9 યુવતીઓએ કર્યું એવું કામ કે, રાતોરાત બદલાઈ ગઈ કિસ્મત
આજકાલ ટેક્નોલોજીનો જમાનો છે, અને સોશિયલ મીડિયા પણ આ જ ટેક્નોલોજીનો પ્રતાપ છે. સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે, જે રાતોરાત કોઈને પણ સુપરસ્ટાર બનાવી શકે છે.
આજકાલ ટેક્નોલોજીનો જમાનો છે, અને સોશિયલ મીડિયા પણ આ જ ટેક્નોલોજીનો પ્રતાપ છે. સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે, જે રાતોરાત કોઈને પણ સુપરસ્ટાર બનાવી શકે છે. એક તરફ સોશિયલ મીડિયા પર મોટા સ્ટાર્સ અને નેતાઓ કોઈને કોઈ કારણે ટ્રોલ થાય છે, તો સામાન્ય માણસો માત્ર ગણતરીના કલાકોમાં સેલિબ્રિટી બની જાય છે. ક્યારેક ઈન્ટરનેટ પર કેટલાક કામ એટલી સરળતાથી થઈ જતા હોય છે, જાણે જાદુ જ જોઈ લો.
ફેસબુક, ટ્વિટર અને ઈન્સટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે અનેક લોકોને માત્ર ગણતરીની મિનિટોમાં તળિયેથી ટોચ પર પહોંચાડી દીધા છે. સોશિયલ મીડિયાની વાત કરીએ તો ટ્રોલ અને વાઈરલ જેવી ઘટના માત્ર સેકન્ડોમાં જ થઈ જાય છે, કોઈને બદનામ કરી દે છે, તો કોઈના નામ થઈ જાય છે. સોશિયલ મીડિયાની તાકાત અને તેને યુઝ કરનાર લોકોને આવા અનેક ઉદાહરણ મળી જશે, જેમની તકદીર સોશિયલ મીડિયાએ રાતોરાત બદલી નાખી.
બસ એક વીડિયો, ફોટો કે પછી કોઈ પોસ્ટ.. સોશિયલ મીડિયા પર તમારી ઓળખ બદલી નાખે છે. મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વરિયર તેનું તાજુ ઉદાહરણ છે. ફક્ત પ્રિયા જ નહીં, આ પહેલા પણ સોશિયલ મીડિયા અનેક લોકોને સ્ટાર બનાવી ચૂક્યુ છે. પહેલા આ લોકોને કોઈ નહોતું ઓળખતું, પરંતુ સોશિયલ મીડિયાએ તેમને સેલિબ્રિટી બનાવી દીધા. એવી નવ યુવતીઓ વિશે જાણો, જે સોશિયલ મીડિયાના ચમત્કારને કારણે વિશ્વભરમાં જાણીતી બની ગઈ.

પ્રિયા પ્રકાશ વરિયર
પ્રિયા પ્રકાશનો આંખ મારતો વીડિયો વાઈરલ થયો હતો. તેની ડેબ્યુ ફિલ્મ ‘ઓરુ અદાર લવ'ના ગીતની આ ક્લીપ એટલી જાણીતી બની કે પ્રિયાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ 121 હજારથી વધીને 5.4 મિલિયન થઈ ગયા.

ઢિંચાક પૂજા
બકવાસ અને બેસુરા ગીત ગાઈને સોશિયલ મીડિયા સ્ટાર ઢિંચાક પૂજાને એવી સફળતા મળી કે તે બિગ બોસ સુધી પહોંચી ગઈ.

સાક્ષી મલિક
ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વિટી' આ વર્ષે સુપરહિટ સાબિત થઈ, એવી જ રીતે આ ફિલ્મનું ગીત ‘બમ ડિગી ડિગ્ગી' પણ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યું. આ જ ગીતમાં ચશ્માધારી એક યુવતી દેખાઈ, જેની એક મુસ્કાને લાખો દિલને અસર કરી. આ યુવતી હતી સાક્ષી મલિક. માત્ર એક નાના કેમિયો બાદ સાક્ષી સોશિયલ મીડિયા પર જબરજસ્ત જાણીતી બની ગઈ.

માનુષી છિલ્લર
મિસ ઈન્ડિયા અને મેડિકલ સ્ટુડન્ટ માનુષી છિલ્લર વિશે લોકો ખૂબ જ ઓછું જાણતા હતા. પરંતુ જ્યારે 17 વર્ષ બાદ ફરી એકવાર માનુષીએ ભારતને મિસ વર્લ્ડનો ખિતાબ અપાવ્યો. ત્યારે આ સુંદરી રાતોરાત સ્ટાર બની ગઈ. માનુષી વિશે ચર્ચા બોલીવુડથી લઈને પોલિટિક્સ સુધી થવા લાગ્યા.

ગૌરી અરોરા
રિયાલિટી શો સ્પિલ્ટ્સવિલાના કંટેસ્ટન્ટ ગૌરવ અરોરા સેક્સ ચેન્જ કરાવ્યા બાદ ગૌરી અરોરા તરીકે સામે આવી, તો આખો દેશ ચોંકી ઉઠ્યો. ગૌરી મોડેલિંગ શો ‘ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ'ની સીઝન ટુમાં પણ દેખાઈ હતી. અને બિકિનીમાં જબરજસ્ત હોટ લાગી રહી હતી.

પૂનમ કૌર
એક સમારોહમાં તમામની નજર મિસ્ટ્રી ગર્લ પર અટકી ગઈ. કેમેરો દર્શકો વચ્ચે બેઠેલી એક યુવતી તરફ ફર્યો, અને લોકોની ધડકન પણ ત્યાં જ અટકી ગઈ. કેમેરામાં થયેલી આ યુવતી છે પૂનમ કૌર લાલ. પૂનમ હૈદરાબાદની છે, અને સાઉથની ફિલ્મોમાં એક્ટ્રેસ-મોડલ છે. પૂનમ સંખ્યાબંધ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે.

બનીતા સિંધુ
એક ચિંગમની જાહેરાતમાં બનીતા સિંધુ દેખાઈ, અને એટલી મશહૂર થઈ ગઈ કે સીધી જ સિલ્વર સ્ક્રીન પર વરુણ ધવન સાથે ફિલ્મ ઓક્ટોબરમાં જોવા મળી.

દિપીકા પાદુકોણ
સ્ટાર હિરોઈન બનતા પહેલા દિપીકા પાદુકોણ હિમેશ રેશમિયાના એક આલ્બમમાં દેખાઈ હતી. આ આલ્બમમાં દેખાયા બાદ દિપીકાની તસવીર એવી વાઈરલ થઈ કે, કિંગ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી જ કરી લીધી.

શાશા ક્ષેત્રી
એક મોબાઈલ નેટવર્કની જાહેરાતે શાશા ક્ષેત્રીને વર્લ્ડ ફેમસ બનાવી દીધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
