Bigg Boss 12: અનૂપ જલોટાના બાળકની મા બનવાની હતી જસલીન મથારુ?
અભિનેત્રી અનીશા સિંહ શર્માએ અનૂપ જલોટા પર સંગીન આરોપ લગાવ્યા છે. ઈન્ડિયા સ્કૂપ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અનીશાએ કહ્યુ કે દુનિયા માટે ભજન સમ્રાટ ગણાતા અનૂપ જલોટા પર્સનલ લાઈફમાં ઘણા અલગ પ્રકારના વ્યક્તિ છે
કલર્સના સૌથી વિવાદિત શો બિગ બોસ 12 ની અત્યાર સુધીની સૌથી ચર્ચિત જોડી ભજન સમ્રાટ અનૂપ જલોટા અને તેમની શિષ્યા જસલીન મથારુની છે. જેમના વિચિત્ર અફેરથી સૌ કોઈ હેરાન છે. એક તરફ જસલીનના પરિવારને ઝટકો લાગ્યો છે ત્યાં બીજી તરફ અનૂપ જલોટા અંગે ઘણા ખુલાસા થઈ રહ્યા છે. અભિનેત્રી અનીશા સિંહ શર્માએ અનૂપ જલોટા પર સંગીન આરોપ લગાવ્યા છે. ઈન્ડિયા સ્કૂપ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અનીશાએ કહ્યુ કે દુનિયા માટે ભજન સમ્રાટ ગણાતા અનૂપ જલોટા પર્સનલ લાઈફમાં ઘણા અલગ પ્રકારના વ્યક્તિ છે. તે મારી પાસે પણ સેક્સ્યુએલ ફેવર માંગતા હતા અને બદલામાં ટીવી પર મોટો રોલ અપાવવાની વાત કરતા હતા. અનૂપે મને બિગ બોસમાં લઈ જવાનો ભરોસો અપાવ્યો હતો પરંતુ હું સમય રહેતા તેમની મનશા સમજી ગઈ હતી.

અનૂપ જલોટાના બાળકની મા બનવાની હતી જસલીન?
અનીશાએ અનૂપ અને જસલીનના સંબંધો પર મોટુ નિવેદન આપ્યુ છે. અનીશાએ કહ્યુ કે બંને પોતાના સંબંધોમાં ઘણા આગળ વધી ચૂક્યા છે. જસલીન તો અનૂપના કારણે ગયા વર્ષે ગર્ભવતી થઈ ગઈ હતી અને અનૂપના કહેવાથી જ તેણે અબોર્શન કરાવ્યુ હતુ અને એટલુ જ નહિ આના માટે અનૂપ અને જસલીન વચ્ચે ઝઘડો પણ થયો હતો.

અનીશા સિંહને અનૂપ જલોટાએ આપી હતી ધમકી
અનીશાએ એમ પણ કહ્યુ કે અનૂપને લાગતુ હતુ કે જસલીનનો કોઈ બોયફ્રેન્ડ છે જ્યારે જસલીન આ વાતથી ઈનકાર કરતી હતી. આ વાતને લઈને હંમેશા બંનેમાં તનાતની થતી હતી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે અનૂપે અનીશાને ધમકી પણ આપી હતી કે જો આ વાત કોઈને કહી તો તેને મારી દેશે.

સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અનૂપ-જસલીન
તમને જણાવી દઈએ કે બિગ બોસ શો માં અનૂપ અને જસલીન બંનેએ કબૂલ્યુ છે કે તે સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જસલીને કહ્યુ કે મારાથી વધારે અનૂપ તેના માટે બેકરાર રહે છે. જો હું તેમને ફોન ના કરુ તો તે દસ વાર ફોન કરે છે. અમારે પરિવારથી છૂપાઈને મળવુ પડે છે પરંતુ હવે બિગ બોસમાં અમે ખુલ્લમ-ખુલ્લા પ્રેમ કરી શકીશુ. ત્યારબાદ જસલીનના પિતાએ કહ્યુ કે આ વાત સાંભળીને અમારો આખો પરિવાર શોકમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
