આફ્રિદીને પ્રેમી ગણાવનાર અર્શી ખાને છ મહિનામાં જ કેમ છોડ્યું રાજકારણ?
પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીને પોતાનો મહેબૂબ ગણાવી બંને દેશમાં સમાચારોમાં ચમકનાર અર્શી ખાન ફરી ચર્ચામાં છે.
પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીને પોતાનો મહેબૂબ ગણાવી બંને દેશમાં સમાચારોમાં ચમકનાર અર્શી ખાન ફરી ચર્ચામાં છે. રાજકારણને માત્ર છ જ મહિનામાં આવજો કરવાના કારણે તે સમાચારોમાં ચમકી છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં જ તેણે જાહેરાત કરી હતી કે તે કોંગ્રેસ જોઈન કરી રહી છે, જો કે પક્ષમાં જોડાયાના 6 મહિના બાદ અર્શી ખાને રાજકારણને જ ટાટા કહેવાનો નિર્ણય કર્યો છે.

અર્શીએ છ મહિનામાં છોડ્યું રાજકારણ
તમને જણાવી દઈએ કે અર્શીએ આ મામલે ટ્વિટર પર નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં વધુ કામ ળવાને કારણે રાજકારણમા ધ્યાન આપવું મુશ્કેલ થઈ રહ્યું છે. હું ભારતીય નેશનલ કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું.
|
અર્શીએ આપ્યા આ કારણ
આગળ અર્શી ખાને લખ્યું છે પક્ષે મારામાં વિશ્વાસ મૂકીને મને સમાજનું ધ્યાન રાખવાની તક આપી તે માટે આભાર માનું છું. હું એક જવાબદાર ભારતીય નાગરિકની જેમ હંમેશા સપોર્ટ કરતી રહી છે. મારી ફિલ્મો, વેબસિરીઝ અને મ્યુઝિક પ્રોડક્શનમાં કમિટમેન્ટ્સ સિવાય રાજીનામાનું બીજું કોઈ કારણ નથી. તમારા પ્રેમ અને સપોર્ટ માટે તમામનો આભાર. ખૂબ બધા પ્રેમ સાથે અર્શી.

તેજપ્રતાપ સાથેનો ફોટો થયો હતો વાઈરલ
કેટલાક સમય પહેલા અર્શી ખાન અને રાજદ પ્રમુખ લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપની એક તસવીર સોશિયલ મીડિયા પર વાીરલ થઈ હતી. જે મામલે ખુલાસો કરતા અર્શી ખાને કહ્યું હતું તેમણે 30 માર્ચ 2019ના રોજ તેજ પ્રતાપ સાથે મુલાકાત કરી હતી. બધાની પર્સનલ લાઈફ હોય છે, તેમની પણ છે, મારી પણ છે. તેઓ સારા મિત્ર છે. અને મિત્રને મળવામાં કંઈ મુસ્કેલી ન હોવી જોઈએ. પરંતુ તેમણે આ વિશે વધુ વાત કરવાની મીડિયાને ના પાડી દીધી હતી. જો કે તેમણે એ કહ્યું હતું કે તેજે તેમને ભગવત ગીતા ગિફ્ટ કરી છે.

શાહિદ આફ્રિદીને ગણાવ્યો હતો પ્રેમી
ઉલ્લેખનીય છે કે વિવાદોમાં રહેનારી અર્શી ખાને કેટલાક સમય પહેલા એવું નિવેદન આપ્યું હતું, જેનાથી ભારતની સાથે પાકિસ્તાનમાં પણ તેમની ચર્ચા થઈ હતી. અર્શી ખાને પાકિસ્તાની સ્ટાર ક્રિકેટર આફ્રિદીને તેમણે પ્રેમી ગણાવ્યા હતા. તેમણે મીડિયાને નિવેદન આપ્યું હતું કે આપફ્રિદીએ તેમની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો અને તે આફ્રિદીના બાળકની મા બનવાની હતી, પરંતુ કોઈ કારણે તેમનું મિસકેરેજ થઈ ગયું. બાદમાં આ સમાચારથી ભારત પાકિસ્તાનાં હોબાળો થયો હતો.

આફ્રિદીએ ઈન્ડિયન મીડિયાને વખોડ્યું હતું
આ મામલે પ્રતિક્રિયા આપતા આફ્રિદીએ અર્શી ખાન સહિત આખા ઈન્ડિયન મીડિયાને વખોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતીય મીડિયા હાથે કરીને તેમનું નામ ખરાબ કરવા પ્રયત્ન કરે છે. અને તેમના અંગત સંબંધોને બીજા પ્રકારે રજૂ કરી વેચી રહ્યા છે. આફ્રિદીના નિવેદન પર પણ હોબાળો તયો હતો.

અર્શીએ વ્યક્ત કર્યો અફસોસ
જો કે આ વિવાદ બાદ અર્શી ખાન બિગ બોસ 11માં પહોંચી હતી, જ્યાં તેમણે પોતાની આ વાતને લઈ અફસોસ વ્યક્ત કર્યો હતો, જો કે તેમણે કહ્યું હતું કે આફ્રિદી હંમેશા તેમના પ્રેમી રહેશે, તેમના તેના પર ઘણા અહેસાન છે.
આ પણ વાંચો: Video: આ અભિનેત્રીના ભોજનમાં દેખાયો 'ચાલતો કીડો', બિમાર થઇ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
