રિલીઝ પહેલા જ 200 કરોડની કમાણી, આને કહેવાય સુપરસ્ટાર..
રજનીકાંતની ફિલ્મ કબાલી 22 જુલાઇએ દેશભરમાં રિલીઝ થઈ ચુકી છે. રજનીકાંતની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મનું પણ ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યા છે. રજનીકાંતના ફેન્સની ધૂમ આખા દેશભરમાં જોવા મળી રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ફિલ્મ એક સુંદર ઓપનર સાબિત થશે. ( Read: કબાલી ફિલ્મ માટે આજે ચેન્નાઈ અને બેંગ્લોરની કંપનીઓમાં રજા... )

ખાસ વાત તો એ કે કબાલી રિલીઝ પહેલા જ 200 કરોડની કમાણી કરી ચૂક્યું છે. રજનીકાંતની ફિલ્મ કબાલી દુનિયાભરના 3900 સ્ક્રીનમાં રિલીઝ થઈ ચુકી છે. આખા તામિલનાડુમાં આ ફિલ્મના રવિવાર સુધીના શો બૂક થઈ ચુક્યા છે.

ચેન્નાઈ અને બેંગ્લોરમાં સવારે 4 વાગ્યાથી શો શરૂ થઈ ચુક્યા છે અને બધા જ શો ફૂલ પણ થઈ ગયા છે. ઘણા દિવસની એડવાન્સ બૂકિંગ હોવા છતાં પણ લોકો ટિકિટ માટે આખી રાત લાઈનમાં જોવા મળ્યા હતા એ આશા સાથે કે ટિકિટ મળી જાય.

અમેરિકામાં લગભગ 400 સિનેમાઘરોમાં આ ફિલ્મ તામિલ અને તેલુગુ વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી છે. ત્યાં છેલ્લા 3 અઠવાડિયાથી બૂકિંગ ચાલુ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ તામિલ, તેલુગુ, હિન્દી, મલેશિયા, ચીની અને થાઈ ભાષામાં ડબ કરવામાં આવી છે.

કબાલી ફિલ્મ કુલ 160 કરોડના ખર્ચે બની છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ સેટેલાઇટ રાઈટ્સ અને ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ વેચીને કુલ 200 કરોડની કમાણી કરી લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
