BB11: કન્ટેસ્ટંટ્સના નામથી માંડીને ઘરની તમામ વિગતો વાંચો અહીં
1 ઓક્ટોબરથી શરૂ થશે બિગ બોસની 11મી સિઝન, સલમાન ખાનની એન્ટ્રીથી માંડીને કંન્ટેસ્ટંટ્સના નામ અને ઘરની તમામ વિગતો વાંચો અહીં...
ટેલિવિઝન દુનિયાનો સૌથી લોકપ્રિય ટેલિવિઝન શો બિગ બોસ 11 1 ઓક્ટોબરથી શરૂ થશે. શોના હોસ્ટ સલમાન ખાનની એન્ટ્રી ધમાકેદાર હશે એ વાત તો નક્કી છે. સાથે જ શોના પહેલા દિવસે સેટ પર 'જુડવા 2'ની ટીમ વરુણ ધવન, તાપસી પન્નુ અને જેકલિન ફર્નાન્ડિઝ પણ જોવા મળશે. આ સાથે જ સલમાન ખાન બિગ બોસ 11નું ઘરનો પહેલો લૂક લોકો સમક્ષ રજૂ કરશે. આ 11મી સિઝનમાં ભાગ લેનારા કન્ટેસ્ટંટનું લિસ્ટ થોડા સમય પહેલા જ લિક થયું હતું, જો કે તેમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા.

'જુડવા' અને 'જુડવા 2'
સેટ પર વરુણ ધવન, તાપસી પન્નુ અને જેકલિન સાથે મસ્તી કરતા સલમાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક્ટર્સે આ શોની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. અહીં સલમાન વરુણ, તાપસી અને જેકલિન સાથે 'જુડવા'ના સોંગ 'ટન ટના ટન' પર ડાન્સ કરતા જોવા મળે છે. વળી તેણે જેકલિન સાથે 'કિક'ના સોંગનો સિગ્નેચર સ્ટેપ પણ અહીં કર્યો હતો.

બિગ બોસ 11નું ઘર
બિગ બોસ 11ના ઘરની પણ કેટલીક તસવીરો વાયરલ થઇ છે. આ વખતનું બિગ બોસ 11નું ઘર તેની થીમની માફક જ એકદમ અલગ અને કલરફુલ છે. ગત સિઝનની માફક જ આ સિઝનમાં પણ ઘરમાં જાકુઝીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રીનરીથી ઘેરાયેલું હશે. ઘરનો લિવિંગ રૂમ પોપ આર્ટ થિમ પર ડિઝાઇન થયો છે. સૂત્રો અનુસાર, આ વખતના ઘરમાં કન્ટેસ્ટંટ્સ માટે ડબલ બેડ રાખવામાં આવ્યા છે. કન્ફેશન રૂમની ચેર, કારની સીટ માફક ડિઝાઇન કરવામાં આવી છે. આ ઘરમાં લગભગ 90 કેમેરા હશે.

શિલ્પા શિંદે અને સપના ચૌધરી
બિગ બોસ 11માં 12 કન્ટેસ્ટંટ ભાગ લેશે. જેમાં સૌ પ્રથમ નામ આવે છે શિલ્પા શિંદેનું. શોના મેકર્સ દ્વારા 'ભાભાજી ઘર પે હે'ની એક્ટ્રેસ શિલ્પા શિંદે અને સલમાનનો એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સલમાન ખાન શિલ્પા શિંદેનું ઇન્ટ્રોડક્શન કરતા જોવા મળે છે. બિગ બોસ 11ના અન્ય એક વીડિયોમાં સલમાન સપના ચૌધરીનું ઇન્ટ્રોડક્શન કરતા અને તેની સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

અન્ય કન્ટેસ્ટંટ્સ
'યે રિશ્તા ક્યા કેહલાતા હે'ની એક્ટ્રેસ હિના ખાન આ પણ આ શોમાં જોવા મળશે. આ ઉપરાંત વિકાસ ગુપ્તા, હિતેન તેજવાની, બેનાફ્શા સૂનાવાલા, ઝૂબૈર ખાન, રાવ કરણ યાદવ, જ્યોતિ કુમારી, શિવાની દુર્ગા, નીતિ ટેલર અને પ્રિયાંક શર્મા પણ જોવા મળશે. હિતેન તેજવાનીની પત્ની ગૌરી પ્રધાન પણ બિગ બોસ 11ના હાઉસમાં જોવા મળે એવી શક્યતા છે.

નવી થીમ અને ચર્ચિત કન્ટેસ્ટંટ્સ
મેકર્સ દ્વારા બિગ બોસ 11ની ઝલક આપતા બીજા પણ કેટલાક વીડિયો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં જોવા મળતા સેલિબ્રિટીઝ શોનો ભાગ બનશે કે કેમ એ રહસ્ય છે. આ વખતનો બિગ બોસ શો નેબર્સની થીમ પર આધારિત છે. નવી થીમ અને ચર્ચિત કન્ટેસ્ટંટ્સને કારણે શો અંગે લોકોમાં ખાસી ઉત્સુકતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
