જાણીતી અભિનેત્રીએ સંભળાવી આપવીતી, ‘દોસ્તો સામે જ મને પીટતો હતો બોયફ્રેન્ડ'

ટીવી સીરિયલ ‘ઉતરન' માં ઈચ્છાની ભૂમિકા નિભાવીને સમાચારોમાં છવાયેલી નાના પડદાની અભિનેત્રી ટીના દત્તાએ પોતાના બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપ અંગે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ટીવી સીરિયલ 'ઉતરન' માં ઈચ્છાની ભૂમિકા નિભાવીને સમાચારોમાં છવાયેલી નાના પડદાની અભિનેત્રી ટીના દત્તાએ પોતાના બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપ અંગે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટીનાએ જણાવ્યુ કે એક કોમન દોસ્તના માધ્યમથી તેના મુલાકાત એ વ્યક્તિ સાથે થઈ જેને તે છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી હતી. ટીનાનું કહેવુ છે કે તેના બોયફ્રેન્ડે તેની સાથે શારીરિક અને મૌખિત બંને રીતે અપમાનજનક વ્યવહાર કર્યો. તમને જણાવી દઈએ કે ટીના દત્તા હાલમાં એન્ડ ટીવી પર આવતી હોરર સીરિયલ ડાયન માટે ચર્ચામાં છે. ટીના આ સીરિયલમાં મુખ્ય ભૂમિકામાં છે.

‘હું ચૂપ રહી કારણકે ઈચ્છતી હતી કે આ સંબંધ ચાલે'

‘હું ચૂપ રહી કારણકે ઈચ્છતી હતી કે આ સંબંધ ચાલે'

અંગ્રેજી વર્તમાનપત્ર બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતા ટીનાએ જણાવ્યુ, ‘હું એ વ્યક્તિ સાથે પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહી. તે ફિલ્મ કે ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો નહોતો. અમારા બંનેની મુલાકાત એક કોમન દોસ્ત દ્વારા થઈ. મે મારા રિલેશનને સાર્વજનિક કર્યા કારણકે તેણે મારી સાથે ગાળાગાળી શરૂ કરી દીધી. શરૂઆતમાં હું ઈચ્છતી હતી કે અમારો સંબંધ જળવાઈ રહે અને આગળ વધે એટલા માટે ચૂપ રહી પરંતુ જલ્દી મને અહેસાસ થયો કે આ સંબંધ હવે આગળ નહિ વધી શકે. તે પોતાના દોસ્તો સામે પણ મને મારવા લાગતો હતો. અહીં સુધી કે હું મારા દોસ્તો સામે પણ તેની પિટાઈ સહન કરતી હતી.'

‘ઈચ્છતી હતી કે લવ મેરેજ થાય, પરંતુ કદાચ...'

‘ઈચ્છતી હતી કે લવ મેરેજ થાય, પરંતુ કદાચ...'

ટીનાએ આગણ જણાવ્યુ, ‘હું મારો આત્મવિશ્વાસ ગુમાવી ચૂકી હતી, હું એકદમ તૂટી ગઈ હતી. હું ક્યારેય પોતાના રિલેશનને સાર્વજનિક કરવા નહોતી ઈચ્છતી પરંતુ મને લાગ્યુ કે આ જ બોલવાનો યોગ્ય સમય છે. હું લગ્ન કરીને પોતાનું ઘર વસાવવા ઈચ્છુ છુ અને કોઈ અફેરમાં જઈને ફરીથી મારુ દિલ તોડવા નથી ઈચ્છતી. મારી હંમેશાથી ઈચ્છા હતી કે હું લવ મેરેજ કરુ પરંતુ ભગવાન એવુ નહોતા ઈચ્છતા કદાચ એટલા માટે તેમણે કોઈને મારા માટે ન મોકલ્યા. હું મારી ઈન્ડસ્ટ્રીના કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી ઈચ્છતી અને કોઈ એક્ટર તો બિલકુલ નહિ કારણકે એ સંબંધમાં એક અસુરક્ષાની ભાવના હશે. મે એક્ટર્સ વચ્ચે થયેલા ઘણા લગ્નને નિષ્ફળ થતા જોયા છે.'

5 વર્ષની ઉંમરમાં જ ટીનાએ શરૂ કરી એક્ટિંગ

5 વર્ષની ઉંમરમાં જ ટીનાએ શરૂ કરી એક્ટિંગ

તમને જણાવી દઈએ કે ટીના દત્તા પોતાની સહ કલાકાર રશ્મિ દેસાઈ સાથેના વિવાદ માટે પણ સમાચારોમાં રહી ચૂકી છે. જો કે વિવાદોને અફવા ગણાવતા ટીનાએ કહ્યુ કે, ‘ઈમાનદારીથી કહુ તો રશ્મિ અમે મારી વચ્ચે ક્યારેય કોઈ વિવાદ કે કેટફાઈટ જેવુ નથી રહ્યુ. લોકોએ પબ્લિસિટી સ્ટંટ માટે નાની નાની વાતોને ચઢાવી ચઢાનીને રજૂ કરી અને કહાનીઓ બનાવી. રશ્મિ અને મે હંમેશા એકબીજાને સપોર્ટ કર્યો છે. હું રશ્મિના ટચમાં છુ અને અમે બંને પડોશી છીએ અને સારા દોસ્ત છીએ.' ઉલ્લેખનીય છે કે ટીના દત્તાએ માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ પોતાની એક્ટિંગની કેરિયરની શરૂઆત કરી દીધી હતી. તેમણે નાના પડદા પર સિસ્ટર નિવેદતા સીરિયલથી પોતાની કેરિયર શરૂ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X