ડિમ્પીએ બિઝનેસ મૅન સાથે રાત વિતાવી, રાહુલ લેશે છુટાછેડા!
મુંબઈ, 26 એપ્રિલ : ફરી એક વાર વિવાદાસ્પદ ટેલીવિઝન અભિનેતા રાહુલ મહાજન અને તેમના પત્ની ડિમ્પી મહાજનના છુટાછેડાની આશંકાઓ ઊભી થઈ ગઈ છે. જાણવા મળે છે કે બંનેનો સંબંધ બહુ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને બંને છેલ્લા ઘણા સમયથી જુદા રહી રહ્યાં છે. બંનેના અણબનાવનું કારણ ડિમ્પનીની દુબઈના એક બિઝનેસ મૅન સાથેની નિકટતાઓ બતાવાઈ રહ્યું છે.
દરેક વખતની જેમ રાહુલે આ વખતે પણ ડિમ્પી ઉપર શંકા કરી છે, પરંતુ કદાચ આ વખતે તેમની શંકા યોગ્ય જ છે. કેટલાંક અખબારોની માનીએ, તો રાહુલે ડિમ્પી અંગે જણાવ્યું છે કે દુબઈના બિઝનેસ મૅન સાથે ડિમ્પી રાતો પણ વિતાવી ચુક્યાં છે. તેથી હવે રાહુલ મહાજન પોતાની પત્ની સાથે નથી રહી શકતાં. તેમણે ડિમ્પીથી છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.
ચાલો રાહુલ-ડિમ્પીની તસવીરો સાથે જાણીએ વિગતો :

ડિમ્પી દુબઈ શિફ્ટ
માહિતી તો અહીં સુધી મળી છે કે ડિમ્પી મહાજન દુબઈ શિફ્ટ થઈ ચુક્યાં છે અને રાહુલ મુંબઈમાં એકલા જ રહે છે. રાહુલનો પરિવાર અગાઉથી જ તેમનાથી જુદો રહે છે. બહેન પૂનમ મહાજન ભાજપના ઉમેદવાર છે.

સંબંધોમાં અણબનાવ
ચાર વર્ષ જૂના છે રાહુલ-ડિપ્પીના લગ્ન અને અનેક વખત અણબનાવના સમાચારો આવ્યાં છે. જોકે દરેક વખતે વાત બગડતા પહેલા રાહુલ-ડિમ્પી સુલેહ કરી લે છે. અનેક વખત ડિમ્પીએ રાહુલ સામે ઘરેલુ હિંસાના આરોપો લગાવ્યાં છે.

રિયલિટી શોમાં લગ્ન
રાહુલ મહાજને 2010માં દુલ્હનિયા લે જાયેગા નામના રિયિટી શોમાં ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતાં. ડિમ્પી બંગાળી ફિલ્મોના આયટમ ગર્લ અને હૉટ અભિનેત્રી છે. તેઓ રાહુલના બીજા પત્ની બન્યા હતાં.

નચ બલિયે 5માં રાહુલ-ડિમ્પી
રાહુલ મહાજન અને ડિમ્પી મહાજન સ્ટાર પ્લસના ડાન્સ રિયલિટી શો નચ બલિયે 5માં દેખાયા હતાં અને બંને બહુ ખુશ જણાતા હતાં.

રાહુલનો રેકૉર્ડ ખરાબ
રાહુલની પ્રથમ પત્ની શ્વેતા સિંહ હતાં કે જેમની સાથે રાહુલે 2008માં છુટાછેડા લીધા હતાં. શ્વેતાએ રાહુલ માનસિક રૂપે વિક્ષિપ્ત હોવાનો આરોપ મૂક્યો હતો. શ્વેતાનો આરોપ હતો કે રાહુલ મારઝૂડ કરે છે અને રાહુલે ગુસ્સામાં પોતાની બાળકીને ધાબા પરથી નીચે ફેંકી દીધી હતી.

પાયલને પણ ખરાબ અનુભવ
રાહુલ મહાજન ભલે આજે ડિમ્પીના ચારિત્ર્ય ઉપર આંગળી ઉઠાવતા હોય, પરંતુ તેઓનું દામન પણ પાક-સાફ તો નથી જ. પ્રથમ પત્ની શ્વેતાથી છુટા પડ્યા બાદ રાહુલે મૉડેલ પાયલ રોહતગી સાથે રોમાંસ કર્યો હતો અને તેમની સાથે પણ દુર્વ્યવહાર કરી મારઝૂડ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
