Pics : હૉટ એન સેક્સી ટેરી સામે અસહજ હતાં બિગ બી?
મુંબઈ, 23 જાન્યુઆરી : બૉલીવુડના સુપર સ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગઈકાલે એક હૉલીવુડ ઇવેંટમાં આમંત્રિત હતાં. તેઓ આ ઇવેંટમાં પહોંચ્યાં, પરંતુ ઇવેંટની જે તસવીરો સામે આવી રહી છે, તે જોઈને લાગતુ હતું કે જાણે અમિતાભ બચ્ચન આટલી લાંબી અભિનય કારકિર્દી અને અનેક અભિનેત્રીઓ સાથે કામ કરવા છતાં આ ઇવેંટમાં કંઇક અનકમ્ફર્ટેબલ અનુભવતા હોય.
પ્રસંગ હતો દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ નેલ્સન મંડેલ પર બનેલી ફિલ્મ મંડેલા લૉંગ વૉક ટુ ફ્રીડમના ગ્રાન્ડ પ્રીમિયરનો. આ પ્રીમિયરમાં અમિતાભ બચ્ચનને આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું. અમિતાભ બચ્ચન આ ઇવેંટમાં પહોંચ્યા પણ ખરાં. અમિતાભે આ પ્રસંગે નેલ્સન મંડેલા અંગે પોતાની સાથે સંકળાયેલી સ્મૃતિઓ શૅર તો કરી, પરંતુ તેઓ સ્ટેજ ઉપર તેમની સાથે હાજર રહેલા હૉલીવુડ અભિનેત્રી ટેરી ફેટોના કારણે જાણે સતત અસહજતા અનુભવતા હોય, તેવું લાગ્યું. આ પ્રસંગે ઍટંડ્વા કાની પણ હાજર હતાં.
આ એ જ અમિતાભ બચ્ચન છે કે જેમણે તાજેતરમાં જ એક બૉલીવુડ ઇવેંટમાં પુત્ર અભિષેક બચ્ચનની હાજરીમાં જ પત્ની જયા બચ્ચનને લૉંગ કિસ કરી નાંખી હતી, પરંતુ હૉલીવુડ ઇવેંટમાં અમિતાભની આ સાવધાની શું કહે છે?
આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ અમિતાભની નર્વસનેસની કહાણી :

ફાવટ છે બિગ બીને
અમિતાભ બચ્ચનને બૉલીવુડમાં સ્ટારડમ કિંગ તરીકે જોવામાં આવે છે અને તેમને આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિને હૅન્ડલ કરવાની ફાવટ છે, પરંતુ મંડેલા લૉંગ વૉક ટુ ફ્રીડમ ફિલ્મના ગ્રાન્ડ પ્રીમિયરમાં કંઇક ઓર જ જોવામાં આવ્યું.

ટેરીની અવગણના
આ ઇવેંટમાં અમિતાભ બચ્ચન સાથે હૉલીવુડ અભિનેત્રી ટેરી ફેટો પણ સ્ટેજ ઉપર હાજર હતાં, પરંતુ અમિતાભ બચ્ચન જાણે ટેરીની સતત અવગણના કરી રહ્યા હતાં. અમિતાભે તેમની ઉપર એક નજર સુદ્ધા નહીં નાંખી.

સાવધાન બિગ બી
ટેરી ફેટો ગુલાબી ગાઉનમાં ખૂબ જ આકર્ષક લાગતા હતાં, પરંતુ અમિતાભ ખૂબ જ સાવધાનીપૂર્વક તેમને ઍવૉઇડ કરી રહ્યા હતાં.

ટેરીની મહત્વની ભૂમિકા
મંડેલા લૉંગ વૉક ટુ ફ્રીડમ ફિલ્મમાં ટેરી ફેટો નેલ્સન મંડેલાના પ્રથમ પત્ની એવલીન મેસના રોલમાં છે. એવલીન મેસ એક નર્સ હતાં અને તેઓ નેલ્સન મંડેલના પ્રથમ પત્ની હતાં.

બાયોગ્રાફિકલ ફિલ્મ
મંડેલા લૉંગ વૉક ટુ ફ્રીડમ એક બ્રિટિશ/સાઉથ આફ્રિકન બાયોગ્રાફિકલ ફિલ્મ છે.

ઇદરીસ બન્યા મંડેલા
મંડેલા લૉંગ વૉક ટુ ફ્રીડમ ફિલ્મમાં હૉલીવુડ અભિનેતા ઇદરીસ એલ્બા નેલ્સન મંડેલાના રોલમાં છે.

નાઓમી પત્નીના રોલમાં
ફિલ્મમાં નાઓમી હૅરિસ નેલ્સન મંડેલાના પત્ની વિની મડીકિઝેલા મંડેલાના રોલમાં છે.

ચૅડવિક-નિકોલસન
ફિલ્મની વાર્તા વિલિયમ નિકોલસને લખી છે, જ્યારે તેનું દિગ્દર્શનક જસ્ટિન ચૅડવિકે કર્યું છે.

ફાના મોકોએના
મંડેલા લૉંગ વૉક ટુ ફ્રીડમના ગ્રાન્ડ પ્રીમિયરમાં ફાના મોકોએના.

સમા
મંડેલા લૉંગ વૉક ટુ ફ્રીડમના ગ્રાન્ડ પ્રીમિયરમાં પતિ એલેક્સ ઓનેલ સાથે સમા સિકંદર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
