Bigg Boss 17 Highlights: બિગ બૉસે કિચનના પાડ્યા ભાગલા, સના-સોનાલી વચ્ચે જોરદાર લડાઈ
Bigg Boss 17 Episode Day 10: બિગ બૉસ 17 હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય છે. ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસ 17 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. શો શરૂ થયાને 10 દિવસ વીતી ગયા છે. ઘરના સભ્યોએ પહેલા દિવસથી જ શોમાં ડ્રામા શરૂ કરી દીધો છે.
સ્પર્ધકો એકબીજા પર વિવિધ આરોપો લગાવી રહ્યા છે અને લડતા જોવા મળી રહ્યા છે. હવે બિગ બૉસે કિચનને ઘરના સભ્યો વચ્ચે વહેંચી દીધું છે, જેના કારણે ઘરના તમામ સભ્યો નિર્ધારિત સમયની અંદર તેમનું ભોજન તૈયાર કરી શકશે.

તમને જણાવી દઈએ કે હવે આ રિયાલિટી શોના દરેક નવા એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. બિગ બૉસ ઘરના સભ્યોને દરરોજ કંઈક નવું ટાસ્ક આપી રહ્યા છે. અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનની સાથે, ઐશ્વર્યા શર્મા અને તેના પતિ નીલ ભટ્ટ વચ્ચે પણ જોરદાર લડાઈ જોવા મળે છે.
પતિ નીલ સાથે વાત કરતી વખતે ઐશ્વર્યા કહે છે - હું જીવનમાં કોઈની સલાહ પર નથી ચાલી, એટલા માટે તુ તારી ગેમ રમ, હું મારી રમીશ. તે આગળ કહે છે - જ્યારે હું બોલું છું ત્યારે તુ કેમ સાંભળતો નથી, હું તને મૂર્ખ લાગુ છુ. ઐશ્વર્યાને જવાબ આપતાં નીલ કહે છે - આનો ચોક્કસ ઉકેલ આવશે. આ પછી ઐશ્વર્યા કહે છે- ઉકેલ ગયો તેલ લેવા, તુ તારી કામ કર.
બિગ બૉસે ઘરના સભ્યોને કહ્યું છે કે ઘરનો એક જ સભ્ય એક સમયે રસોડામાં પ્રવેશી શકે છે. ઘરનો દરેક સભ્ય તેનાઘરના સભ્યો માટે જ ભોજન રાંધશે. બિગ બૉસ વધુ એક ટ્વિસ્ટ લઈને આવ્યા છે કે રસોડું 24 કલાક ઉપલબ્ધ રહેશે નહીં. આ સાંભળીને બધાને નવાઈ લાગી. તમને જણાવી દઈએ કે ગત 25મી ઓક્ટોબરના એપિસોડમાં બિગ બૉસે રસોડામાં ભાગલા પાડતા જ ઘરના સભ્યો વચ્ચે ઈંડાને લઈને લડાઈ શરૂ થઈ ગઈ હતી. ઝઘડાની વચ્ચે ઈશા બૂમ પાડીને કહે છે, 'અરે ભાઈ, બધો સામાન રસોડામાં જ રાખ્યો છે, જેને જોઈએ એ ત્યાંથી જ ખાઈ લો.
એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે સના સાથે વાત કરતી વખતે અભિષેક મજાકમાં કહે છે - હવે કેમેરામાં દેખાતી નાની સના તેના માઈકના કારણે દેખાતી નથી. આના જવાબમાં સના કહે છે - મને તારી જેમ બિનજરૂરી ફૂટેજ લેવાની આદત નથી, તેથી બંને આ જ વાત પર દલીલ કરવા લાગ્યા. આ લડાઈમાં સોનાલી કૂદી પડે છે અને સના સાથે લડતી વખતે કહે છે - તુ ખોટુ બોલે છે. આ પછી સના અને સોનાલી વચ્ચે જોરદાર લડાઈ થાય છે.
Promo #BiggBoss Nomination affect #AishwaryaSharma aur #NeilBhatt me aayi daraar, Nominate hote hi aaya content bahar pic.twitter.com/8U4JlJXHp0
— The Khabri (@TheKhabriTweets) October 25, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
