VIDEO: ભારતી સિંહ પર કૂતરાએ કર્યો હુમલો, પડી ગઈ તો દાંતોથી ઢસડી
હાલમાં જ ભારતીએ એક વીડિયો ઈનસ્ટાગ્રામ પર શેર કર્યો. આ વીડિયોમાં તેમની હાલત જોઈને તેમના ફેન્સ ગભરાઈ ગયા.
હાલમાં કલર્સ ટીવીના રિયાલીટી શો ખતરો કે ખિલાડીન સિઝન 9માં કૉમેડિયન ભારતી સિંહ કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી રહી છે. અહીં તે પોતાના ભારે ભરખમ શરીર છતાં શાનદાર સ્ટંટ કરીને સૌને ચોંકાવી રહી છે. અહીં તે રોજેરોજ સાબિત કરી રહી છે કે તે માત્ર કૉમેડી નહિ પરંતુ સ્ટંટ પણ કરી શકે છે. ભારતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણા ફોટા અને વીડિયો પણ શેર કરતી રહે છે. હાલમાં જ ભારતીએ એક વીડિયો ઈનસ્ટાગ્રામ પર શેર કર્યો. આ વીડિયોમાં તેમની હાલત જોઈને તેમના ફેન્સ ગભરાઈ ગયા.

કૂતરાએ કર્યો ભારતી પર હુમલો
ભારતીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં એક કૂતરાએ તેમના પર હુમલો કરીને તેને નીચે પાડી દીધી છે. જો કે ભારતીએ બ્લેક કલરનું સેફ્ટી સૂટ પહેર્યુ છે પરંતુ ડર અને પડવાની પીડા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. તમને જણાવી દઈએ કે ભારતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ખતરો કે ખિલાડીના કોઈ ટાસ્ટનો લાગી રહ્યો છે જેમાં અન્ય કન્ટેસ્ટન્ટ પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીના પતિ અને રાઈટર હર્ષ લિંબાચીયા પણ આ શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવ્યા હતા. જો કે હર્ષ એલિમિનેટ થઈ ગયા છે પરંતુ ભારતી હજુ પણ શાનદાર પર્ફોર્મન્સ આપી રહી છે.
|
શોમાં સાથી કન્ટેસ્ટન્ટને ખૂબ હસાવે છે ભારતી
એક કૉમેડિયન રૂપે ખાસ ઓળખ ધરાવતી ભારતી ખતરો કે ખેલાડી- 9માં માત્ર સ્ટંટ જ નથી કરતી પરંતુ કન્ટેસ્ટન્ટને ખૂબ હસાવે પણ છે. ભારતી અલગ અલગ કૉમેડી શો ઉપરાંત ઘણી વાર એવોર્ડ શોમાં પણ જોવા મળે છે. હાલમાં તે કપિલ શર્મા શોમાં પણ જોવા મળી રહી છે. અહીં તે બચ્ચા યાદવની પત્નીની ભૂમિકામાં છે. ભારતીની શાનદાર કૉમેડીથી લોકો હસી હસીને લોથપોથ થઈ જાય છે.

હવે આ નવા શોમાં જોવા મળશે ભારતી
સમાચાર છે કે ખતરો કે ખેલાડી બાદ એક નવા શોમાં જોવા મળશે. શોનું નામ છે ખતરા ખતરા ખતરા. તેમના પતિ હર્ષ લિંબાચિયા આ પ્રોજેક્ટ સાથે ક્રિએટીવ પ્રોડ્યુસર હશે. આ શોમાં પણ ભરપૂર એડવેન્ચર જોવા મળશે. અહીં હોસ્ટ તરીકે જોવા મળશે. આ શોમાં તેમની સાથે આદિત્ય નારાયણ, વિકાસ ગુપ્તા અને જાસ્મીન ભસીન હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
