Pics : પ્રેમની નાજુક-નમણી સુમન હવે ‘મા’ બનશે!
મુંબઈ, 18 જૂન : દોસ્તી મેં નો સૉરી, નો થૅંક્સ... હોતા હૈ હોતા હૈ... આ સંવાદો તો યાદ હશે આપને? નાજુક-નમણી એક નાર કે જે પોતાના પ્રેમી સાથે અટખેલીઓ કરતાં કંઇક આવા જ ડાયલૉગ બોલે છે.
મગજ ઉપર વધુ ભાર દેવાની જરૂર નથી ભાઈ... જો યાદ ન આવ્યું હોય તો અમે બતાવી દઇએ. અમે વાત કરી રહ્યાં છીએ પ્રેમ અને સુમનની. મૈંને પ્યાર કિયા ફિલ્મની આ જોડીને આજે પણ અનેક પ્રેમી યુગલો યાદ કરે છે અને તેમના નામના સોગંધો લે છે. પ્રેમ એટલે સલમાન ખાન તો આજે બૉલીવુડના દબંગ બની ગયા છે, પરંતુ તેની પ્રેમિકા સુમન એટલે કે ભાગ્યશ્રીને આજે નવી પેઢી કદાચ ઓળખતી પણ નહીં હોય.
મૈંને પ્યાર કિયા ફિલ્મની ભાગ્યશ્રી આજે ભલે બૉલીવુડ ફિલ્મોમાં સક્રિય નથી, પરંતુ હવે તેઓ નાના પડદા દ્વારા મનોરંજન જગતમાં કમબૅક કરી રહ્યાં છે. ભાગ્યશ્રી ટુંક સમયમાં જ લોકોને ટેલીવિઝન સીરિયલ લૌટ આઓ ત્રિશામાં જોવા મળશે કે જેમાં તેઓ માતાનો રોલ કરી રહ્યાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ ભાગ્યશ્રી અને લૌટ આઓ ત્રિશા વિશે :

મનોરંજન જગતમાં કમબૅક
ભાગ્યશ્રી પટવર્ધન લૌટ આઓ ત્રિશા શો દ્વારા મનોરંજન જગતમાં કમબૅક કરી રહ્યાં છે.

ગુમ દીકરીના માતાનો રોલ
ભાગ્યશ્રી લાઇફ ઓકે પર પ્રસારિત થનાર લૌટ આઓ ત્રિશા શોમાં એક ખોવાયેલી દીકરીના માતાનો રોલ કરશે. ભાગ્યશ્રી કહે છે કે એક ગંભીર પાત્ર હોવાના કારણે જ તેમણે તેનો સ્વીકાર કર્યો.

ભાગ્યશ્રી એક્સાઇટેડ
ભાગ્યશ્રીએ જણાવ્યું - હું લાંબા સમય બાદ મનોરંજન જગતમાં પાછી ફરી રહી છું અને તેથી જ હું બહુ ઉત્સાહિત છું.

જુલાઈમાં પ્રસારણ
લૌટ આઓ ત્રિશાનું પ્રસારણ જુલાઈથી શરૂ થશે કે જેમાં ભાગ્યશ્રીના પાત્રનું નામ અમૃતા સ્વાઇકા છે કે જે ત્રિશાની શોધમાં છે.

મુશ્કેલીઓનો સામનો
દીકરી ત્રિશાની શોધ કરતાં અમૃતાને કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે જ આ શોમાં ખાસ મહત્વનું છે.

મુશ્કેલીઓનો સામનો
દીકરી ત્રિશાની શોધ કરતાં અમૃતાને કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે જ આ શોમાં ખાસ મહત્વનું છે.

નાના પડદે પણ કમબૅક
ભાગ્યશ્રી નાના પડદે કામ કરી ચુક્યાં છે. તેઓએ 1987માં કચ્ચી ધૂપ શો દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું.

ઝલક...માં ઝલક
ભાગ્યશ્રીએ આંધી જસબાતોં કી તથા દીદી કા દુલ્હા જેવા શોમાં પણ કામ કર્યુ હતું, તે તેઓ ઝલક દિખલા જા 3માં દેખાયા હતાં.

નંદિતા-ભૈરવી નિર્માતા
લૌટ આઓ ત્રિશાનું નિર્માણ 24 ફ્રેમ્સના નંદિતા મહેરા અને ભૈરવી રાયચુરા કરી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
