પ્રિયંકા ચોપરાએ પતિ નિક સાથે ઈન્ટિમેટ સીન્સ આપ્યા, ખુદ જણાવી લિપ લોક કરવાની પુરી કહાની
બોલિવૂડથી હોલિવૂડ પહોંચેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. સિટાડેલ વેબ સિરિઝ બાદ હવે તેની આગામી ફિલ્મ લવ અગેઈન રિલિઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં નિક સાથેના તેના લિપ લોકના સીન્સની ખુબ ચર્ચા થઈ રહી છે.
પ્રિયંકા ચોપરા હાલ સેમ હ્યુગન અને સેલિન ડીયોન સાથેની તેની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ લવ અગેનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેનો પતિ નિક જોનાસ પણ જોવા મળવાનો છે.

નિકે આ ફિલ્મમાં કેમિયો કર્યો છે. પ્રિયંકાએ ફિલ્મમાં નિક સાથે એક લિપ લૉક સીન પણ આપ્યો છે. આ સીનની ચર્ચાઓ ટ્રેલર રિલીઝ થયું ત્યારથી થઈ રહી છે.
હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે કેવી રીતે નિક જોનાસ ફિલ્મમાં કેમિયો માટે એગ્રી થયો. પ્રિયંકાએ કહ્યું કે, પહેલાં બીજા એક એક્ટરને આ રોલ માટે કાસ્ટ કરવાનો હતો. પરંતુ કોવિડ દરમિયાન મેં બીજા કોઈ સાથે ઈન્ટિમેટ સીન આપવાનું વિચાર્યું ન હતું. તેથી મેં નિકને પૂછ્યું કે શું તે આ રોલ કરી શકશે? અને તેઓ સંમત થયો.
ઈન્ટીમેટ સીનના શૂટિંગ વિશે પ્રિયંકાએ ખુલ્લીને વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું કે, જ્યારે નિક સેટ પર આવ્યો ત્યારે ખૂબ જ મજા આવી. હું તે દિવસે બિલકુલ અનપ્રોફેશનલ હતી, કારણ કે તે ખરેખર દરેક સીનને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યો હતો અને તેના માટે તૈયારી કરી રહ્યો હતો.
પ્રિયંકાએ આગળ જણાવ્યુ કે, હું માત્ર નોનસ્ટોપ હસતી હતી. બધા હસી રહ્યા હતા. એક સમયે એક ક્રૂ મેમ્બર એક ટેક દરમિયાન એટલું જોરથી હસી પડ્યા કે અમારે તેને રિટેક લેવો પડ્યો. આનું કારણ મજેદાર હતું. અહીં પ્રિયંકાએ કહ્યું કે તેને પરફેક્ટ સીન આપવા માટે ચાર રિટેક લેવા પડ્યા.
પ્રિયંકા ચોપરાની આ આગામી હોલિવૂડ ફિલ્મ 12 મેં 2023 ના રોજ સિનેમાધરોમાં રિલિઝ થશે. સિટાડેલ વેબ સિરિઝ બાદ હવે ફેન્સ આ સિરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય પ્રિયંકા આગામી બોલિવૂડ ફિલ્મ આ જી લે ઝરામાં પણ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
