્વર ફારુકી
કંગના રનોતનો રિયાલિટી શો લૉક અપ જીતનાર કૉમેડિયન મુન્નવર ફારૂકી બિગ બૉસ 17માં તેના ચાહકોના દિલ પર રાજ કરવા માટે તૈયાર છે. કૉમેડિયન્સ દર અઠવાડિયે લગભગ 7-8 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
અભિષેક કુમાર અને ઈશા માલવિયા
સીરિયલ ઉદારિયામાં અભિનય માટે જાણીતા અભિષેક કુમાર દર અઠવાડિયે 5 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશની અભિનેત્રી અને ફેશન મોડલ ઈશા માલવિયા દર અઠવાડિયે લગભગ 7 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે.
જિગ્ના વોરા અને અનુરાગ ડોભાલ
ફેમસ ક્રાઈમ રિપોર્ટર જિગ્ના વોરા ઘરમાં રહેવા માટે દર અઠવાડિયે 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે અનુરાગ ડોભાલ, જેને UK07 રાઇડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘરની અંદર રહેવા માટે દર અઠવાડિયે 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે વકીલ સના રઈસ ખાન, જે હાઈ-પ્રોફાઈલ કેસ સોલ્વ કરે છે, તે દર અઠવાડિયે 6 લાખ રૂપિયા કમાઈ રહી છે.
રિંકુ ધવન, નાવીદ સોલે અને ફિરોઝા ખાન
અભિનેત્રી રિંકુ ધવન, જે કહાની ઘર ઘર કીમાં તેના અભિનય માટે જાણીતી છે, તે બિગ બૉસ 17ના ઘરની અંદર રહેવા માટે દર અઠવાડિયે 4 લાખ રૂપિયા કમાય છે. આ સિવાય લંડનના સેલિબ્રિટી નાવીદ સોલે પણ એવા સ્પર્ધકોમાંથી એક છે જેઓ ઓછી ફી લે છે. એવું કહેવાય છે કે તે દર અઠવાડિયે 4 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ખાનઝાદી તરીકે પ્રખ્યાત ફિરોઝા ખાન, જે રેપર છે, તે આ સિઝનમાં સૌથી ઓછી ફી લેનાર સ્પર્ધકોમાંની એક છે. રિપોર્ટ અનુસાર, તે દર અઠવાડિયે લગભગ 3 લાખ રૂપિયા કમાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
