Bigg Boss 13: વધુ ફીની ડિમાન્ડ સાથે 7 સુપરસ્ટાર્સે છોડ્યો શો
બિગ બોસ 13 લોન્ચ થવા આડે માત્ર 1 જ મહિનાનો સમય બાકી છે. આ શોનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે. જેના પરથી લાગી રહ્યું છે કે આ વખતે આ શોમાં મોટા પ્રમાણમાં સ્ટાર્સ જોવા મળશે.
બિગ બોસ 13 લોન્ચ થવા આડે માત્ર 1 જ મહિનાનો સમય બાકી છે. આ શોનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે. જેના પરથી લાગી રહ્યું છે કે આ વખતે આ શોમાં મોટા પ્રમાણમાં સ્ટાર્સ જોવા મળશે. જેને કારણે મેકર્સ શો માટે ઘણા સ્ટાર્સનું પ્લાનિંગ કરી રહ્યા છે. તાજેતરમાં જ આ શો માટે 7 નામનું લિસ્ટ લીક થયું હતું. પરંતુ વધુ ફીને કારણે કેટલાક સ્ટાર્સે ના પાડી દીધી. સૌથી વધુ ચર્ચા દેવોલીના ભટ્ટચાર્જી એટલ કે ગોપી વહુની થઈ રહી છે. આઈબી ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે દેવોલીનાને ઓછી ફી અપાઈ રહી હતી. દેવોલિનાએ દર અઠવાડિયે 80 હજારથી વધુ ફી માગી હતી.
મેકર્સ આ ડિમાન્ડ પૂરી ન કરી શક્યા. મળતી માહિતી પ્રમામે દેવોલિનાને દર અઠવાડિયે 30 હજાર આપવાનું આયોજન હતું, જેનાથી તે ખુશ નહોતી. બિગ બોસના મેકર્સ દેવોલીનાની લોકપ્રિયતાનો લાભ લેવા માગતા હતા. જો કે તેમણે પોતાની ફીની ડિમાન્ડને કારણે શૉ રિજેક્ટ કરી નાખ્યો.
તમને જણાવી દઈએ કે દેવોલિના ઉપરાંત એવા ઘણા સ્ટાર્સ છે, જે વધુ ફીની ડિમાન્ડને કારણે તો ક્યારેક શોના કન્સેપ્ટને કારણે ના પાડી ચૂક્યા છે.

નંબર 1
આ શો માટે અંકિતા લોખંડેને અપ્રોચ કરાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમામે તેમણે દર વીક માટે લાખો રૂપિયા માગ્યા હતા, જે પૂરી થઈ શકે તેમ નહોતી. એટલે તેમણે શોને ના પાડી દીધી.

નંબર 2
બ્રિટિશ એડલ્ટ એક્ટર ડૈની ડીએ પણ બિગ બોસ 13ની આખી સિઝન માટે 1 કરોડ માગ્યા હતા, પરંતુ મેકર્સ માટે આ ડિમાન્ડ મોટી હતી, એટલે તેમણે પણ ના પાડી દીધી.

નંબર 3
બિગ બોસ 13 માટે ઝરીન ખાને દર અઠવાડિયે 1 લાખની ડિમાન્ડ કરી હતી, જેને કારણે તે પણ આ લિસ્ટમાંથી બહાર થઈ ચૂકી છે.

નંબર 4
ખતરો કે ખિલાડી અને સા રે ગા મા પા જેવા શોથી લોકપ્રિય બની ચૂકેલા સિંગર આદિત્ય નારાયણ મામલે પણ મુદ્દો પૈસા પર અટક્યો છે. આદિત્યએ દર અઠવાડિયે 1 લાખથી 2 લાખની ફી માગી હતી.

નંબર 5
એવી પણ ચર્ચા છે કે એમટીવી રોડીઝના જજ અને હોસ્ટ રણવિજય સિંહને પણ બિગ બોસ 13 માટે એપ્રોચ કરાયો હતો. પરંતુ તેમણે આ શોમાં રસ ન હોવાનું કહીને ના પાડી દીધી.

નંબર 6
યે હૈ મહોબ્બતે ફેમ વિવેક દહિયાને પણ કન્ટેસ્ટન્ટ તરીકે એપ્રોચ કરાયો હતો. મળતી માહિતી પ્રમાણે વધુ ફીના કારણે તેમણે આ શોમાં આવવાની ના પાડી દીધી.

નંબર 7
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીઆઈડી ટીવી શો ફેમ દયા એટલે કે દયાનંદ શેટ્ટીને આ શોનો પ્રસ્તાવ મોકલાયો હતો. જો કે તેમણે કોઈ જવાબ નથી આપ્યો. દયા સોશિયલ મીડિયામાં મોટું ફેન ફોલોઈંગ છે.
આ પણ વાંચો: બાઝીગર ના છોડી હોત તો શાહરુખને બંગલો ના મળત, સલમાનનું નિવેદન ચર્ચામાં, કારણ 'ઈંશાઅલ્લાહ'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
