Spider Man No Way Home - ફિલ્મનું ટ્રેલર ઓનલાઈન લીક થયું

Spider Man No Way Home નું ટ્રેલર તાજેતરમાં ઓનલાઇન લીક થયું છે. જે બાદ ફિલ્મના મેકર્સ એકદમ પરેશાન લાગે છે. તેઓ ઓનલાઈન સાઇટ્સ પરથી આ ટ્રેલરને હટાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

Spider Man No Way Home નું ટ્રેલર તાજેતરમાં ઓનલાઇન લીક થયું છે. જે બાદ ફિલ્મના મેકર્સ એકદમ પરેશાન લાગે છે. તેઓ ઓનલાઈન સાઇટ્સ પરથી આ ટ્રેલરને હટાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

Spider Man No Way Home

ઉલ્લેખનીય છે કે, તેના ઘણા વીડિયો યુટ્યુબ અને અન્ય ઘણા પ્લેટફોર્મ પર ફેન્સ દ્વારા મૂકવામાં આવ્યા હતા. હાલમાં તે તમામ વીડિયોને સંદેશ આપીને દૂર કરવામાં આવ્યા છે કે, આ વીડિયોમાં સોની પિક્ચર્સ મૂવીઝ અને શોઝની સામગ્રી છે, જેણે તેને કોપીરાઇટના આધારે બ્લોક કરી છે.

ઘણા લોકોએ લીક થયેલા ટ્રેલરને શેર કર્યું

ઇન્સ્ટાગ્રામ અને અન્ય પોર્ટલ પર કેટલાક પેજ હજૂ પણ લીક થયેલા ટ્રેલરને અપલોડ કરતા જોવા મળે છે. આ વીડિયો મોબાઈલ સ્ક્રીનના રેકોર્ડિંગનો છે. જેના પર ટ્રેલર ચલાવવામાં આવી રહ્યું છે. આમાં સ્ક્રીન પર એક મોટો વોટરમાર્ક પણ દેખાય છે.

ટ્રેલરમાં પીટર પાર્કર જોવા મળ્યો

લીક થયેલા ટ્રેલરની શરૂઆત ટોમ હોલેન્ડ દ્વારા ભજવવામાં આવેલા પીટર પાર્કરથી થાય છે, જેણે Spider Man No Way Homeમાં દુનિયા સમક્ષ પોતાની ઓળખ જાહેર કર્યા બાદ મુશ્કેલીનો સામનો કર્યો હતો. બીજી તરફ ઝેન્ડાયા એમજે તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ ટ્રેલરમાં કલાકારો આલ્ફ્રેડ મોલિના, જેમી ફોક્સ અને વિલેમ ડાફોની તસવીરો પણ ઓનલાઇન શેર કરવામાં આવી રહી છે.

Spider Man No Way Home ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે

મોટા પડદા પર ટોબી મેગ્યુરે પ્રથમ વખત ફિલ્મ નિર્માતા સેમ રાયમીના સ્પાઇડર મેન (2002), સ્પાઇડર મેન 2 (2004) અને સ્પાઇડર મેન 3 (2007) માં પીટર પાર્કરની ભૂમિકા ભજવી હતી. જે બાદ એન્ડ્રુ ગારફિલ્ડે ધ અમેઝિંગ સ્પાઇડર મેન (2012) અને ધ અમેઝિંગ સ્પાઇડર મેન 2 (2014) માં સુપરહીરોની ભૂમિકા ભજવી હતી. આ અગાઉ એવી અફવા હતી કે, બંને Spider Man No Way Homeમાં સાથે જોવા મળશે. ડિસેમ્બરમાં Spider Man No Way Home થશે, તેવા અહેવાલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X